G-7  દેશોના ડાયમંડ પ્રતિબંધ સામે રશિયા રસ્તો શોધી કાઢશે

બ્લોકચેન સિસ્ટમ દાખલ કરવામાં ઘણા વર્ષો લાગશે જે દરેક હીરાને તેનો પોતાનો ડિજિટલ પાસપોર્ટ આપશે. : એલેક્સી કાલાચેવ - વિશ્લેષક, ફિનામ

Russia will find way to counter the G-7 diamond ban
ફોટો : અલરોસા ખાતે રફ ડાયમંડ સૉર્ટિંગ (સૌજન્ય : અલરોસા)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રશિયન સરકાર હસ્તકની ન્યૂઝ એજન્સી Tassના એક અહેવાલમાં વિશ્લેષકોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, G7 પ્રતિબંધો રશિયન હીરાની નિકાસ પર નોંધપાત્ર અસર કરે તેવી શક્યતા નથી.નિષ્ણાતોનું કહેવું છે કે, વૉલ્યુમની દૃષ્ટિએ વિશ્વના સૌથી મોટો હીરા ઉત્પાદક રશિયા અન્ય બજારોમાં સરળતાથી હીરાનું વેચાણ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, રશિયામાં ઉત્પાદિત હીરાને ગેરકાયદેસર બનાવવા માટે જરૂરી ટેક્નોલૉજીને યોગ્ય રીતે વિકસાવવામાં વર્ષો લાગી જશે.

રશિયન સિક્યોરિટીઝ બ્રોકરેજ ફિનામના વિશ્લેષક એલેક્સી કાલાચેવે જણાવ્યું હતું કે, બ્લોકચેન સિસ્ટમ દાખલ કરવામાં ઘણા વર્ષો લાગશે જે દરેક હીરાને તેનો પોતાનો ડિજિટલ પાસપોર્ટ આપશે.

અત્યારે  હીરાનું નિરીક્ષણ અને પ્રમાણપત્ર આપે તેવી કોઇ પદ્ધતિ અસ્તિત્વમાં નથી, ન તો તે 1 માર્ચ સુધીમાં લાગુ થશે અને તે 1 સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી, તેમણે જણાવ્યું હતું. આ ફક્ત ‘ગ્રે’ સપ્લાયની કેટલીક શક્યતાઓ સૂચવે છે.

1.0-કેરેટથી વધુના રશિયન હીરા પરનો પ્રતિબંધ 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો. 1 માર્ચે તેઓ અન્ય દેશમાં કટિંગ અને પોલિશ્ડ કરાયેલા સ્ટોનને આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવશે, અને 1 સપ્ટેમ્બરે 0.50 કેરેટ સુધીના તમામ હીરાને આવરી લેવા માટે, એક મિકેનિઝ્મ સાથે, જેમ કે અત્યાર સુધી અનિશ્ચિત છે  તે રશિયન માલને ગેરકાયદેસર ઠેરવવાનો હેતુ હશે.

રશિયાની સૌથી મોટી ખાનગી બેંક, આલ્ફા-બેંકના સિક્યોરિટી માર્કેટ રિસર્ચના વડા બોરિસ ક્રાસ્નોઝ્યાનોવે જણાવ્યું હતું કે, પ્રતિબંધો વધુ ને વધુ કોસ્મેટીક છે. તેમણે કહ્યું કે હીરા જેવી ચીજવસ્તુઓ સરળતાથી અન્ય સ્થળોએ વહી જશે.

ફિનામ ખાતે મેક્રો ઇકોનોમિક વિશ્લેષણના વડા ઓલ્ગા બેલેન્સકાયાએ જણાવ્યું હતું કે મુખ્ય સપ્લાયર તરીકે રશિયા પ્રતિબંધો ટાળવાના માર્ગો શોધશે તેમાં કોઈ શંકા નથી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant