ટુરીઝમ વધવાને કારણે હોંગકોંગના લક્ઝરી વેચાણમાં વધારો થયો

જ્વેલરી, ઘડિયાળો, ક્લોક અને મૂલ્યવાન ભેટોમાંથી આવક વાર્ષિક ધોરણે 57 ટકા વધીને 5.17 બિલિયન હોંગકોંગ ડોલર (660.6 મિલિયન US ડોલર) થઈ છે.

Hong Kong's luxury sales increased due to increased tourism
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

મ્યુનિસીપાલિટીમાં પર્યટનમાં સતત વૃદ્ધિ અને જોબ માર્કેટમાં સુધારણા વચ્ચે હોંગકોંગમાં ઓગસ્ટ મહિનામા રિટેલ સેલ્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.

ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા સરકારના સેન્સસ અને સ્ટેટિસ્ટિક્સ વિભાગના ડેટા અનુસાર જ્વેલરી, ઘડિયાળો, ક્લોક અને મૂલ્યવાન ભેટોમાંથી આવક વાર્ષિક ધોરણે 57 ટકા વધીને 5.17 બિલિયન હોંગકોંગ ડોલર (660.6 મિલિયન US ડોલર) થઈ છે. તમામ પ્રોડક્ટ કેટેગરીમાં છૂટક વેચાણ 14 ટકાવધીને  32.44 બિલિયન હોંગકોગ ડોલર (4.14 બિલિયન US ડોલર) થયું છે.

આ વધારો એક વર્ષ અગાઉના સમાન સમયગાળા સાથેની સાનુકૂળ સરખામણીને પણ પ્રતિબિંબિત કરે છે, જ્યારે હોંગકોંગ હજુ પણ કડક COVID-19 પ્રતિબંધો હેઠળ હતું. , તે સમયે, નગરપાલિકામાં પ્રવાસન અસાધારણ રીતે ઓછું હતું. હોંગકોંગની લક્ઝરી આવકનો મોટો હિસ્સો ટુરીઝમમાંથી આવે છે,ખાસ કરીને ચીનથી, જેઓ અહીં સામાન ખરીદવા માટે ટ્રાવેલ કરે છે. વર્ષની શરૂઆતમાં હોંગકોંગની મેઇનલેન્ડ સાથેની સરહદ ફરીથી ખોલવામાં આવી હતી.

પ્રથમ આઠ મહિનામાં ઘરેણાં, ઘડિયાળો, કલોક્સ અને મૂલ્યવાન ભેટોમાંથી આવક 63 ટકા વધીને  40.58 બિલિયન હોંગકોંગ (5.18 બિલિયન ડોલર) થઈ છે. આ સમયગાળામાં કુલ છૂટક વેચાણ 19 ટકા વધીને 270.52 બિલિયન હોંગકોંગ ડોલર (34.55 બિલિયન US ડોલર) થયું.

ઓગસ્ટમાં, હોંગકોંગમાં 4.1 મિલિયન એટલે કે 41 લાખ પ્રવાસીઓનું આગમન થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 59,610 પ્રવાસી જ આવ્યા હતા. ઓગસ્ટમાં મ્યુનિસિપાલિટીના પ્રવાસીઓમાંથી, 3.4 મિલિયન મેઇનલેન્ડના હતા, જે 2022માં 48,269 હતા.

સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટુરિસ્ટોના આગમનમાં વધુ વધારાને કારણે ઓગસ્ટમાં કુલ છૂટક વેચાણના મૂલ્યમાં વાર્ષિક ધોરણે વધારો નોંધાયો હતો. “નજીકના ગાળામાં ઇનબાઉન્ડ ટુરિઝમમાં ચાલી રહેલી રિકવરીથી રિટેલ સેક્ટરને ફાયદો થતો રહેશે.”

લેબર માર્કેટની સ્થિતિમાં સુધારણા અને ‘નાઈટ વાઈબ્સ હોંગ કોંગ’ ઝુંબેશ વચ્ચે હકારાત્મક ગ્રાહક સેન્ટિમેન્ટ, જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને વપરાશની ઓફરો છે, તેને પણ સમર્થન આપવું જોઈએ.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant