યુએસના બજારમાં ઈ-કોમર્સ ઇન્ડસ્ટ્રીએ વેચાણના નવા રેકોર્ડ બનાવ્યા

નવેમ્બર થી ડિસેમ્બર સમયગાળા દરમિયાન કુલ ઓનલાઈન વેચાણ 4.9% વધીને 222.1 બિલિયન ડોલર થયું હતું. તે આંકડો ગયા વર્ષના 3.5%ના વધારા કરતાં વધુ છે.

E-commerce industry set new sales records in the US market
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વર્ષ 2023ની હોલિડે સિઝનમાં યુએસના બજારોમાં ઈ-કોમર્સનું પ્રભુત્વ રહ્યું હતું. ઈ-કોમર્સ ઇન્ડસ્ટ્રીએ તહેવારોની સિઝનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. એડોબ એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર આ વખતે તહેવારોની સિઝનમાં ખરીદદારો ઈ-કોમર્સ સેક્ટરના ભારે ડિસ્કાઉન્ટથી આકર્ષાયા હતા.

એડોબ એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર યુએસના બજારોમાં ઈ-કોમર્સે સેગમેન્ટમાં નવેમ્બર થી ડિસેમ્બર સમયગાળા દરમિયાન કુલ ઓનલાઈન વેચાણ 4.9% વધીને 222.1 બિલિયન ડોલર થયું હતું. તે આંકડો ગયા વર્ષના 3.5%ના વધારા કરતાં વધુ છે અને ઑક્ટોબરમાં 4.8% વધીને 221.8 બિલિયન ડોલરની આગાહી કરતાં થોડો વધારે છે.

એડોબ ડિજીટલ ઈનસાઈટ્સના મુખ્ય એક્સપર્ટ વિવેક પંડ્યાએ જણાવ્યું હતું કે, અનિશ્ચિત માંગના વાતાવરણમાં રિટેલર્સ આ તહેવારોની મોસમમાં દુકાનદારોને લલચાવવા માટે ભારે ડિસ્કાઉન્ટ અને ફ્લેક્સિબલ પેમેન્ટ સિસ્ટમ પર ભાર મુક્યો હતો. તેઓની આ સ્ટ્રેટજી અસરકારક રહી હતી. સાયબર સોમવાર અને બ્લેક ફ્રાઈડે જેવા મોટા સેલના દિવસો દરમિયાન ઓનલાઈન શોપિંગે નવા રેકોર્ડ બનાવ્યા હતા. આ સિઝનના 11 મોટા સેલના દિવસોમાં દૈનિક ખર્ચમાં 4 બિલિયન ડોલરને વટાવી ગયો હતો.

કન્ઝ્યુમર્સે નવેમ્બરમાં કુલ 123.5 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો, જે વાર્ષિક ધોરણે 6% વધારે છે, જ્યારે ડિસેમ્બરમાં, ઓનલાઈન વેચાણ 3.7% વધીને 98.6 બિલિયન ડોલર થઈ ગયું છે. તહેવારોની સમગ્ર મોસમ દરમિયાન ઓનલાઈન ખર્ચવામાં આવેલા 222.1 બિલિયન ડોલરમાંથી 65% પાંચ કેટેગરી દ્વારા સંચાલિત હતા. ઈલેક્ટ્રોનિક્સમાં 50.8 બિલિયન ડોલર, વસ્ત્રો 41.5 બિલિયન ડોલર પર, ફર્નિચરમાં 27.3 બિલિયન ડોલર, કરિયાણામાં 19.1 બિલિયન ડોલર અને રમકડાંમાં 7.7 બિલિયન ડોલર કમાય છે. એડોબે નોંધ્યું હતું કે તે સૌથી મજબૂત ડિસ્કાઉન્ટ સાથેની કેટેગરી પણ હતી.

પહેલીવાર મોબાઇલ શોપિંગ ડેસ્કટોપથી આગળ નીકળી ગયું હતું. કુલ ઓનલાઈન વેચાણના 51% પર કબજો મેળવ્યો હતો, જે 2022માં 47% હતો. નાતાલના દિવસે મોબાઈલ ફોન દ્વારા ખરીદીઓ સૌથી વધુ હતી. કારણ કે ગ્રાહકોએ અંતિમ સોદાનો લાભ લીધો હતો અને ગિફ્ટ કાર્ડ રિડીમ કર્યા હતા. હવે ખરીદો પછી પેમેન્ટ કરો એનો વધતો જતો ટ્રેન્ડ પણ હતો, જેમાં તે ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 14% વધીને 16.6 બિલિયન ડોલર થયો હતો, જે સર્વકાલીન ઉચ્ચતમ છે, એડોબે ઉમેર્યું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant