હીરા ઉદ્યોગમાં તેજીના સંકેત, ડી બીયર્સનું રફ ડાયમંડનું વેચાણ 15% વધ્યું

વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ સપ્લાયર કંપની ડી બીયર્સની ફેબ્રુઆરી મહિનાની સાઇટમાં રફ ડાયમંડનું વેચાણ વધ્યું છે.

De Beers rough diamond sales rose 15 percent signalling boom in the diamond industry
Photo : © De Beers
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં સવા વર્ષથી મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગમાં તેજીના સંકેત જોવા મળ્યા છે. લાંબા સમયથી રફની ખરીદી ઘટી હતી, પરંતુ હવે ધીમે ધીમે રફની ખરીદી નીકળી છે, જે બજારમાં સુધારો દર્શાવે છે. ફેબ્રુઆરી મહિનામાં ડી બિયર્સ કંપનીની રફના વેચાણમાં 15 ટકાનો વધારો નોંધાયો છે.

વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ સપ્લાયર કંપની ડી બીયર્સની ફેબ્રુઆરી મહિનાની સાઇટ માં રફ ડાયમંડનું વેચાણ વધ્યું છે. જાન્યુઆરી 2024માં જયાં 374 મિલિયન અમેરિકન ડોલરની રફ વેચાઈ હતી તેની સરખામણીમાં ફેબ્રુઆરી 2024માં 430 મિલિયન અમેરિકન ડોલર રફનું વેચાણ થયું છે. ફેબ્રુઆરી 2023માં 497 મિલિયન યુએસ ડોલરની રફનું વેચાણ જોતાં 2024 ફેબ્રુઆરીમાં વેચાણ ઓછું રહ્યું છે.

ડી બીયર્સે માહિતી આપી હતી કે વર્ષ 2024ની બીજી સાઈટ માટે રફ ડાયમંડનું વેચાણ વર્ષની પ્રથમ સાઈટની સરખામણીમાં 15% વધીને $430 મિલિયન થયું છે. 2023 ની બીજી બીજી સાઈટમાં રફ વેચાણ $497 મિલિયન સુધી પહોંચી ગયું હતું.

ડી બીયર્સ ગ્રુપના સીઈઓ અલ કૂકે કહ્યું હતું કે, “2024ના બીજા વેચાણ ચક્ર દરમિયાન ડી બીયર્સ રફ હીરાની માંગમાં વધુ વધારો જોઈને મને આનંદ થાય છે. જો કે, યુ.એસ.માં ચાલી રહેલી આર્થિક અનિશ્ચિતતાને કારણે રિટેલરો 2023 પછી રૂઢિચુસ્ત

રીતે પુનઃસ્થાપિત થયા છે. રજાઓની સીઝન ઉપરાંત ભારતમાં ડાયમંડ જ્વેલરીની ગ્રાહક માંગ વધી રહી છે પરંતુ ચીનમાં વેપાર સુસ્તછે. એકંદરે, અમે અપેક્ષા રાખીએ છીએ કે રફ ડાયમંડની માંગમાંચાલુ રિકવરી ક્રમશઃ અમે વર્ષ દરમિયાન આગળ વધીશું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant