Modern Technology Jewellery Manufacturing
(સૌજન્ય : જ્વેલરીનેટ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

અત્યાધુનિક ઉપકરણો અને સાધન-સામગ્રી જ્વેલરી ઉત્પાદન ક્ષેત્રે વધુ ચોકસાઈ અને લવચીકતા લાવી રહ્યા છે, જેનાથી ઉત્પાદકોની વિવિધ જરૂરિયાતોને મોટું પીઠબળ મળી રહ્યું છે. આ દિશામાં, વિવિધ ઉત્પાદન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ‘શેનઝેન હાસુંગ પ્રેશિયસ મેટલ્સ ઇક્વિપમેન્ટ ટેકનોલોજી કંપની લિમિટેડ’  દ્વારા HS-VPC.S અને HS-VCT3 નામના બે નવા જ્વેલરી વેક્યુમ પ્રેશર કાસ્ટિંગ મશીનો રજૂ કરવામાં આવ્યા છે.

આ પૈકી સેમી-ઓટોમેટિક  મશીન ખાસ કરીને સ્ટુડિયો, વર્કશોપ અને નાની બેચમાં ઉત્પાદન કરતી નાની ફેક્ટરીઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મશીનમાં સોનું, ચાંદી, તાંબુ અને વિવિધ મિશ્રધાતુઓનું પ્રોસેસિંગ કરી શકાય છે.

બીજી તરફ, HS-VCT3 મશીન વધુ ક્ષમતા અને ઓટોમેશન પૂરું પાડે છે. બારીક ફિલિગ્રી વર્ક, હળવા વજનની સોનાની જ્વેલરી અને જટિલ ડિઝાઇન સહિત જ્યાં સૂક્ષ્મ વિગતોની ચોક્કસ રજૂઆત અને પ્રોસેસ કંટ્રોલની જરૂર હોય ત્યાં આ મશીન અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેની ઓટોમેટેડ કંટ્રોલ સિસ્ટમ કાસ્ટિંગ પ્રક્રિયાના અનેક મુખ્ય તબક્કાઓનું સંકલન કરે છે, જેનાથી વારંવાર કરવા પડતા મેન્યુઅલ કાર્યોમાં ઘટાડો થાય છે.

આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન 3D-પ્રિન્ટર નિર્માતા કંપની ‘આસિગા’ એ તેની ‘મેક્સ એક્સ પ્લસ’ રેન્જ લોન્ચ કરી છે, જે બારીક ડિટેઇલ પ્રિન્ટિંગ સાથે સતત એકસમાન પરિણામ અને મટિરિયલની પસંદગીમાં લવચીકતા પ્રદાન કરે છે.

મેક્સ એક્સ પ્લસ રેન્જમાં ‘સ્માર્ટ પોઝિશનિંગ સિસ્ટમ’ (SPSTM) આપવામાં આવી છે, જે સતત ચોકસાઈ જાળવી રાખવા માટે લેયરની જાડાઈને નિયંત્રિત કરે છે. સાથે જ, તેનું ઓપ્ટિમાઇઝ્ડ મટિરિયલ ક્યોરિંગ જ્વેલરી ઉત્પાદન માટે જરૂરી બારીક ડિટેઇલ અને સપાટીની સ્પષ્ટતા સુનિશ્ચિત કરે છે.

385 nm MAX X Plus પ્રિન્ટર્સમાં ‘ટ્રાન્સપરન્ટ મોડ’ ઉપલબ્ધ છે, જેના દ્વારા પારદર્શક મટિરિયલ્સ સાથે પણ સચોટ પ્રિન્ટિંગ કરી શકાય છે. આ રેન્જની ઓપન મટિરિયલ સિસ્ટમ આસિગાના પોતાના મટિરિયલ્સ ઉપરાંત સુસંગત થર્ડ-પાર્ટી રેઝિન્સને પણ સપોર્ટ કરે છે, જેનાથી ઉત્પાદકોને પ્રિન્ટિંગ સપ્લાયની પસંદગીમાં વધુ સ્વતંત્રતા મળે છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant