Russias Alrosa rough sales rise despite bans from European Union and G-7 countries
ફોટો : અલરોસા ખાતે રફ-હીરાનું સોર્ટિંગ. (અલરોસા)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો એટલે અમેરિકા તથા યુરોપીયન દેશો નારાજ છે. બે વર્ષથી યુરોપિયન દેશો દ્વારા આંશિક પ્રતિબંધો રશિયા પર લાદવામાં આવ્યા છે. 1 માર્ચથી રશિયાના હીરા પર પ્રતિબંધો કડક બનાવાયા છે.

યુરોપ અને અમેરિકાની પ્રજા રશિયાના હીરા ખરીદવા માંગતી નહીં હોવાનું વાતાવરણ ઊભું થયું છે, ત્યારે બીજી તરફ આશ્ચર્યજનક રીતે અલરોસાની ખાણમાંથી નીકળતા રફ હીરાનું વેચાણ વધ્યું છે.

આ દાવો ખુદ અલરોસાએ કર્યો છે. રશિયાની સૌથી મોટી ખાણ અલરોસાએ વર્ષ 2023ના વેચાણનો અહેવાલ જાહેર કર્યો છે, તેમાં કંપનીએ દાવો કર્યો છે કે વર્ષ 2023માં અલરોસાની આવકમાં વધારો થયો હતો. કારણ કે પ્રતિબંધ છતાં રશિયન ડાયમંડનું વેચાણ ચાલુ રહ્યું હતું.

વર્ષ દરમિયાન વેચાણ 9 ટકા વધીને 3.55 બિલિયન ડોલર થયું હતું. કંપનીએ કહ્યું કે ચોખ્ખો નફો 15 ટકા ઘટીને 939.3 મિલિયન ડોલર થયો છે.

ફેબ્રુઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી અલરોસા અને તેની ખાણમાંથી નીકળતા હીરા પર યુએસ અને અન્ય પશ્ચિમી દેશો દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ભારત અને ચીન સહિતના મુખ્ય બજારો હજુ પણ રશિયન ડાયમંડની આયાત કરી રહ્યાં છે. 1 માર્ચથી યુએસએ 1 કેરેટ અને તેનાથી વધુ વજન ધરાવતા રશિયન મૂળના રફ ડાયમંડની આયાત પર પ્રતિબંધ કડક બનાવ્યો છે. ભલે તે રશિયન મૂળના હીરા ભારત જેવા અન્ય દેશમાં કટ એન્ડ પોલિશ્ડ થયા હોય તો પણ તે હીરાની અમેરિકામાં આયાત કરી શકાશે નહીં.

માર્ચ 2022 બાદ પ્રતિબંધ અંગેનું બીજું મોટું નિવેદન હતું. બંને પ્રસંગોએ અલરોસાએ તેના વેચાણના લાસ્ટ લોકેશનની માહિતી અટકાવી હતી, જે સામાન્ય રીતે બેલ્જિયમ, યુએઈ અને ભારતને સૌથી મોટા ખરીદદારો તરીકે દર્શાવે છે.

દરમિયાન તાજેતરમાં ડી બિયર્સે 2023ની આવકમાં 36 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. કુલ 4.27 બિલિયન ડોલરની આવક કંપનીની થઈ હતી, જેમાં ડાયમંડ યુનિટે 1.56 બિલિયન ડોલરની ચોખ્ખી ખોટ દર્શાવી હતી, જે નબળી માંગના લીધે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant