યુક્રેનના બે વર્ષના સંઘર્ષના પ્રતીકરૂપે નેકલેસ બનાવાયો

આ નેકલેસનું મુખ્ય આકર્ષણ તેનું પેન્ડન્ટ છે. જેમાં વર્જિન મૈરીને દર્શાવવામાં આવ્યા છે. કીવના સેન્ટ સોફિયા કેથેડ્રલમાં તે જોવા મળે છે.

Necklace made to symbolize the two-year conflict in Ukraine
ફોટો સૌજન્ય : ઓબેરિગ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રશિયા સામે બે વર્ષ કરતા વધુ સમયથી યુક્રેન યુદ્ધનો સામનો કરી રહ્યું છે. રશિયા બે વર્ષથી યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. બે વર્ષમાં યુક્રેન ખુવાર થઈ ગયું છે. યુક્રેનના અનેક શહેરો તબાહ થયા છે. મોટી સંખ્યામાં યુક્રેનના નિર્દોશ નાગરિકોના મોત થયા છે, તેમ છતાં હજુ સુધી રશિયા અટક્યું નથી.

હજુ પણ અવારનવાર યુક્રેન અને રશિયા વચ્ચે બોમ્બમારા થઈ રહ્યાં છે, તેની વચ્ચે પણ યુક્રેનમાં જનજીવન ચાલી રહ્યું છે. ભયના ઓથાર વચ્ચે જીવતા યુક્રેનના લોકોની સર્જનશક્તિ હજુ પણ યથાવત છે.

તાજેતરમાં યુક્રેનની એક જ્વેલરી કંપનીએ તેના દેશ યુક્રેનના બે વર્ષ લાંબા સંઘર્ષના પ્રતિકરૂપે એક નેકલેસ બનાવ્યો છે. વ્હાઈટ ગોલ્ડ, ટાઈટેનિયમ અને હીરા જડિત આ નેકલેસ યુક્રેનના સંઘર્ષનું પ્રતીક છે.

ફેબ્રુઆરી 2022માં યુક્રેનના કિવ સ્થિત ઓબેરિગે રશિયા દ્વારા કરાયેલા હુમલા બાદ જ્વેલરી બનાવવાનું કામ શરૂ કર્યું હતું. હવે તે લૉન્ચ માટે તૈયાર છે. જે માત્ર યુક્રેન તરીકે ઓળખાય છે. આ નેકલેસનું મુખ્ય આકર્ષણ તેનું પેન્ડન્ટ છે. જેમાં વર્જિન મૈરીને દર્શાવવામાં આવ્યા છે. કીવના સેન્ટ સોફિયા કૈથેડ્રલમાં તે જોવા મળે છે. જે હાથ ઉઠાવીને યુક્રેન માટે પ્રાર્થના કરે ચે.

ઓબેરિગની ફાઉન્ડર ટેટિયાના કોંડરાટ્યુકે કહ્યું કે, આ નેકલેસ એ વાતનું પ્રતિબિંબ છે કે અમારો દેશ વર્તમાન સમયમાં કેવા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. યુક્રેનની ફ્રીડાઈવિંગ વર્લ્ડ ચેમ્પિયન કેટેરીના સાદુર્સ્કા યુક્રેન ચોકરને પ્રોત્સાહન આપી રહી છે. ગયા વર્ષે તેણીએ કોન્સ્ટન્ટ વેઇટનો ફિન્સ (CNF) શિસ્તમાં 77 મીટરમાં વિશ્વના સૌથી ઊંડા ફ્રીડાઇવનો રેકોર્ડ તોડ્યો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant