મજબૂત માંગને કારણે Ekati રફ ડાયમંડના વેચાણમાં વધારો

31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં કેનેડિયન ખાણમાંથી વેચાણ વાર્ષિક ધોરણે 37 ટકા વધીને 166 મિલિયન ડોલર થયું છે.

Ekati rough diamond sales increase due to strong demand
હેડીંગ - મજબૂત માંગને કારણે Ekati રફ ડાયમંડના વેચાણમાં વધારો
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

Burgundy Diamond Minesના માલિકે જણાવ્યું છે કે, ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન ગૂડ્ઝની મજબૂતાઈને કારણે Ekati ડિપોઝિટમાંથી રફ ઉત્પાદનની આવકમાં વધારો થયો છે.

Burgundy Diamond Minesએ તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં કેનેડિયન ખાણમાંથી વેચાણ વાર્ષિક ધોરણે 37 ટકા વધીને 166 મિલિયન ડોલર થયું છે. વેચાણનું પ્રમાણ 41 ટકા વધીને 1.8 મિલિયન કેરેટ થયું, જે એક વર્ષ અગાઉ 1.3 મિલિયન કેરેટ હતું, જે સરેરાશ કિંમત 2 ટકા ઘટીને 93 ડોલર પ્રતિ કેરેટ થઇ હતી.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળામાં ઉત્પાદન 19 ટકા વધીને 1.2 મિલિયન કેરેટ થયું છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન, Burgundy Diamond Minesએ ચાર હરાજી યોજી હતી, જેમાં એક સ્પેશિયલ સ્ટોન્સનો સમાવેશ થાય છે. માઇનરે હરાજી દરમિયાન તેમની ઉપલબ્ધ તમામ ચીજવસ્તુઓ વેંચી દીધી હતી.

Burgundy Diamond Minesના CEO Kim Truters જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન અમારી ચાર હરાજીઓમાંની દરેક ગ્રાહકની નોંધપાત્ર માંગને કારણે ઓવર સબ્સ્ક્રાઇબ થઈ હતી. આનાથી અમને આગામી વિન્ટર-રોડ રિ-સપ્લાય માટે નાણાં પૂરાં પાડવા માટે અને Ekati ખાતે માઇનની લાઇફ લંબાવવા માટે મહત્વપૂર્ણ કાર્ય પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે તંદુરસ્ત રોકડ સંતુલન સાથે મજબૂત સ્થિતિમાં મૂક્યા છે.

Burgundy Diamond Mines હાલમાં Ekati ખાતેની બે સાઇટ્સમાંથી Ore મેળવી રહી છે, એક સેબલ ખાતે ઓપન-પીટ ઓપરેશનમાંથી અને મિસરી ખાતે અંડરગ્રાઉન્ડ ઓપરેશનમાંથી.

તે સેબલ ભૂગર્ભ વિસ્તરણ અને પોઇન્ટ લેક વિસ્તારને અનુકૂળ કરવા પર પણ કામ કરી રહ્યું છે.

Burgundy Diamond Mines માર્ચમાં 136 મિલિયન ડોલરમાં આર્ક્ટિક કેનેડિયન ડાયમંડ કંપની પાસેથી Ekati ખરીદી હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant