DIAMOND CITY NEWS, SURAT
જુલાઈ મહિનામાં હોંગકોંગમાં લક્ઝરી સામાનના વેચાણમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા પ્રવાસન વધારવા અને ખરીદદારોને આકર્ષવા માટે યોજાયેલા પ્રચાર કાર્યક્રમોની આ સકારાત્મક અસર માનવામાં આવે છે.
સરકારી આંકડા મુજબ, જ્વેલરી, ઘડિયાળ, ઘડિયાળના ઉપકરણો અને કિંમતી ગિફ્ટના વેચાણમાં 9% નો ઉછાળો આવ્યો છે, જે HKD 4.1 અબજ ($525.8 મિલિયન) સુધી પહોંચ્યો છે. જૂનમાં 7% નો વધારો નોંધાયો હતો, જ્યારે તે પહેલા ઘણા મહિના સુધી વેચાણમાં ઘટાડો નોંધાયો હતો.
કૂલ રિટેલ વેચાણમાં જુલાઈમાં 1.8% નો વધારો થયો છે, જે HKD 29.69 અબજ ($3.81 બિલિયન) સુધી પહોંચ્યો છે. સોનાના ભાવમાં થયેલા વધારાના કારણે સોનાના દાગીનાંના વેચાણમાંથી નફામાં વધારો નોંધાયો છે. સાથે સાથે હીરા જડિત દાગીનાંના વેચાણમાં પણ થોડો સુધારો થયો છે.
જોકે જુલાઈમાં વૃદ્ધિ જોવા મળી હતી, જાન્યુઆરીથી જુલાઈ સુધીના પ્રથમ સાત મહિનામાં લક્ઝરી સામાનના વેચાણમાં કૂલ 4.3% નો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કૂલ રિટેલ વેચાણ 2.6% ઘટીને HKD 214.84 અબજ ($27.56 બિલિયન) રહ્યું.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, “જુલાઈમાં રિટેલ વેચાણ સ્થિરતા તરફ વધતું રહ્યું છે. આવતા સમયમાં સ્થાનિક ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત રહેવાની શક્યતા છે અને પ્રવાસન તથા મેગા ઇવેન્ટ્સને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયત્નો રિટેલ ક્ષેત્રને ફાયદો પહોંચાડશે.”
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















