FCRF to Introduce Printed Edition of Rarity Report
ફોટો: ધ રેરિટી રિપોર્ટ. (સૌજન્ય: ફેન્સી કલર રિસર્ચ ફાઉન્ડેશન)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ફેન્સી કલર રિસર્ચ ફાઉન્ડેશન (FCRF) એ જાહેરાત કરી છે કે હવે તેનો પ્રસિદ્ધ રેરિટી રિપોર્ટ પ્રિન્ટ આવૃત્તિમાં પણ ઉપલબ્ધ થશે. આ રિપોર્ટ ગુલાબી, વાદળી, પીળા સહિતના ફેન્સી રંગીન હીરાઓની વૈશ્વિક બજારમાં ઉપલબ્ધતા કેટલી દુર્લભ છે તે દર્શાવે છે.

અત્યાર સુધી આ રિપોર્ટ ફક્ત ડિજિટલ સ્વરૂપે જ FCRFના સભ્યો માટે ઉપલબ્ધ હતો. હવે જ્વેલર્સ, ડીલર્સ, કલેક્શનર્સ અને ખરીદદારો માટે પ્રિન્ટ આવૃત્તિ ખરીદવા માટે ઉપલબ્ધ થશે.

આ રિપોર્ટ સામાન્ય ગ્રેડિંગ રિપોર્ટથી અલગ છે. તેમાં હીરાના એક-એક પથ્થરને સીધો આંકવામાં આવતો નથી, પરંતુ મોટા પાયે ઉત્પાદનના આંકડા, આવર્તન ચાર્ટ્સ અને દુર્લભતા વિશ્લેષણના આધારે માહિતી આપવામાં આવે છે.

FCRFનો હેતુ છે કે આ પ્રિન્ટ આવૃત્તિથી હીરાના દસ્તાવેજીકરણમાં પારદર્શિતા વધે, ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત બને અને વેપારમાં શૈક્ષણિક મૂલ્ય ઉમેરાય. પ્રિન્ટ આવૃત્તિના ભાવ અંગેની માહિતી હજી જાહેર કરવામાં આવી નથી.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant