ગૃહમ ડેવલપર્સ (Gruham Developers) માટે મહિલા સશક્તિકરણ એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ સંસ્થાના મૂળમાં વણાયેલું એક જીવંત મૂલ્ય છે, જેની શરૂઆત પાયાના સ્તરેથી થઈ સમગ્ર કાર્યપ્રણાલીમાં પ્રતિબિંબિત થાય છે.
પરંપરાગત રીતે પુરુષપ્રધાન ગણાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં, આ ગ્રુપ મહિલાઓને વ્યવસાયીક ક્ષેત્રે પદાર્પણ કરવા, પાયાથી જ્ઞાન મેળવવા અને પોતાની એક આગવી વ્યાવસાયિક ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સક્રિયપણે પ્રોત્સાહિત કરે છે.
એક ડગલું આગળ વધીને, ગૃહમ ડેવલપર્સ આગામી પેઢીની મહિલા નેતૃત્વકર્તાઓને તૈયાર કરવાના મક્કમ નિર્ધાર સાથે તેમને સુવ્યવસ્થિત ગ્રૂમિંગ અને તાલીમ પૂરી પાડે છે, જેથી તેઓ દરેક વિભાગના સંકલન દ્વારા સર્વાંગી નેતૃત્વ ક્ષમતા (Holistic Leadership Capabilities) વિકસાવી શકે.
આ વિચારધારા માત્ર સંચાલન પૂરતી મર્યાદિત ન રહેતા સંસ્થાની કાર્યસંસ્કૃતિમાં પણ સ્પષ્ટપણે દેખાય છે, જ્યાં વિવિધ કાર્યક્ષેત્રોમાં મહિલાઓની મજબૂત ઉપસ્થિતિ છે.
હસ્તી મોતીસરિયા, માધુરી હાર્દિક મોતીસરિયા અને મિશ્વા કેતનભાઈ પાલડિયા આ અભિગમના ઉત્તમ ઉદાહરણો છે, જેઓ પોતાની કારકિર્દીના વિવિધ તબક્કાઓ દ્વારા સાબિત કરે છે કે ગૃહમ ડેવલપર્સ વિશ્વાસ, મેન્ટરશિપ અને વ્યવસ્થિત શિક્ષણ (Structured Learning) દ્વારા ‘Gen Z’ મહિલા નેતૃત્વનું અસરકારક રીતે ઘડતર કરી રહ્યું છે.
શરૂઆતથી શીખવું : માધુરી હાર્દિક મોતીસરિયાની ગૃહમ ડેવલપર્સમાં વિકાસશીલ ભૂમિકા
પરંપરાગત રીતે પુરુષપ્રધાન ગણાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં માધુરી હાર્દિક મોતીસરિયા એક એવી નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જે અત્યંત ગંભીરતા અને આત્મવિશ્વાસ સાથે આ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી રહી છે.
ગૃહમ ડેવલપર્સ (Gruham Developers)માં ‘પર્ચેઝ મેનેજર’ તરીકે કાર્યરત માધુરી, પરિવારના વડીલોના અનુભવ અને માર્ગદર્શન હેઠળ વ્યવસાયની ઝીણવટભરી કળા શીખી રહ્યા છે.
મૂળભૂત રીતે મેડિકલ ક્ષેત્રની પૃષ્ઠભૂમિ ધરાવતા અને એક ડૉક્ટર તરીકે તાલીમ પામેલા હોવાને કારણે શિસ્ત, સેવા અને સમસ્યા નિવારણના ગુણો તેમનામાં વણાયેલા છે.
લગ્ન બાદ પતિ અને સાસરી પક્ષના પ્રોત્સાહનથી તેમણે રિયલ એસ્ટેટ જેવા તદ્દન ભિન્ન ક્ષેત્રમાં આવવાનો હિંમતભર્યો નિર્ણય લીધો, જેમાં તેમણે રૂઢિચુસ્ત વિચારધારાને બદલે નવી તકો અને વિકાસને પ્રાધાન્ય આપ્યું.
વર્તમાનમાં તેઓ પોતાના ઉચ્ચ અભ્યાસની સાથે-સાથે પ્રોક્યુરમેન્ટ અને પર્ચેઝ વિભાગમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે, જેમાં વેન્ડર્સ સાથેના સંબંધો, મટીરિયલ સોર્સિંગ, સપ્લાય મેનેજમેન્ટ અને વ્યાવસાયિક વાટાઘાટોનો (Negotiation) સમાવેશ થાય છે.
શરૂઆતના તબક્કે અનેક પૂર્વધારણાઓનો સામનો કરવા છતાં, પોતાની જિજ્ઞાસા અને સાતત્યપૂર્ણ મહેનતથી તેમણે આજે વેન્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સના નેટવર્કમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે.
વ્યવસાયીક નિપુણતા અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવતા માધુરી માને છે કે, જ્યારે વ્યક્તિ પોતાની સફરની જવાબદારી પોતે સ્વીકારે છે ત્યારે જ સાચી પ્રગતિ શક્ય બને છે.
તેમની આ સફર એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે પારિવારિક વ્યવસાય એ કોઈ મર્યાદા નથી, પરંતુ યુવતીઓ માટે શીખવા અને નેતૃત્વ કરવા માટેનું એક સશક્ત પ્લેટફોર્મ છે.
પરિવારના રિયલ એસ્ટેટ બિઝનેસમાં જોડાઈને મક્કમતાથી આગળ વધતાં – હસ્તી મોતીસરિયા
ગતિશીલ રીતે વિકસી રહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હસ્તી મોતીસરિયા એ નવી પેઢીની એવી યુવતીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ પારિવારિક વ્યવસાયમાં સક્રિયપણે જોડાઈને કંઈક નવું શીખવા અને વિકાસ કરવા માટે ઉત્સુક છે.
ગૃહમ ડેવલપર્સ (Gruham Developers) સાથે સંકળાયેલા હસ્તીએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત જ આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. વડીલોના માર્ગદર્શન હેઠળ વ્યવસાયનો મજબૂત પાયો તૈયાર કરવાની તેમની ઈચ્છા જ તેમને આ ક્ષેત્રમાં ખેંચી લાવી છે.
બાળપણથી જ હસ્તી તેમના પિતા અને ગૃહમ ડેવલપર્સના મેનેજિંગ ડિરેક્ટર હરેશભાઈ મોતીસરિયા સાથે વ્યવસાયિક ચર્ચાઓમાં સામેલ રહેતા, જેના કારણે તેઓ ઓફિસની કાર્યપદ્ધતિ અને મહત્વના નિર્ણયો પાછળના તર્કને સમજતા શીખ્યા.
આ પ્રારંભિક અનુભવોએ જ તેમની માન્યતાને દ્રઢ કરી કે પારિવારિક વ્યવસાયમાં જોડાવું એ માત્ર આર્થિક સ્વતંત્રતા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, સ્થિતિસ્થાપકતા અને જીવનના પડકારોને સ્પષ્ટતા સાથે સ્વીકારવાની ક્ષમતા કેળવવાનું માધ્યમ છે.
છેલ્લા બે વર્ષથી હસ્તી તેમના પિતાના માર્ગદર્શન હેઠળ વ્યવસાયની વાસ્તવિકતાઓનો પ્રાયોગિક અનુભવ મેળવી રહ્યા છે.
તેઓ ખાસ કરીને જમીન સંપાદન (Land Sourcing) અને ખરીદી પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, જેમાં પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાથી લઈને ઉદ્યોગના નિષ્ણાતો સાથે સંવાદ સાધવા સુધીની કામગીરીનો સમાવેશ થાય છે.
એક્ઝિક્યુટિવ કોર્સ, વાંચન અને સતત કાર્યરત રહીને તેમણે ધીમે-ધીમે પોતાના વિચારો વ્યક્ત કરવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ કેળવ્યો છે. અભ્યાસ, કાર્ય અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે કુદરતી શિસ્ત સાથે સંતુલન જાળવીને હસ્તી આજે અનેક ભૂમિકાઓ સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.
હેતુપૂર્વક શીખવું મિશ્વા કેતનભાઈ પાલડિયાના ગૃહમ ડેવલપર્સ ખાતેની સફર
ઝડપથી પરિવર્તન પામી રહેલા રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં મિશ્વા કેતનભાઈ પાલડિયા એ નવી પેઢીની એવી યુવતીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ પારિવારિક વ્યવસાય દ્વારા શીખવા, વિકાસ કરવા અને કંઈક નવું સર્જવા માટે કટિબદ્ધ છે.
બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવવાની સાથે જ મિશ્વાએ અત્યંત જિજ્ઞાસા, શિસ્ત અને શીખવાની મજબૂત પ્રતિબદ્ધતા સાથે આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. પરિણામો મેળવવાની ઉતાવળ કરવાને બદલે, તેમણે વ્યવસાયના પાયાના સિદ્ધાંતોને સમજવા પર ભાર મૂક્યો છે.
રિયલ એસ્ટેટ વિકાસના દરેક તબક્કાને ઊંડાણપૂર્વક સમજવા માટે મિશ્વાએ વિવિધ વિભાગોના કાર્યકારી અનુભવ (Exposure) મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તેઓ માને છે કે મોટા પાયે વ્યવસાય ચલાવવા માટે ધીરજ, પ્રક્રિયાની સમજ અને વિચારોની સ્પષ્ટતા અનિવાર્ય છે.
આજે તેઓ વ્યવસાયના અનેક વિભાગોમાં સક્રિય હોવાની સાથે લાંબા ગાળાની વ્યૂહરચનાઓ, બજાર સંશોધન (Market Research), પરફોર્મન્સ ઇવેલ્યુએશન અને આંતરિક સમીક્ષા જેવી મહત્વપૂર્ણ ચર્ચાઓમાં પણ સહભાગી બને છે.
પોતાના પરિવારના સમર્થન અને માર્ગદર્શકશ્રી હરેશભાઈ મોતીસરિયાની પ્રેરણા હેઠળ મિશ્વાએ ‘આજીવન શિક્ષણ’ની માનસિકતા કેળવી છે.
વાંચન, સ્વ-વિકાસ અને ઉચ્ચ સ્તરીય મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ દ્વારા તેઓ કાર્યસ્થળની બહાર પણ સતત જ્ઞાન મેળવવા માટે ઉત્સાહિત રહે છે.
સમય વ્યવસ્થાપન (Time Management) દ્વારા વ્યાવસાયિક અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધતા મિશ્વાનું માનવું છે કે, સફળતા એ કોઈ દોડ નથી, પરંતુ અર્થપૂર્ણ રીતે માણવા જેવી એક યાત્રા છે.
તેમની આ સફર અન્ય યુવતીઓને પ્રેરણા આપે છે કે પારિવારિક વ્યવસાય એ એક એવું સશક્ત પ્લેટફોર્મ છે જ્યાં મહત્વાકાંક્ષા, શિક્ષણ અને નેતૃત્વનો સમન્વય થઈ શકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube



























