Lucara Diamond to Continue Production at Karowe Underground Project Until 2038
(સૌજન્ય : IDEX)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વના સૌથી દુર્લભ અને વિશાળ કદના હીરા માટે જાણીતી ‘લુકારા ડાયમંડ’ (Lucara Diamond) કંપનીએ તેના બોત્સ્વાના સ્થિત કારોવે (Karowe) પ્રોજેક્ટ માટે નવી અપડેટેડ ફિઝિબિલિટી સ્ટડી જાહેર કરી છે. આ નવા રિપોર્ટ મુજબ, કંપની તેના અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ (UGP) પાછળ કુલ 779.2 મિલિયન ડોલર (આશરે ₹6,500 કરોડથી વધુ) નું રોકાણ કરશે, જેનાથી આ ખાણનું આયુષ્ય વધીને વર્ષ 2038 સુધી થઈ જશે.

પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ :

  • ઉત્પાદન લક્ષ્યાંક : ખાણના આયુષ્ય દરમિયાન અંદાજે 45 લાખ કેરેટ કુદરતી હીરા રિકવર કરવાનો અંદાજ છે.
  • રોકાણની વિગત : કુલ 779 મિલિયન ડોલરના ખર્ચમાંથી કંપની અત્યાર સુધીમાં 436 મિલિયન ડોલરનો ખર્ચ કરી ચૂકી છે.
  • આવકનો અંદાજ : આ પ્રોજેક્ટ દ્વારા કંપનીને 1.3 બિલિયન ડોલર (આશરે ₹10,800 કરોડ) થી વધુની નેટ ઈન્કમ થવાની અપેક્ષા છે.
  • કામગીરીનો સમયગાળો : હાલની ઓપન પિટ (ખુલ્લી ખાણ) માં કામગીરી 2026 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પૂર્ણ થશે, ત્યારબાદ 2028 થી ભૂગર્ભ ખાણમાંથી સંપૂર્ણ ઉત્પાદન શરૂ થશે.

વિશ્વસ્તરની ટેકનોલોજીનો ઉપયોગ

લુકારા ડાયમંડના પ્રેસિડેન્ટ અને CEO વિલિયમ લેમ્બે જણાવ્યું હતું કે, “કારોવે એક વિશ્વસ્તરીય ખાણ છે. અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટનો અમારો વ્યૂહાત્મક નિર્ણય ખાણના આયુષ્યને લંબાવશે અને સ્ટેકહોલ્ડર્સને મોટો ફાયદો કરાવશે. અમને આશા છે કે આ ભૂગર્ભ પ્રોજેક્ટમાંથી પણ અગાઉની જેમ જ અસાધારણ અને મોટા કદના હીરા મળવાનું ચાલુ રહેશે.”

સ્ટોકપાઈલનો વ્યૂહાત્મક ઉપયોગ

2026 માં જ્યારે ખુલ્લી ખાણનું કામ બંધ થશે અને 2028 માં અંડરગ્રાઉન્ડ ઉત્પાદન શરૂ થશે, તે બે વર્ષના ગાળા દરમિયાન કંપની પાસે પહેલેથી જમા થયેલા ઓર (કાચી ધાતુ) ના જથ્થાનું પ્રોસેસિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 37.3 મિલિયન ટન ઓરનું પ્રોસેસિંગ કરવાનું આયોજન છે.

ઉલ્લેખનીય છે કે, કારોવે ખાણ ભૂતકાળમાં વિશ્વના બીજા સૌથી મોટા હીરા ‘લેસેડી લા રોના’ (Lesedi La Rona) અને તાજેતરમાં મળેલા 2,492 કેરેટના વિશાળ હીરા માટે જાણીતી છે. આ નવા પ્રોજેક્ટથી વૈશ્વિક બજારમાં નેચરલ ડાયમંડનો પુરવઠો જળવાઈ રહેશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant