Ekati ડાયમંડ માઇનના નવા માલિકોએ રેકોર્ડ આવક નોંધાવી

પોલિશ્ડ ડાયમંડ માર્કેટમાં "વ્યાપક નરમાઈ" હોવા છતાં, Ekati ડાયમંડ માઇને મજબૂત ખરીદદાર રસ અને ઊંચા વેચાણ દરો ઉત્પન્ન કરવાનું ચાલુ રાખ્યું.

New owners of Ekati Diamond Mine report record revenue
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

બર્ગન્ડી ડાયમંડ માઇન્સે 29 એપ્રિલ, 2024ના દિવસે ઓસ્ટ્રેલિયન સ્ટોક એક્સચેન્જને 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય અને સંચાલન પરિણામો રજૂ કર્યા હતા. બર્ગન્ડીએ 26 મિલિયન ડોલરનો મજબૂત EBITDA જાળવી રાખ્યો, જે વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી 49 ટકા વધુ હતો અને માઇનરે 117 મિલિયન ડોલરની રેકોર્ડ આવક નોંધાવી છે.

બર્ગન્ડી, કેનેડામાં Ekati ડાયમંડ માઇનના નવા માલિકોએ પ્રથમ ત્રિમાસિક ગાળામાંમાં 117મિલિયન ડોલર ની રેકોર્ડ આવક નોંધાવી છે.

ઓસ્ટ્રેલિયન માઇનરે ગયા જૂનમાં આર્ક્ટિક કેનેડિયન ડાયમંડ કંપની પાસેથી માઇન ખરીદી ત્યારે 136 મિલિયન ડોલરની ચૂકવણી કરી હતી , જેમાં ભૂગર્ભ કામગીરી વિકસાવીને તેની લાઇફ લંબાવવાની યોજના હતી.

31 માર્ચ 2024ના દિવસે પુરા થયેલા ત્રણ મહિનામાં બરગન્ડીએ 1.32 મિલિયન કેરેટનું વેચાણ કર્યું હતું, EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી)માં 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી 49 ટકા વધું હતો.

પોલિશ્ડ ડાયમંડ માર્કેટમાં “વ્યાપક નરમાઈ” હોવા છતાં, Ekati ડાયમંડ માઇને મજબૂત ખરીદદાર રસ અને ઊંચા વેચાણ દરો ઉત્પન્ન કરવાનું ચાલુ રાખ્યું.

Ekati ડાયમંડ દુબઈમાં ઉચ્ચ-મૂલ્યના ફૅન્સી હીરાની શરૂઆત કરશે, જેમાં 23.15 કેરેટનો તીવ્ર ફૅન્સી યલો ડાયમંડ દર્શાવવામાં આવશે જે જાન્યુઆરી Ekati માંથી પ્રાપ્ત થયો હતો.

બર્ગન્ડીના CEO કિમ ટ્રુટરે જણાવ્યું હતું કે, અમે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં અમારા માઇન્સ ઉદ્દેશ્યો, ઓપરેશનલ ઑપ્ટિમાઇઝેશન અને માઇનની લાઈફ લંબાવવાનો સમાવેશ થાય છે અને હું માનું છું કે અમે આ “પહેલેથી જ પૂર્ણ” કર્યું છે.

જેમ જેમ હીરા બજાર સતત મજબૂત થઈ રહ્યું છે, અમે સ્પષ્ટપણે લાભ માટે સ્થિત છીએ. બર્ગન્ડી શેરહોલ્ડર બનવા માટે તે એક આકર્ષક સમય હશે.

બર્ગન્ડીએ આર્કટિક કેનેડિયન ડાયમંડ કંપની પાસેથી નોર્થવેસ્ટ ટેરિટરીઝમાં આર્ક્ટિક સર્કલની દક્ષિણે 125 માઇલ દૂર માઇન ખરીદી હતી, જેણે ફેબ્રુઆરી 2021માં ડોમિનિયન ડાયમંડ્સે નાદારી નોંધાવ્યા પછી તેને હસ્તગત કરી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant