DMIA started Diamond Screening Laboratory
ફોટો : નેચરલ ડાયમંડ સાથે લેબગ્રોન ડાયમંડ ડિટેક્ટર. (ડી બિયર ઇગ્નાઇટ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એન્ડ ઈમ્પોર્ટર્સ એસોસિએશન ઓફ અમેરિકા (DIMA) એક વેરિફિકેશન સેન્ટર સ્થાપી છે. આ સેન્ટરમાં પાંચ લેબગ્રોન ડિટેક્શન મશીનો છે. એક રીતે આ લેબગ્રોન ડાયમંડ માટેની લેબોરેટરી બની રહેશે.

હીરા ઉદ્યોગના સંગઠને 10 જાન્યુઆરી રોજ તેના ન્યુયોર્ક હેડક્વાર્ટર ખાતે આ લેબ લૉન્ચ કરી હતી. આ લેબોરેટરીમાં પાંચ મશીનો હશે, જેમાં એક જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) દ્વારા અને ચાર ડી બિયર્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. સંગઠનના સભ્યો અગાઉથી એપોઈન્ટમેન્ટ લઈ તેની ફ્રી સર્વિસ લઈ શકશે.

ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) અને ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એન્ડ ઈમ્પોર્ટર્સ એસોસિએશન ઓફ અમેરિકાએ સાથે મળીને સિંગલ સ્ટોન્સ અને ડાયમંડ પાર્સલ માટે એક જ દિવસની ડાયમંડ વેરિફિકેશન સર્વિસનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. બંને પહેલો વિશે વિગતો આપવા માટે ડીએમઆઈએ 10 જાન્યુઆરીએ સભ્યો માટે એક બેઠકનું આયોજન કર્યું હતું.

ડીએમઆઈએના પ્રમુખ સ્ટુઅર્ટ સેમ્યુઅલ્સે કહ્યું હતું કે, અમે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અખંડિતતા અને અમારા દરેક સભ્યોની પ્રતિષ્ઠાને બચાવવા માટે હીરાની ચકાસણીના મહત્ત્વને વધારે પડતું દર્શાવી શકીએ નહીં.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant