Exclusive interview with interview with satish patel producer of gujarati film vishwaguru diamond city 431-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

Exclusive interview with interview with satish patel producer of gujarati film vishwaguru diamond city 431-2

તાજેતરમાં સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુ રિલિઝ થઇ અને તેનો પ્રિમિયર શો સુરતમાં યોજાયો હતો. આ ફિલ્મને પદ્મશ્રી સવજી ધોળકીયા, પદ્મશ્રી મથુર સવાણી સહિતના અગ્રણીઓએ નિહાળી અને ફિલ્મની ભારોભાર પ્રશંસા કરી.

પ્રશંસા એટલા માટે કરી કે એક નવા જ વિષય વસ્તુ અને રાષ્ટ્રપ્રેમના મેસેજ સાથે આ ફિલ્મ બની છે. આ ફિલ્મને પહેલીવાર સુરતના ખેડૂત સતિષ પટેલે પ્રોડ્યુસ કરી છે. વિશ્વગુરુ ફિલ્મને કારણે સતિષ પટેલ ચર્ચામાં આવ્યા છે.

ડાયમંડ સિટીની વ્યક્તિ વિશેષ કોલમમાં આ વખતે સતિષ પટેલ વિશે વાત કરીશું.

ગુજરાતી સિનેમાના વિસ્તરતા ક્ષિતિજમાં એક નામ જે તાજેતરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે તે છે સતિષ પટેલ. તેઓ ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ના પ્રોડ્યુસર છે, જે 1 ઓગસ્ટ 2025ના રોજ રિલિઝ થઈ અને દર્શકોમાં રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિકતાની ભાવના જગાવી છે. આ ફિલ્મ માત્ર એક મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ ભારતને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવાની પ્રેરણા આપે છે.

પરંતુ સતિષ પટેલની વાર્તા માત્ર ફિલ્મ પ્રોડક્શન સુધી સીમિત નથી; તેમનું જીવન એક પ્રેરણાદાયી સફર છે જેમાં યુવાનીની મોજમજા, વ્યસનનો અંધકાર, આધ્યાત્મિક જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સમાવિષ્ટ છે. આ આર્ટિકલમાં અમે તેમની જીવનગાથા પર પ્રકાશ પાડીશું,

સતિષ પટેલનો જન્મ સુરતના પાલ વિસ્તારમાં 25 મે 1973માં પટેલ પરિવારમાં થયો હતો. તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા અને પરિવારનો એ જમાનામાં દૂધનો બિઝનેસ હતો. તેમના પિતા લોકોના ઘરે ઘરે જઇને દૂધ આપતા અને માતા ગૃહિણી હતી.

પટેલ 1 થી 7 ધોરણ પાલ વિસ્તારની શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા, 8 થી 10 અડાજણની દાળિયા સ્કૂલમાં ભણ્યા અને 11 અને 12 તેઓ વડોદરામાં હોસ્ટેલમાં રહીને ભણ્યા. કોલેજનું પગથિયું તો ચઢ્યા, પરંતુ પહેલા જ વર્ષમાં ફેઈલ થઇ ગયા એટલે ભણવાનું છોડી દીધું.

તે વખતે તેમના પરિવારનો દૂધની સાથે ટેક્સટાઈલનો પણ બિઝનેસ હતો એટલે સતિષ ભણવાનું છોડીને પાવરલૂમ્સના ફેમિલી બિઝનેસમાં જોડાયા. એ સમયે સુરતના ટોપ-10 વિવર્સમાં તેમના પરિવારનું નામ હતું.

સતિષ પટેલનો જન્મ ગુજરાતના એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ અને યુવાનીના દિવસો ખૂબ જ આનંદમય અને મુક્ત હતા. યુવાનીમાં તેઓ બધી મોજમજા કરતા હતા. મિત્રો સાથે પાર્ટીઓ, મુસાફરીઓ, રમતગમત અને જીવનની નાની-મોટી મજાઓમાં તેઓ ડૂબેલા રહેતા.

ફિલ્મ હમ દોનોનું એક ગીત સતિષ પટેલ માટે ફીટ બેસે છે. હર ફીક્ર કો ધુએંમે ઉડાતા ચલા ગયા, મેં જિંદગી સાથ નિભાતા ચલા ગયા. પટેલે કહ્યું કે, એ વખતે લાગતું હતું કે વો જવાની ભી ક્યા જીસકી કોઇ કહાની ન હો. તે સમયે તેમને લાગતું હતું કે જીવન આ જ છે – અનંત આનંદ અને સ્વતંત્રતા.

તેઓ એક સફળ વ્યવસાયી તરીકે પણ ઉભરી રહ્યા હતા, જેમાં તેમની સામાજિક જીવન અને વ્યવસાયીક સફળતા તેમને વધુ આકર્ષિત કરતી હતી. પરંતુ આ મોજમજાની પાછળ એક અંધારું તત્ત્વ છુપાયેલું હતું, જે ધીમે ધીમે તેમના જીવનને ઘેરી લેશે એવો તેમને ખ્યાલ નહોતો.

યુવાનીના આનંદમાં ડૂબેલા સતિષ પટેલને વ્યસનની આદત પડી ગઈ. તેમણે નિખાલસતા પૂર્વક કહ્યું કે, જીવનમાં દરેક અંધારા પછી પ્રકાશ આવે છે. મારા જીવનમાં આ પ્રકાશ આધ્યાત્મ તરફ વળવાના રૂપમાં આવ્યો.

વર્ષ 1947માં અમારા ગામમાં ઉત્તર પ્રદેશ બલિયાના સદગુરુ સદાફળદેવજી મહારાજ આવેલા અને અમારી અગાઉની પેઢી તેમનાથી અભિભૂત હતી. સદગુરુની ઘણી વાર્તા પરિવાર પાસેથી સાંભળેલી.

સદગુરુ સદાફળદેવજી મહારાજે એક ગ્રંથ લખેલો છે સ્વવેઁદ. આ ગ્રંથ મેં વાંચવાનું શરૂ કર્યું તેની સાથે મારા જીવનમાં ટર્નિંગ પોઇન્ટ આવવાનો શરૂ થયો. દરરોજ 2 કલાક આ ગ્રંથ વાંચતો અને મારી આખી જિંદગી બદલાઈ ગઇ. આધ્યાત્મ તેમને નવી દિશા આપી.

તેઓ ધ્યાન, યોગ અને આધ્યાત્મિક પુસ્તકો વાંચવા લાગ્યા. આ પ્રક્રિયામાં તેમને સમજાયું કે જીવનનો અસલ અર્થ મોજમજા કે વ્યસનમાં નથી, પરંતુ આત્માની શાંતિ અને પરમાત્મા સાથેના જોડાણમાં છે. ગુરુએ તેમને કહ્યું કે તમારું જીવન માત્ર તમારા માટે નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર માટે પણ છે. આ વાક્ય તેમના હૃદયમાં ઘર કરી ગયું.

ગુરુના કહેવાથી સતિષ પટેલમાં રાષ્ટ્રપ્રેમ માટે કંઈક કરવાની ઇચ્છા જાગી. તેઓને લાગ્યું કે ભારત, જે પ્રાચીન કાળમાં વિશ્વગુરુ તરીકે ઓળખાતું હતું, તેને ફરીથી તે સ્થાન પર પહોંચાડવું જરૂરી છે. આ ઇચ્છા તેમને વ્યસનમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થઈ.

આજે તેઓ વ્યસનને બિલકુલ છોડી દીધું છે. આ પરિવર્તન તેમના માટે સરળ નહોતું. ઘણા વર્ષોની મહેનત, આત્મસંયમ અને ગુરુના આશીર્વાદથી તેઓ આ અંધારામાંથી બહાર આવ્યા. તેમનું જીવન હવે આધ્યાત્મ અને રાષ્ટ્રસેવાના માર્ગ પર છે. તેઓ કહે છે કે વ્યસન છોડવું એ માત્ર શારીરિક પ્રક્રિયા નથી, પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્તરે પરિવર્તન છે.

સતિષ પટેલ લોકોને મેડિટેશન શિખવાડે છે અને વ્યસન છોડાવવામાં મદદ કરે છે

Exclusive interview with interview with satish patel producer of gujarati film vishwaguru diamond city 431-2

સતિષ પટેલે કહ્યું કે, અમારા ગુરુએ કહેલું કે માનવ જીવન પરમાર્થ માટે છે, બાકી જીવન તો પશુઓ પણ જીવે છે. મેડિટેશનની મારા જીવન પર મોટી અસર પડી છે એટલે બીજા લોકોની જિંદગીમાં પ્રકાશ પાડવા માટે તેમને મેડિટેશન શિખવાડું છું અને જે લોકો વ્યસની છે તેમનું વ્યસન છોડાવવાનું અભિયાન ચલાવું છું. અનેક લોકો અધ્યાત્મ તરફ વળ્યા છે અને તેમણે  વ્યસનને તિલાંજલી આપી છે. આનાથી તેમના પરિવારજનો ખૂબ ખુશ છે.

આ રીતે સતિષ પટેલ વિશ્વગુરુ ફિલ્મ બનાવવા પ્રેરાયા

Exclusive interview with interview with satish patel producer of gujarati film vishwaguru diamond city 431-2

સતિષ પટેલે કહ્યું કે, લગભગ 2006 પછી ટેક્સટાઈલના બિઝને છોડીને હું જમીનના ધંધામાં પડ્યો એટલે વિચારવાનો સમય મળતો હતો.

‘વિશ્વગુરુ’ ફિલ્મ : આ ફિલ્મમાં તેઓ પ્રોડ્યુસર તરીકે જોડાયા અને તેને આકાર આપ્યો. ફિલ્મનું કથાનક ભારતને વિશ્વગુરુ બનાવવાની આસપાસ ફરે છે, જેમાં રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને યુવાનોની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ડિરેક્ટર શૈલેશ બોઘાણી અને અતુલ સોનારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં મુકેશ ખન્ના જેવા કલાકારો છે, જે તેમની ગુજરાતી ડેબ્યુ છે.

સતિષ પટેલ કહે છે કે આ ફિલ્મ તેમના ગુરુના કહેવા પર બની છે, જે રાષ્ટ્રપ્રેમને પ્રોત્સાહન આપે છે. તેઓ માને છે કે ફિલ્મ જેવું માધ્યમ દ્વારા યુવાનોને પ્રેરણા આપી શકાય છે કે તેઓ વ્યસનથી દૂર રહી, આધ્યાત્મ અને રાષ્ટ્રસેવા તરફ વળે.

આ ફિલ્મના ડિરેક્ટરોથી માંડીને મોટા ભાગની સ્ટારકાસ્ટ સુરતની છે. તેમનું જીવન દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ભૂતકાળને પાછળ મૂકી, નવું જીવન શરૂ કરી શકે છે.

‘વિશ્વગુરુ’ ફિલ્મ તેમના આ પરિવર્તનનું પરિણામ છે, જે લાખો લોકોને પ્રેરણા આપશે. સતિષ પટેલ જેવા વ્યક્તિઓ દર્શાવે છે કે આધ્યાત્મ અને રાષ્ટ્રપ્રેમના માર્ગ પર ચાલીને જીવનને અર્થપૂર્ણ બનાવી શકાય છે.

સ્વવેઁદ મહામંદિર વારાણસીમા 3,137 દોહા મારબલ પર કોતરેલા છે

Exclusive interview with interview with satish patel producer of gujarati film vishwaguru diamond city 431-2

પટેલે કહ્યું કે, મોઘલો ભારતના ભવ્ય ઇતિહાસને બાળી નાંખતા હતા, એટલે સ્વવેઁદ મંદિરમાં 3,137 દોહાઓ મારબલ પર મશીનથી કોતરેલા છે જેથી મોઘલો તેને ચોરી ન શકે અને બાળી ન શકે.

એમાનો એક દુહો જોઇએ તો वृक्ष कबहुँ न फल भखै, नदी न संचय नीर । परमार्थ के कारने साधुन धरा शरीर ।। મતલબ કે વૃક્ષ ફળ આપે અને છાયા પણ આપે પરંતુ તેના બદલામાં કોઇ અપેક્ષા રાખતું નથી તે જ રીતે નદી પોતાની પાસે પાણી રાખતું નથી અને વહેતું રહે છે અને લોકોને કામ આવે છે, એવી જ રીતે આપણું શરીર પરમાર્થ કાજે હોવું જોઇએ. સદુગુરુ દેવ કહેતા કે, सुख शांति सबको मिले, यह उपदेश हमार! सारा विश्व हमार है, हम हैं सब संसार !

પ્રધાનમંત્રી મોદીને મળવાનો અનુભવ આજ સુધી ભુલાયો નથી

Exclusive interview with interview with satish patel producer of gujarati film vishwaguru diamond city 431-2

સતીષ પટેલે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં 23 નવેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વવેઁદ મંદિરનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા અને મંદિરની પાસે જ હેલિપૅડ હતું. મારા ગુરુએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવે ત્યારે તેમનું અભિવાદન કરવા તું જજે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જ્યારે મેં સ્વાગત કર્યું ત્યારે તેમની આભા જોઇને હું ચકાચોંધ થઇ ગયો હતો. એક યોગી, સાધુ મહાત્મા જેવી  તેમનું વ્યક્તિત્વ છે. તેમની સાથે હસ્તધૂનન કર્યું અને થોડી વાતચીત થઇ. એ ક્ષણ મારી જિંદગીની સૌથી મહત્ત્વની ક્ષણ હતી.

જે માણસ રાત્રે મોડે સુધી જાગતો હતો તે હવે સવારે 4 વાગ્યે ઊઠી જાય છે

Exclusive interview with interview with satish patel producer of gujarati film vishwaguru diamond city 431-2

સ્વવેઁદ પુસ્તક અને ગુરુના આશ્રમની પ્રેરણાથી સતિષ પટેલનું જીવન એ રીતે બદલાઈ ગયું કે, જે માણસે એક સમયે રાત્રે મોડે સુધી જાગતો હતો તે હવે રાત્રે 9:30 થી 10ની વચ્ચે સૂઈ જાય છે અને બ્રહ્મમૂર્હુતમાં એટલે કે વહેલી સવારે 4 વાગ્યે ઊઠી જાય છે અને ધ્યાનમાં બેસે, ગ્રંથ વાંચે અને પછી વહેલી સવારથી તેમની દિનચર્યા શરૂ થઇ જાય. આને કારણે તેમનું માઇન્ડ ઘણું સ્ટેબલ થઇ ગયું છે. આરોગ્યના પ્રશ્નો હલ થઇ ગયા છે અને એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

Exclusive interview with interview with satish patel producer of gujarati film vishwaguru diamond city 431-2

સદાફળદેવજી મહારાજે એક ગ્રંથ લખેલો છે સ્વવેઁદ. આ ગ્રંથ મેં વાંચવાનું શરૂ કર્યું તેની સાથે મારા જીવનમાં ટર્નિંગ પોઇન્ટ આવવાનો શરૂ થયો. દરરોજ 2 કલાક આ ગ્રંથ વાચતો અને મારી આખી જિંદગી બદલાઈ ગઇ.

આધ્યાત્મ તેમને નવી દિશા આપી. તેઓ ધ્યાન, યોગ અને આધ્યાત્મિક પુસ્તકો વાંચવા લાગ્યા. આ પ્રક્રિયામાં તેમને સમજાયું કે જીવનનો અસલ અર્થ મોજમજા કે વ્યસનમાં નથી, પરંતુ આત્માની શાંતિ અને પરમાત્મા સાથેના જોડાણમાં છે.

ગુરુએ તેમને કહ્યું કે તમારું જીવન માત્ર તમારા માટે નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર માટે પણ છે. આ વાક્ય તેમના હૃદયમાં ઘર કરી ગયું….

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant