સુરત-દુબઈની ફ્લાઇટની ટિકિટ સસ્તી થતાં હીરાવાળાઓને ફાયદો

ઇન્ડિગો 23 ફેબ્રુઆરીથી સુરત-દુબઇ-સુરત રૂટ પર સપ્તાહમાં 3 દિવસની ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે : સોમવાર, ગુરુવાર અને શનિવારે સુરત થી દુબઈ જશે.

Surat-Dubai flight tickets become cheaper, benefiting diamond traders
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન પ્રસંગે તા. 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્તરના ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું અને આ સાથે વહેલી તકે સુરતથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવાની ઘોષણા કરી હતી. તેના અનુસંધાને ઈન્ડિગો બાદ હવે ટાટા ગ્રુપની એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સે ફેબ્રુઆરીથી સુરત-દુબઈ ફ્લાઇટ શરૂ કરી રહી છે.

નવાઈની વાત એ છે કે પહેલાં સુરતથી ડોમેસ્ટીક ફ્લાઇટની ટિકીટના દર પણ ખૂબ ઊંચા રહેતા હતા પરંતુ હવે બે એરલાઈન્સ દ્વારા દુબઈની ફ્લાઇટ શરૂ કરાતા સ્પર્ધા વધી છે અને તેના પગલે હવે પેસેન્જરોને વધુ સસ્તી ટિકિટ મળી રહી છે.

ચોક્કસપણે સસ્તાં દરની ટિકિટનો લાભ સુરતના શહેરીજનોને મળશે. સુરતના હીરાવાળા સસ્તી ટિકિટનો મહત્તમ લાભ લઈ શકશે. એન્ટવર્પ બાદ દુબઈ વિશ્વનું મોટું ટ્રેડિંગ હબ હોય સુરતના હીરાવાળાઓને અવારનવાર દુબઈ જવાની જરૂર પડતી હોય છે. સસ્તી ટિકિટનો મહત્તમ લાભ સુરતના હીરાના વેપારીઓ ઉઠાવી શકશે.

સુરત : ઇન્ડિગો એરલાઇન્સ 23 ફેબ્રુઆરીથી સુરત-દુબઈ-સુરત ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. ઇન્ડિગોએ દુબઈ-સુરત ટિકિટનું બુકિંગ માત્ર 7,900 રૂપિયાથી શરૂ કરતાં ટાટા ગ્રુપના એર ઇન્ડિયા એક્સપ્રેસે સ્થિતિ પારખી જઈ 12,000 થી 14,000 રૂપિયાની દુબઈ-સુરત ટિકિટનો દર 7,698 કરી દઈ ઇન્ડિગો સાથે પ્રાઈસ વોરમાં ટક્કર આપવાનું નક્કી કર્યું છે. ઇન્ડિગોએ સુરત થી દુબઇની ફ્લાઇટ માટે 11,517 થી 11,557 રૂપિયામાં ટિકિટ બુકિંગ શરૂ કર્યું છે. જે એર ઇન્ડિયા એક્સપ્રેસની ટિકિટ કરતાં 500 થી 700 રૂપિયા સસ્તી ટિકિટ છે.

ઇન્ડિગોએ દુબઈ થી સુરત માટે માત્ર 7,900 રૂપિયામાં બુકિંગ શરૂ કરતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દુબઈથી સુરત ટિકિટના દર ઘટાડવાની ફરજ પડી છે. ઈન્ડિગોની 7,900 રૂપિયાની ટિકિટ સામે એર ઇન્ડિયા એક્સપ્રેસે 7,698 રૂપિયામાં 23 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ કરી ઇન્ડિગોને સ્પર્ધા આપવાનું વલણ અખત્યાર કર્યું છે.

એવીએશન સેક્ટરના જાણકારો કહે છે કે, બે એરલાઇન્સની હરીફાઈનો લાભ પેસેન્જરોને મળશે. પેસેન્જરને સસ્તી ટિકિટ મળશે. સુરત થી દુબઈ વેપાર માટે અવરજવર કરતા પેસેન્જર ટિકિટ સસ્તી મળશે તો ટ્રાવેલિંગ સંખ્યા વધારશે.

વર્ષ-2023માં એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત થી શારજાહની ફ્લાઇટને બમ્પર પ્રતિસાદ મળ્યો હતો. ડિસેમ્બરમાં સુરત થી દુબઈ અને દુબઈ થી સુરતનાં 2 ફેરા મળી 2023માં શારજાહ-દુબઇ માટે સુરતથી 56,822 પેસેન્જર મળતાં ઇન્ડિગો એરલાઇન્સ 23 ફેબ્રુઆરીથી સુરત-દુબઇ-સુરત રૂટ પર સપ્તાહમાં 3 દિવસની ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે.

23 ફેબ્રુઆરીથી વીકમાં ત્રણ દિવસ સોમવાર, ગુરુવાર અને શનિવારે સુરત થી દુબઈ જશે. સુરતથી ભારતીય સમય મુજબ રાતે 12:35 કલાકે ઊપડી 2:25 કલાકે દુબઈ પહોંચશે. દુબઈથી આ ફ્લાઇટ 17:15 કલાકે ઊપડી, સુરત રાતે 21:30 આવી પહોંચશે.

ઇન્ડિગોએ આજે લોઅર રેટમાં બુકિંગ ઓપન કરતાં ટાટા ગ્રુપની એર ઇન્ડિયા એક્સપ્રેસને પણ ટિકિટનો દર બદલવો પડ્યો છે. ભૂતકાળમાં ડોમેસ્ટિક એર ઓપરેશનમાં સુરત એરપોર્ટ પર જે રીતે ઇન્ડિગોએ સ્પાઈસ જેટને હંફાવી એર ઓપરેશન બંધ કરવા મજબૂર કર્યું હતું એવું દુબઈ-સુરતના ઇન્ટરનેશનલ રૂટ પર કરવા જતાં ટાટા ગ્રુપની એર ઇન્ડિયા એક્સપ્રેસે વળતો ઉત્તર આપ્યો છે. આખરે ટિકિટ ભાડાની આ લડાઈનો લાભ પેસેન્જરને મળશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant