Chovihar House and Dining Hall Inaugurated at Surat Diamond Bourse
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

સુરત ડાયમંડ બુર્સ ખાતે આજે ‘ચોવિહાર હાઉસ અને ભોજનશાળા’ નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો. હીરા ઉધોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ, મુલાકાતીઓ તેમજ જૈન સમાજના લોકોને સ્વચ્છ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત ભોજનની સુવિધા એક જ સ્થળે મળી રહે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે. 

આ શુભ પ્રસંગે શ્રી સેવંતીભાઈ શાહ (પ્રમુખ – સુરત ડાયમંડ બુર્સ ચોવિહાર હાઉસ અને ભોજનશાળા સમિતિ)એ જણાવ્યું હતું કે : “પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા તથા ધર્માનુરાગી જ્યેષ્ઠીવીરોના આશીર્વાદ અને સહયોગથી આજે આ પવિત્ર સેવા કાર્યનો પ્રારંભ થયો છે. હીરા ઉદ્યોગના વેપારીઓ અને દાતાશ્રીઓના સ્વૈચ્છિક દાન અને સહયોગથી આ ચોવિહાર હાઉસ અને ભોજનશાળા સાકાર થઈ છે.” 

chovihar-house-dining-hall-inaugurated-surat-diamond-bourse

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં દરરોજ માત્ર રૂ.50/-ના સેવામૂલ્યે સ્વચ્છ, શુદ્ધ, સાત્વિક અને ભરપેટ શાકાહારી ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત સાંજના સમયે ચોવિહાર કરવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જૈન ધર્મના નિયમોનું પાલન કરતા લોકો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી બનશે. 

આ પ્રસંગે SDB ના વાઇસ ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે : “સુરત ડાયમંડ બુર્સ માત્ર વેપારનું કેન્દ્ર જ નહીં, પરંતુ સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું પણ કેન્દ્ર બની રહ્યું છે. ચોવિહાર હાઉસ અને ભોજનશાળાની શરૂઆત એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભવિષ્યમાં પણ હીરા ઉદ્યોગના વેપારીઓ અને દાતાશ્રીઓના સતત સહયોગથી આ સેવા નિયમિત રીતે ચાલુ રહેશે.” 

chovihar-house-dining-hall-inaugurated-surat-diamond-bourse

આ શુભ પ્રસંગે હીરા ઉદ્યોગના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી સેવંતીભાઈ શાહ, શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી અશેષભાઈ દોશી, શ્રી પ્રભુભાઈ ધોળકિયા, શ્રી ઉપેશભાઈ શાહ, શ્રી હિતેશભાઈ મહેતા, શ્રી બાબુભાઈ મિયાણી, શ્રી જીગરભાઈ વાલાણી, શ્રી અમિશભાઈ દરબાર, શ્રી અભયભાઈ સંઘવી, શ્રી જીગરભાઈ મોદી, શ્રી નીરવ મેપાણી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. 

આ સમગ્ર પ્રકલ્પ હીરા ઉદ્યોગના અનેક દાતાશ્રીઓના ઉદાર દાનથી સાકાર થયો છે. સુરત ડાયમંડ બુર્સ ચોવિહાર હાઉસ અને ભોજનશાળા સમિતિએ તમામ દાતાશ્રીઓ તથા શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. 

chovihar-house-dining-hall-inaugurated-surat-diamond-bourse

ચોવિહાર હાઉસ અને ભોજનશાળા હવે નિયમિત રીતે નીચે મુજબ સેવા આપશે :
સમય : બપોરે : 12:00 થી 2:00 વાગ્યા સુધી અને સાંજે: 5:00 વાગ્યાથી ચોવિહાર સુધી  
સ્થળ : SDB ચોવિહાર હાઉસ અને ભોજનશાળા, F-004, સુરત ડાયમંડ બુર્સ, ડ્રીમ સિટી, ખજોદ, સુરત


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant