JCPenney ના લેબગ્રોન ડાયમંડ વેચાણમાં 50 ટકાનો વધારો

હીરાના વિકલ્પ તરીકે લેબગ્રોન ડાયમંડની ઓફર કરીને અમે અમારા ગ્રાહકને ઓછી છૂટક કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા હીરાની ઓફર કરી શકીએ છીએ.

JCPenneys lab grown diamond sales up 50 percent
ફોટો : લેબગ્રોન ડાયમંડની વીંટી. (સૌજન્ય: JCPenney)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકન ડિપાર્ટમેન્ટ સ્ટોર JCPenney એ કહ્યું કે, ગયા વર્ષે કંપનીના લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના વેચાણમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

“ethically-minded shoppers”ને ધ્યાનમાં રાખીને તેના બ્રાઇડલ ગ્રોન વિથ લવ કલેક્શનના 2018ની શરૂઆત સાથે, તે લેબગ્રોન ડાયમંડ સ્વીકારનારા પ્રથમ મોટા રિટેલર્સમાંના એક હતા.

ફાઇન જ્વેલરીના વડા, પામ મોર્ટેનસેને જણાવ્યું હતું કે, બ્રાઇડલને કારણે લેબગ્રોન ડાયમંડના વેચાણમાં વધારો થઇ રહ્યો છે. તેણીએ કહ્યું કે, તમે ડાયમંડમાં 4C વિશે સાંભળ્યું હશે, Cut, Clarity, Carat, Colour.

તેથી, JCPenney ખાતે, અમે તે પાંચમો ‘C’ ઉમેર્યો છે, જે Choice છે. અમને લાગે છે કે ખાણકામ કરેલા હીરાના વિકલ્પ તરીકે લેબગ્રોન ડાયમંડની ઓફર કરીને અમે અમારા ગ્રાહકને ઓછી છૂટક કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા હીરાની ઓફર કરી શકીએ છીએ.

ગ્રોન વિથ લવ એ બ્રાઈડલ જ્વેલરીનું કલેક્શન છે જેમાં સોલિટેર અને હેલો એન્ગેજમેન્ટ રિંગ્સ, વેડિંગ બેન્ડ્સ અને બ્રાઈડલ સેટનો સમાવેશ થાય છે જેની કિંમત 500 ડોલર થી 10,000 ડોલર છે.

JCPenneyએ 2022માં 334 મિલિયન ડોલર જ્વેલરીનું વેચાણ કર્યું હતું, નેશનલ જ્વેલર અનુસાર, તેને ઉત્તર અમેરિકામાં 21મા સૌથી મોટા જ્વેલરી રિટેલર તરીકે ક્રમાંકિત કર્યો હતો.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant