There is sale but something is missing sameer joshi diamond city 430
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ગયા અંકમાં આપણે પ્રાડા બ્રાન્ડના કિસ્સા થકી વાંક કોનોની વાત કરી. આપણે તે પણ જોયું કે આનું એકમેવ કારણ છે આપણે ક્યારેય આપણા કુવામાંથી બહાર નથી આવ્યા.

આપણે ક્યારેય આ બધી વાતોને દુનિયા સમક્ષ નથી મૂકી. આપણે ક્યારેય આ વાતોનો, ખાસ કરીને વ્યવસાય લક્ષી ઉત્પાદનો, સેવાઓને વૈશ્વિક સ્તરની બ્રાન્ડ બનાવવા વિષે કે તે પ્રકારે પ્રમોટ કરવા વિષે નથી વિચાર્યું. તે પણ જોયું કે પ્રાડાનો અનુભવ તે બધા માટે છે જેઓ પોતાના દેશમાં પણ બ્રાન્ડ બનાવવા નથી માંગતા અને જેમ ચાલે છે તેમાં ખુશ છે. આ એવો વર્ગ છે જે ક્યારેય બ્રાન્ડ બનાવવા તરફ ધ્યાન નથી આપતો અને ફક્ત વેચાણથી ખુશ છે. આ વાતમાં પશ્ચિમી દેશોએ ઘણું કામ કર્યું છે અને આથી તેઓ બ્રાન્ડ બનાવવાની શરૂઆત પહેલે દિવસથી કરે છે, તેને વૈશ્વિક સ્તરે લઇ જાય છે જેથી કરી તેઓ પોતાનો હક્ક તેના પર સ્થાપિત કરી શકે.

આ અઠવાડિયે એક વેપારીને મળ્યો જે ઓનલાઇન પર વ્યવસ્થિત વેપાર કરે છે અને કદાચ આ ગતિએ કરતો પણ રહેશે. તેણે કહ્યું આપણી બ્રાન્ડ છે ઓનલાઇન પર અને સારું એવું વેચાણ થાય છે. મેં કહ્યું કે તો મુશ્કેલી શું છે. તેણે કહ્યું ખબર નથી પડતી પણ કઇંક ખૂટે છે. મારા માટે આ નવું નહોતું કારણ હું આવા વેપારીઓને રાત દિવસ મળું છું અને ખબર હોય કે મુશ્કેલી શું છે. આપણા માટે બ્રાન્ડ એટલે સારું નામ રાખવું, એનાથી આગળ થોડું સારું પેકેજીંગ બનાવવું. આપણી કથા અહીં પુરી થાય અને આપણે કહીયે બ્રાન્ડ બનાવી. બ્રાન્ડના આ પાસ છે પણ બ્રાન્ડનું મહત્વનું પાસું છે પોઝિશનિંગ, આના પર હું વારંવાર ભાર આપું છું. અને બસ આજ વાત તે વેપારી સાથે છે. તેનું પોઝિશનિંગ નથી અને તેના કારણે તેનું પરસેપ્સન નથી. લોકો શા માટે તેને ખરીદેની વાર્તા નથી. બ્રાન્ડનું સૌથી મહત્વનું પાસું આ છે અને લોકો આનેજ નજરઅંદાજ કરે છે. આજે ઓનલાઈનના સમયમાં આ વાત ઘણી સહજ છે, લોકો પ્રોડક્ટ લાવે, નામ રાખે, પેકેજીંગ કરે અને વેચવાની શરૂઆત કરે. વેચાણ થાય ના નથી પણ એક સમય આવે ત્યારે સ્થિરતા આવે અને ઉપરના વેપારની મેં વાત કરી તેવો જો સમજુ વેપારી હોય તો તેનો હલ શોધવાની તે કોશિશ કરે.

સ્કૂલમાં બાળકોને રિવિઝન કરાવે જેથી લેસન પાક્કુ થાય. ચાલો આપણે પણ લેસન પાક્કુ કરીયે. પોઝિશનિંગ વિષે વિચારીયે. પોઝિશનિંગ શું છે? તમારી પ્રોડક્ટ અને વેપારની દૃષ્ટિએ તમે તમારા સ્પર્ધકોના ઉત્પાદનોથી કેવી રીતે અલગ છો તેની વાત એટલે પોઝિશનિંગ. જેના આધારે તમારો ગ્રાહક તમને યાદ રાખે અને તેના મનમાં અને દિલમાં તમને સ્થાન આપે. બીજા શબ્દોમાં, પોઝિશનિંગ એ બ્રાન્ડ અથવા ઉત્પાદનની ઓળખ સ્થાપિત કરવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે જેથી ગ્રાહકો તેને ચોક્કસ રીતે સમજી શકે.

પોઝિશનિંગ તમને અલગતા પ્રદાન તો કરે છે તે ઉપરાંત ક્લીયર પોઝિશનિંગ તમને તમારું વ્યવસ્થિત ટાર્ગેટ ઓડીએન્સ અને માર્કેટ ડીફાઈન કરવામાં મદદ કરે છે. પોઝિશનિંગ ક્લીયર હોવાથી તમારું કોમ્યુનિકેશન મેસેજ એક સરખું સમાન રહેશે જેથી ગ્રાહકને પણ કલેરીટી મળશે અને તમારી સાથે તેનો સંબંધ વધુ ગાઢ થશે. પોઝિશનિંગ દ્વારા ઘણીવાર નવા સેગ્મેન્ટ પણ ધ્યાનમાં આવે છે જેના થકી તમે નવા પ્રોડક્ટ કે સેગ્મેન્ટ લૉન્ચ કરી શકો.

પોઝિશનિંગ મહત્વપૂર્ણ ફક્ત તે માટે નથી કે તે ગ્રાહકો પર યાદગાર છાપ છોડે છે પરંતુ તે તમારા ગ્રાહકોને તમારી બ્રાન્ડ પાસેથી શું અપેક્ષા રાખવી તે જણાવે છે. તે તમારી જાતને સ્પર્ધકોથી અલગ પાડવાની અને તમે જે ઓફર કરો છો તે સ્પષ્ટ કરવાની એક રીત છે. તમારું પોઝિશનિંગ એક વ્યવસાય તરીકે તમે કોણ છો અને તમને લોકો કઇ રીતે જોવે, તમારું પરસેપ્સન કેવું બનાવવું છે તે જણાવે છે. લોકો તમારું પરસેપ્સન બનાવે તે પહેલા તમને તમારું પરસેપ્સન બનાવવાની તક આપે છે.

પોઝિશનિંગના સહારે વેચાણમાં વધારો શક્ય છે. કોઈપણ વ્યવસાયનો મુખ્ય ધ્યેય એટલે વેચાણ અને આવકમાં વધારો કરવો. ફક્ત તમે જે ઉત્પાદનો વેચો છો તે નહિ પણ પોઝિશનિંગ તમને નવા ઉત્પાદનો બનાવવામાં, નવા બજારમાં પ્રવેશવામાં મદદ કરે છે. આનું પરિણામ એટલે નવા ગ્રાહકો અને વેચાણમાં વધારો, વધુ નફો. જો તમે ટોળામાં એક હશો તો તમને કોઈ કિંમત નથી પણ જો તમે ટોળાની બહાર ઉભા હશો તો લોકોનું ધ્યાન તમારા તરફ જશે અને આવા સમયે તમને ટોળાની બહાર ઊભા રાખવાનું કામ પોઝિશનિંગ કરશે. અને જ્યારે તમારું પોઝિશનિંગ બનાવી વેપાર કરો છો ત્યારે તમે ગ્રાહકનો હાર્ટ શેર, માઈન્ડ શેર લઇ તમારું વોલેટ શેર વધારો છો.

આજે ઓનલાઇન સેલ્સના સમયમાં ઉત્પાદનોની કમી નથી, રોજ કોઈ નવો વેપારી જન્મે છે જે માર્કેટમાં હયાત છે અને વેચાય છે તેવા ઉત્પાદનો વેચશે. કારણ, આજે ઉત્પાદનો ગોતવા અથવા બનાવવા અઘરા નથી. આવા સમયે યોગ્ય પોઝિશનિંગ તમારા પ્રોડક્ટ અથવા સર્વિસને ફક્ત પ્રતિસ્પર્ધીની તુલનામાં એક ડગલુ આગળ ન રાખતા ગ્રાહકોના મનમાં સકારાત્મક છબી ઊભી કરે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant