Major slump in global exports of Swiss watches Sales have nearly halved since 2016
(સૌજન્ય : બિઝનેસ ઓફ ફેશન)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

ફેડરેશન ઓફ ધ સ્વિસ વોચ ઇન્ડસ્ટ્રી (FHS) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરમાં આંકડાઓ અનુસાર, સ્વિત્ઝર્લેન્ડથી થતી કાંડા ઘડિયાળોની વૈશ્વિક નિકાસમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે.

વર્ષ 2016 માં સ્વિત્ઝર્લેન્ડથી 25.4 મિલિયન (2.54 કરોડ) ઘડિયાળોની નિકાસ થઈ હતી, જે ઘટીને ગયા વર્ષે માત્ર 14.6 મિલિયન (1.46 કરોડ) યુનિટ્સ રહી ગઈ છે.

તાજેતરમાં યોજાયેલા પ્રખ્યાત ‘જિનીવા વોચ ડેઝ’ પ્રદર્શનમાં રેકોર્ડબ્રેક 71 વૈશ્વિક બ્રાન્ડ્સે ભાગ લીધો હતો અને ઉદ્યોગમાં ઉત્સાહનો માહોલ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ચમકધમક પાછળ આંકડાકીય ઘટાડાને કારણે સમગ્ર લક્ઝરી સેક્ટરમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આર્થિક નિષ્ણાતોના મતે, સ્વિસ વોચ ઈન્ડસ્ટ્રી હાલમાં માત્ર ઘડિયાળોના ભાવ વધારીને આવક જાળવી રાખવાની નીતિ પર નિર્ભર છે, પરંતુ હવે આ વ્યૂહરચના તેની મહત્તમ સીમાએ પહોંચી ગઈ છે. નવા ગ્રાહકોને આકર્ષવા માટે આ ક્ષેત્રમાં હવે મોટા પાયે આક્રમક નવીનતાની જરૂર છે.

કિંમતો સતત વધારવાની આ નીતિનો લાભ માત્ર રોલેક્સ (Rolex), પાટેક ફિલિપ (Patek Philippe) અને કાર્ટિયર (Cartier) જેવી અબજોપતિઓની પસંદગીની જાયન્ટ લક્ઝરી બ્રાન્ડ્સને જ મળી રહ્યો છે, જ્યારે મધ્યમ રેન્જની સ્વિસ બ્રાન્ડ્સ અને તેના નાના પાર્ટ્સ સપ્લાયર્સને બજારમાં ભારે આર્થિક ફટકો પડ્યો છે.

અહેવાલો અનુસાર, આ મોટા પરિવર્તન પાછળ ‘જેન ઝી’ (Gen Z) અને યુવાન મિલેનિયલ્સની બદલાયેલી જીવનશૈલી જવાબદાર છે. નવી પેઢી સામાજિક સ્ટેટસ અને પરંપરાગત બ્રાન્ડ લોયલ્ટીને ઓછું મહત્વ આપી રહી છે.

આ ગ્રાહકો ઓનલાઈન માધ્યમથી સેકન્ડ-હેન્ડ અને વિન્ટેજ ઘડિયાળો ખરીદવામાં વધુ સગવડ અનુભવે છે, જેનાથી સેકન્ડ-હેન્ડ માર્કેટમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ પર નવી ઘડિયાળ માટે મહિનાઓ કે વર્ષો સુધી વેટિંગ લિસ્ટમાં રાહ જોવાની જગ્યાએ, ગ્રાહકોને ડિસ્કન્ટીન્યુઅલ મોડેલ્સ અને જૂની ઓરિજિનલ ઘડિયાળો તાત્કાલિક ખરીદવા મળી જાય છે.

બીજી તરફ, વૈશ્વિક સ્તરે ચીન તરફથી મળી રહેલી મજબૂત સ્પર્ધાએ સ્વિસ વોચમેકર્સની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ‘ફિનામ’ ના અહેવાલ મુજબ, ચીનની મિકેનિકલ વોચ મુવમેન્ટ્સની ગુણવત્તા હવે સ્વિસ ઘડિયાળોની સમકક્ષ પહોંચી ગઈ છે.

ચીની ઘડિયાળ ઉત્પાદકો ઈન્ટરનેટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા વૈશ્વિક સ્તરે ખૂબ જ આકર્ષક કિંમતે મિકેનિકલ ઘડિયાળોનું વેચાણ કરી રહ્યા છે. ચાઇનીઝ બ્રાન્ડ્સના આ આક્રમક માર્કેટિંગને કારણે સ્વિસ ઈન્ડસ્ટ્રીના મિડ-રેન્જ સેગમેન્ટ પર ભારે દબાણ ઊભું થયું છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant