DIAMOND CITY NEWS, SURAT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા અનસેટ ડાયમંડ્સ, રત્નો અને કુદરતી મોતીઓને ટેરિફથી મુક્ત કરવાની જાહેરાત કરી છે, જો તે અમેરિકા સાથે વેપારી કરારો કરનારા દેશોમાંથી આયાત કરવામાં આવે તેને જ તેરફી મુક્તિનો લાભ મળશે. આ ઓર્ડર 5 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેમાં “પોટેન્શિયલ ટેરિફ એડજસ્ટમેન્ટ્સ ફોર અલાઇન્ડ પાર્ટનર્સ” નામના નવા એનેક્સમાં આ ઉત્પાદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉત્પાદનો પર પહેલાં ડ્યુટીના લગાવવામાં આવી હતી, પરંતુ હવે તેમને મુક્તિ આપવાની તૈયારી છે. ઓર્ડરમાં ટ્રમ્પે કહ્યું છે કે, “હું એનેક્સમાં સૂચિબદ્ધ ઉત્પાદનો માટે 0% રિસિપ્રોકલ ટેરિફ રેટ જાહેર કરી રહ્યો છું.” આ મુક્તિ માટે નિકાસ કરનારા દેશે અમેરિકા સાથે ફાઇનલ ટ્રેડ એગ્રીમેન્ટ કરવો જરૂરી છે. હાલમાં, ભારત – જેના પર હાલ 50% ટેરિફ લાગુ છે – અમેરિકા સાથે ફાઇનલ ટ્રેડ એગ્રીમેન્ટ નથી કર્યો, અને આફ્રિકાના મુખ્ય હીરા ઉત્પાદક દેશો એ પણ નથી કર્યો.
આ સંભવિત ટેરિફ મુક્તિઓ કલ્ચર્ડ મોતીઓ (માત્ર કુદરતી મોતીઓને લાગુ) અથવા તૈયાર જ્વેલરીને લાગુ પડતી નથી. જ્વેલર્સ વિજિલન્સ કમિટીની પ્રેસિડન્ટ અને સીઈઓ સારા યુડે કહે છે કે, “ડાયમંડ અથવા રત્ન જ્વેલરીના આયાતકર્તાઓએ જ્વેલરી પર ટેરિફ ભરવો પડશે.” આનો અર્થ એ કે, તૈયાર જ્વેલરી આયાત કરવા કરતાં તૈયાર માલ આયાત કરવો વધુ ફાયદાકારક બની શકે છે, જે અમેરિકાના વહીવટના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે જોડાયેલું છે. “તૈયાર ડાયમંડ જ્વેલરીમાં તમે ડાયમંડની કિંમતને ટેરિફ ગણતરીમાંથી બાદ કરી શકતા નથી, આખી જ્વલરી પર જ ટેરિફ લાગશે.”
આ નિર્ણય વૈશ્વિક હીરા વેપાર માટે મહત્વપૂર્ણ છે, કારણ કે અમેરિકા વિશ્વનું મુખ્ય હીરા બજાર છે. ભારત, જે વિશ્વના 90% પોલિશ્ડ હીરા પ્રોસેસ કરે છે, પર 50% ટેરિફ લાગુ છે, જે હીરા ઉદ્યોગને અસર કરી રહ્યો છે. જો ભારત અમેરિકા સાથે કરાર કરે તો, તેને પણ આ મુક્તિ મળી શકે છે, પરંતુ હાલમાં તે કહેવું થોડું મુશ્કેલ છે.
આ ઓર્ડર ટ્રમ્પની વ્યાપક ટેરિફ નીતિનો ભાગ છે, જેમાં તેમણે જાન્યુઆરીથી વૈશ્વિક વેપાર યુદ્ધ શરૂ કર્યું છે. આ નવા એનેક્સમાં 45 કેટેગરીઓમાંથી વધુ ઉત્પાદનોનો સમાવેશ થયો છે, જેમાં નિકલ, સોના અને અન્ય ધાતુઓ, ફાર્માસ્યુટિકલ કમ્પાઉન્ડ્સ અને કેમિકલ્સ પણ છે. જો કરારો પૂર્ણ થઈ જાય તો, આ મુક્તિઓ 8 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે.
જ્વેલરી ઉદ્યોગના અગ્રણીઓએ હીરા અને રત્નો માટે મુક્તિની માગ કરી હતી, કારણ કે આ કુદરતી સંસાધનો અમેરિકામાં ઉત્પાદિત થઈ શકતા નથી. આ નિર્ણયથી વૈશ્વિક વેપારમાં સ્થિરતા આવી શકે છે, પરંતુ મુખ્ય દેશો સાથેના કરારો વિના હજુ અસર ચાલુ રહેશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















