rough diamonds De Beers completed at Surat International Diatrade Centre
(સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

હીરા ઉદ્યોગમાં સુરતની ઓળખને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈએ લઈ જતી એક મહત્ત્વપૂર્ણ ઘટનામાં, ‘ડી બીયર્સ ગ્રુપ’ દ્વારા સુરત ડાયમંડ બુર્સ પરિસરમાં નવનિર્મિત ‘સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર’ ખાતે પોતાનું સૌપ્રથમ પાયલોટ રફ ડાયમંડ શિપમેન્ટ હાથ ધરવામાં આવ્યું છે. સુરતને આંતરરાષ્ટ્રીય ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

ગત 19 નવેમ્બર, 2026ના રોજ SIDCની નવનિર્મિત અને અત્યાધુનિક સુવિધા ખાતે આ પાયલોટ શિપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ અવસરે SIDCના ચેરમેન અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ગુજરાત રિજનલ ચેરમેન જયંતી સાવલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, SIDC એ GJEPCની પેટા કંપની છે, જેની સ્થાપના સુરતમાં રફ ડાયમંડ ટ્રેડિંગ માટેનું આધુનિક માળખું વિકસાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.

આ પાયલોટ શિપમેન્ટ સાથે જ હીરાના મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ ઉપરાંત હવે આંતરરાષ્ટ્રીય રફ ડાયમંડ ટ્રેડિંગ ક્ષેત્રે પણ સુરતની ભૂમિકા વિસ્તારવાના પ્રયાસોનો શુભારંભ થયો છે.

આ પહેલથી સુરતમાં વિશ્વસ્તરીય ટ્રેડિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ થશે અને વૈશ્વિક ડાયમંડ વેલ્યુ ચેઇનમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનશે. ખાસ કરીને, ભારતીય હીરા ઉત્પાદકો અને સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો માટે રફ હીરાની ઉપલબ્ધતામાં મોટો સુધારો થવાની અપેક્ષા છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant