બિર્ક્સ ખાતે લક્ઝરી ટાઈમપીસ વેચાણ વધ્યું

આઠ મહિનાના રજાના સમયગાળામાં વાર્ષિક 8 ટકાના દરે વધારો થયો છે. કંપનીની થર્ડ પાર્ટી બ્રાન્ડેડ ઘડિયાળોની ડિમાન્ડમાં વધારો થયો છે.

Sales of luxury timepiece at Birks soared
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

કેનેડા સ્થિત જ્વેલરી કંપની બિર્ક્સનું વેચાણ સતત વધી રહ્યું છે. કંપનીની આવકમાં 30 ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થયેલા આઠ વીકની રજાના સમયગાળામાં વાર્ષિક 8 ટકાના દરે વધારો થયો છે.

કંપનીની થર્ડ પાર્ટી બ્રાન્ડેડ ઘડિયાળોની ડિમાન્ડમાં વધારો થયો છે. તાજેતરમાં કંપનીએ તેના સ્ટોર્સનું રિનોવેશન કર્યું છે, તેના પગલે વેચાણમાં સુધારો થયો હોવાનું માનવામાં આવે છે. આ સાથે કંપનીના ઓનલાઈન બિઝનેસમાં પણ વધારો થયો છે.

કંપનીના સ્ટોર્સના સેલ્સમાં વાર્ષિક 3 ટકાનો સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2022ના સમાન સમયગાળામાં વેચાણ વધતાં જતા ફુગાવા અને વ્યાજ દરો વચ્ચે દર વર્ષે ઘટતું રહ્યું હતું પરંતુ ફુગાવો હળવો થતા જ સ્થિતિ સુધરી હતી અને વર્ષ 2023માં સિઝન દરમિયાન ખરીદી વધી હતી. નેશનલ રિટેલ ફેડરેશનનો અહેવાલ જણાવે છે કે કંપનીનો યુએસ હોલિડે સેલ્સ રેકોર્ડ 964.4 બિલિયન ડોલરને આંબી ગયું હતું.

બિર્ક્સ કંપનીના સીઈઓ જીન ક્રિસ્ટોફ બેડોસે કહ્યું કે, અમારી સેલ્સ ટીમોએ રજાના સમયગાળામાં નોંધપાત્ર પરિણામો આપ્યા છે, જેમાં ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વેચાણ વૃદ્ધિ જોવા મળી છે. આ મહત્ત્વની સિદ્ધિ માત્ર અમારા ગ્રાહકો પ્રત્યેના અમારા નિશ્ચય અને પ્રતિબદ્ધતા માટે જ નહીં પરંતુ અમારી સ્ટ્રેટજીના સતત અમલને જવાબદાર છે.

23 સપ્ટેમ્બર 2023ના રોજ પુરા થયેલા પ્રથમ નાણાકીય અર્ધવાર્ષિક ગાળા દરમિયાન બિર્ક્સની આવક વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 65.4 મિલિયન ડોલર થઈ હતી, જેમાં સમાન સ્ટોરના સેલ્સમાં 4.3 ટકાનો વધારો નોંધાયો હતો. જ્વેલરે 6 મહિના માટે 1.1 મિલિયન ડોલરની ખોટ નોંધાવી હતી. જે 2022ના સમાન સમયગાળા દરમિયાન તેની 1.5 મિલિયન ડોલરની ખોટ કરતા સુધારો દર્શાવે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant