DIAMOND CITY NEWS, SURAT
સોથેબી ન્યુયોર્ક ટૂંક સમયમાં 8 મિલિયન ડોલરથી વધુ મૂલ્ય ધરાવતું અનોખું જ્વેલરી કલેક્શન હરાજીમાં મૂકવા જઈ રહ્યું છે. A Legacy of Elegance નામની આ કલેક્શનમાં સુઝાન બેલ્પેરોન, JAR, બોઇવિન, કાર્ટિયર અને બુષેરોન જેવા નામી ડિઝાઇનરોના 60થી વધુ જ્વેલરી પીસ સામેલ છે.
આ કલેક્શન એક આંતરરાષ્ટ્રીય કલેક્શનરનું છે, જેમણે દાયકાઓ સુધી પેરિસની હાઇ જ્વેલરી એકત્ર કરી હતી. આ હરાજી દુર્લભતા અને અદ્ભુત ડિઝાઇનનું અનોખું મિશ્રણ રજૂ કરશે.
હરાજીની સૌથી મોટું આકર્ષણ બુષેરોનનો રૂબી અને ડાયમંડ નેકલેસ છે, જે લોરલ પાનની ડિઝાઇનમાં બનાવવામાં આવ્યો છે. તેમાં બર્મીઝ મૂળના 39–40 કેરેટ વજનના સાત રૂબી સાથે 63–65 કેરેટ વજનના જૂના ખાણ અને યુરોપિયન કટ ડાયમંડ જડિત છે. આ નેકલેસનું અંદાજિત મૂલ્ય $1 મિલિયનથી $2 મિલિયન છે.
સોથેબીના હેડ ઓફ જ્વેલ્સ ક્વિગ બ્રુનિંગે જણાવ્યું કે, “આ કલેક્શન તેની દુર્લભતા, પ્રખ્યાત સર્જકો, મજબૂત ઇતિહાસ અને આઇકોનિક ડિઝાઇન માટે અનોખું છે. આ સંગ્રહ સાચા અર્થમાં જ્વેલરીના ચાહકો માટે એક ઉજવણી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















