US Tariffs on Indian Diamonds Create Worry Among Jewellers
(સૌજન્ય : Shutterstock)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાના જ્વેલર્સ તહેવારના સીઝનમાં વેચાણ ઘટી શકે તેવી ભારે ચિંતા અનુભવી રહ્યા છે. કારણ એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતા હીરા પર ૫૦% ટેરિફ લગાવ્યો છે.

રિપોર્ટ મુજબ, ૮૯% જ્વેલર્સે જણાવ્યું છે કે આ વર્ષે વેચાણ પાછલા વર્ષની સરખામણીએ ઓછું રહેશે. ભારતમાં વિશ્વના લગભગ ૯૦% કાચા હીરા કટિંગ અને પોલિશિંગ થાય છે, તેથી આ નિર્ણયનો સીધો પ્રભાવ અમેરિકાના બજારમાં જોવા મળશે.

કેટલાક જ્વેલર્સે વિવિધ રસ્તાઓ અપનાવવાનો વિચાર કર્યો છે. ૪૪% જ્વેલર્સ સ્થાનિક અમેરિકન સપ્લાયરો પાસેથી ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છે, જ્યારે ૨૨%એ કહ્યું કે તેમની પાસે પૂરતો સ્ટોક છે. કેટલાક જ્વેલર્સ ભાવ વધારીને ભારતીય હીરા જ વેચવાનું ચાલુ રાખશે, જ્યારે થોડાએ પહેલેથી જ વધારાનો સ્ટોક ખરીદી રાખ્યો છે.

ઘણા જ્વેલર્સે હીરાની જગ્યાએ ઓછા ટેરિફવાળા ઉત્પાદનો જેમ કે રંગીન રત્નો અને શુદ્ધ સોનું વેચવાનો વિકલ્પ પસંદ કર્યો છે. છતાં, ૬૭% જ્વેલર્સે સ્પષ્ટ કહ્યું કે તેઓ લેબ-ગ્રોન હીરાથી કુદરતી હીરાની જગ્યાએ ભરપાઈ નહીં કરે.

ઉત્પાદનમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ૨૫% જ્વેલર્સે ઉત્પાદનને ભારતમાંથી બહાર ખસેડવાનો વિચાર કર્યો છે. જેમાંથી કેટલાકે ચીન-હોંગકોંગ પસંદ કર્યું છે, જ્યારે અન્યોએ તુર્કી અને મેક્સિકો જેવા દેશો પસંદ કર્યા છે.

હાલમાં ફેડરલ અપીલ કોર્ટએ આ ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો છે. હવે ટ્રમ્પ પાસે ઓક્ટોબર ૧૪ સુધી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો સમય છે. આ નિર્ણયના આધારે આગામી દિવસોમાં બજારમાં મોટો ફેરફાર આવી શકે છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant