ALROSA રશિયાના પિંક ડાયમંડનું કલેક્શન રજૂ કર્યું જેને એકસાથે મૂકવામાં 6 વર્ષ લાગ્યા

પિંક ડાયમંડ હીરા કુદરતી રીતે બનતા દુર્લભ સ્ટોન્સમાનો એક છે. વિશ્વમાં ખોદવામાં આવેલા 1,00,000 હીરામાંથી માત્ર એક જ ગુલાબી રંગનો હોય છે.

ALROSA presents pink diamonds collection from Russia that took 6 years to put together
ફોટો સૌજન્ય : અલરોસા
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રશિયન ડાયમંડ માઇનિંગ કંપની ALROSA, તેના ડાયમંડ એક્સક્લુઝિવ પ્રોગ્રામના ભાગ રૂપે, છેલ્લા છ વર્ષમાં દેશમાં ઉત્પાદિત 15 ફૅન્સી પિંક હીરાનો પ્રથમ વખત કલેક્શન રજૂ કર્યું છે.

કલેક્શનમાં જુદા જુદા આકારનાના કિંમતી પથ્થરો અને ગુલાબી શેડ્સનો સમાવેશ થાય છે. આ તમામનું ઉત્પાદન અને  કટિંગ 2018 અને 2023ની વચ્ચે કરવામાં આવી હતી. સૌથી નાનો સ્ટોન 0.40 કેરેટનો છે, સૌથી મોટાનું વજન 3.30 કેરેટ છે.

જેમ કંપનીના કહેવા મુજબ, પિંક ડાયમંડ હીરા કુદરતી રીતે બનતા દુર્લભ સ્ટોન્સમાનો એક છે. વિશ્વમાં ખોદવામાં આવેલા 1,00,000 હીરામાંથી માત્ર એક જ ગુલાબી રંગનો છે. આંતરરાષ્ટ્રીય હરાજીમાં, પિંક ડાયમંડ ઘણીવાર કેરેટ દીઠ 1 મિલિયન ડોલરથી વધુની કિંમત મેળવે છે.

કંપનીએ કહ્યું કે, 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રજાની પૂર્વસંધ્યાએ, અમે પ્રથમ વખત દુર્લભ હીરાનું કલેક્શન રજૂ કરવાનું નક્કી કર્યું, જેને અમે ઘણા વર્ષોથી એકત્રિત કરીએ છીએ.

ALROSA ડાયમંડ એક્સક્લુઝિવ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મના વડા એલેના સુખોવેયેવાએ જણાવ્યું હતું કે, આજે, વિશ્વમાં બહુ ઓછી ખાણો રંગીન હીરાનું ઉત્પાદન કરે છે. ગુલાબી હીરાના કિસ્સામાં આ ખાસ કરીને નોંધનીય છે, 2020માં ઓસ્ટ્રેલિયામાં આર્ગાઈલ ખાણ બંધ થયા પછી, જે દાયકાઓ સુધી વિશ્વ બજારમાં પિંક ડાયમંડનો મુખ્ય સ્ત્રોત હતો. રશિયામાં, ગુલાબી હીરાનું ઉત્પાદન મુખ્યત્વે યાકુટિયાના ઉત્તરમાં Alluvial ડિપોઝીટમાંથી કરવામાં આવે છે.

પિંક ડાયમંડનું કલેક્સન 15 ફેબ્રુઆરીથી મોસ્કોમાં મેટ્રોપોલ હોટેલ બિલ્ડિંગમાં POSIÉ જ્વેલરી હાઉસ ખાતે ખાનગી શોમાં જોવા  ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. હરાજી એપ્રિલમાં થશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant