DIAMOND CITY NEWS, SURAT
ન્યૂયોર્ક સ્થિત જાણીતા ડાયમંડ એનાલિસ્ટ પોલ ઝિમનિસ્કીના તાજેતરના વિશ્લેષણ મુજબ, વિશ્વભરમાં કુદરતી હીરાની ખાણોની ઘટતી સંખ્યા અને ઉત્પાદનમાં આવી રહેલા ઘટાડાને કારણે 3 કેરેટથી મોટા કુદરતી હીરા અત્યંત દુર્લભ બની રહ્યા છે. હીરાના વિશિષ્ટ મૂલ્ય તરીકે તેમની ‘દુર્લભતા’ હવે વધુ મજબૂત બનીને ઉભરી રહી છે.
વર્ષ 2017થી જ વૈશ્વિક કુદરતી હીરાના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ આ વર્ષે આ ટ્રેન્ડ વધુ ઝડપી બન્યો છે. હીરાની ઘટેલી કિંમતો અને સતત વધતા ઓપરેટિંગ ખર્ચના કારણે વિશ્વસ્તરની ઓછામાં ઓછી પાંચ મોટી ખાણોએ કાં તો ઉત્પાદન સ્થગિત કરી દીધું છે અથવા તો તેને કાયમ માટે બંધ કરી દીધી છે.
પોલ ઝિમનિસ્કીના ડેટા અનુસાર, વર્ષ 2026માં વૈશ્વિક કુદરતી હીરાનું ઉત્પાદન વધુ 10% ઘટીને 90 મિલિયન (9 કરોડ) કેરેટ આસપાસ પહોંચવાનો અંદાજ છે, જે 1980ના દાયકા પછીનું સૌથી નીચું સ્તર છે.
નાની અને મધ્યમ સાઈઝના હીરાના ભાવમાં થયેલા ઘટાડાને કારણે માઈનિંગ કંપનીઓની સરેરાશ આવક ઘટી છે, પણ તેની સીધી અસર કુલ ‘રન-ઓફ-માઈન’ ઉત્પાદન પર પડી છે, જેનાથી ઊંચી માંગ ધરાવતા પ્રીમિયમ હીરાની સપ્લાય પણ ઘટી ગઈ છે.
વિશેષરૂપે, છેલ્લા 18 મહિનામાં સૌથી વધુ માંગ ધરાવતા ફેન્સી શેપ્સમાં પોલિશ થતા 3-કેરેટ પ્લસ રફ હીરાની સપ્લાયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલના સમયે યોગ્ય રીતે મેન્યુફેક્ચર થયેલા 2 થી 4 કેરેટના આ ફેન્સી આકારો મેળવવા મુશ્કેલ બન્યા છે અને કેટલીક જગ્યાએ તો આ કેટેગરી સંપૂર્ણપણે સોલ્ડ આઉટ થઈ ગઈ છે.
મોટા હીરાની ઉપલબ્ધતાના આંકડાકીય વિશ્લેષણ મુજબ, મહામારી (Pre-pandemic) પહેલાં ઓછામાં ઓછા 3-કેરેટ પોલિશ હીરા બની શકે તેવા રફ હીરાની સપ્લાય 1.4 મિલિયન કેરેટ હતી, જેમાંથી લગભગ 0.6 મિલિયન કેરેટ પોલિશ હીરા અથવા આશરે 1,75,000 નંગ હીરા તૈયાર થતા હતા.
જ્યારે આ વર્ષે આ સપ્લાય ઘટીને 1,10,000 નંગથી પણ ઓછી રહેવાનો અંદાજ છે. સરખામણી માટે, વૈશ્વિક સ્તરે વાર્ષિક 10 લાખથી વધુ રોલેક્સ ઘડિયાળો અને અંદાજે 40,000 એર્મેસ બર્કિન બેગ વેચાય છે. (જોકે આ કંપનીઓ સત્તાવાર આંકડા જાહેર કરતી નથી, પરંતુ આ સરખામણી દર્શાવે છે કે મોટા કુદરતી હીરા હવે કેટલા દુર્લભ બની ગયા છે).
સેલિબ્રિટીઓ હજુ પણ કુદરતી હીરાને જ પસંદ કરી રહ્યા છે અને ગ્રાહકોમાં 3ct+ તથા ફેન્સી શેપ્સની માંગ વધારી રહ્યા છે. પરંતુ, માઈનિંગ કંપનીઓ માત્ર પ્રીમિયમ અથવા હાઈ-ક્વોલિટી હીરા વેચીને જીવંત રહી શકે નહીં; તેમણે આખી પ્રોડક્ટ રેન્જ વેચવી જરૂરી છે.
પોલ ઝિમનિસ્કી લાંબા સમયથી ભારપૂર્વક જણાવે છે કે, સમગ્ર ટ્રેડે એકત્રિત થઈને કુદરતી અને લેબ-ગ્રોન ડાયમંડ વચ્ચે માર્કેટિંગ અને મર્ચેન્ડાઇઝિંગનું સ્પષ્ટ વિભાજન કરવું પડશે.
આ માટે તેમણે કેટલાંક મહત્વના સૂચનો આપ્યા છે :
- વિઝ્યુઅલ આઇડેન્ટિફિકેશન : કુદરતી હીરા માટે ખાસ લક્ઝરી ‘માર્ક’ અથવા આગવી પેટન્ટ કટ ઓળખ તરીકે રજૂ કરવી.
- અલગ ડિસ્પ્લે અને પેકેજિંગ : જ્વેલરી શોરૂમમાં માત્ર કુદરતી હીરા માટે જ અલગ કેસ ડિસ્પ્લે, સ્પેશિયલ બોક્સ અને શોપિંગ બેગ્સ અનામત રાખવી.
- જેમ લેબ્સની પદ્ધતિ : ફેક્ટરી/મશીનમાં બનતા LGD હીરાના ટેકનિકલ રિપોર્ટિંગ માટે જેમ લેબોરેટરીઓએ કુદરતી હીરા કરતા સાવ અલગ પદ્ધતિ અપનાવવી જોઈએ.
- ઓથોરાઇઝ્ડ રેકોગ્નિશન : ઈન્ડસ્ટ્રીએ માત્ર એવા જ રીટેલર્સને કુદરતી હીરાનું સપ્લાય લિમિટેડ કરવું જોઈએ જેઓ કુદરતી હીરાના મૂલ્યોમાં સાચે જ વિશ્વાસ ધરાવે છે, જેનાથી એક ‘ઓથોરાઇઝ્ડ નેચરલ ડાયમંડ રીટેલર’ પ્રોગ્રામ ઊભો થઈ શકે.
કુદરતી હીરાની વર્તમાન લિમિટેડ સપ્લાય આ ખ્યાલને વધુ મજબૂત બનાવે છે. હીરા માત્ર દેખાવમાં સુંદર છે એટલે નહીં, પણ તે દુર્લભ અને મૂલ્યવાન છે એટલા માટે જ ખાસ છે. છેલ્લા પાંચ વર્ષમાં હીરા ઉદ્યોગનો એક વર્ગ આ બાબત ભૂલી ગયો હોય તેમ લાગે છે.
અનાદિ કાળથી મનુષ્ય દુર્લભ રત્નો અને કિંમતી ધાતુઓ તરફ આકર્ષાયેલો રહ્યો છે અને તે આકર્ષણ આજે પણ કાયમ છે. ટ્રેડ માટે સવાલ એ છે કે તેણે ટૂંકા ગાળાના નફાકારક અને સરળતાથી વેચાતા LGDના પ્રલોભન સામે પોતાની પ્રોડક્ટનું પોઝિશનિંગ કેવી રીતે કર્યું છે. લાંબા ગાળે આ સ્થિતિ ડાયમંડ માઇનર્સ કે સમગ્ર ફાઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ટકી શકે તેવી નથી.
Paul Zimnisky, CFA is an independent diamond industry analyst and consultant based in the New York metro area. For regular in-depth analysis and forecasts of the diamond industry please consider subscribing to his State of the Diamond Market, a leading monthly industry report; an index of previous editions can be found here. Also, listen to the Paul Zimnisky Diamond Analytics Podcast on Spotify or Apple Podcasts for exclusive full-length conversations with special guests from the gem and jewelry industry. Paul is a graduate of the University of Maryland’s Robert H. Smith School of Business with a B.S. in finance and he is a CFA charterholder. He can be followed on X @paulzimnisky and on YouTube @paulzimnisky. Disclosure: At the time of writing Paul Zimnisky held a long equity position in Brilliant Earth Group.
Paul will be speaking at the Atlanta Jewelry Show at the Cobb Convention Center in Atlanta, Georgia on August 21, 2026.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube























