ક્રિસ્ટીઝના ન્યૂ યોર્ક સેલમાં બ્લુ ડાયમંડ રિંગ 5.5 મિલિયન ડોલરમાં વેચાઈ

હરાજીમાં રજૂ કરવામાં આવેલી 152 આઇટમોમાંથી 90 ટકા આઇટમો વેચાઈ ગઇ હતી. જેમાંથી ઘણી વસ્તુઓના અંદાજ કરતા વધારે ભાવ મળ્યા હતા.

Blue diamond ring sold for $5.5 million at Christies New York sale-1
ફોટો : 3.49-કેરેટનો બ્લુ ડાયમંડ. (ક્રિસ્ટીઝ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ન્યુયોર્કમાં ક્રિસ્ટીઝના લેટેસ્ટ સેલમાં બ્લુ ડાયમંડ રિંગ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ડાયમંડ રિંગ 5.5 મિલિયન ડોલરમાં વેચાઈ હતી.

ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝે તાજેતરમાં જણાવ્યું હતું કે, કુશન મોડિફાઇડ બ્રિલિયન્ટ-કટ, 3.49-કેરેટ, ફેન્સી-વિવિડ-બ્લુ, ઇન્ટરનલી ફ્લો રિંગ તેના 4.5 મિલિયન ડોલરથી 5.5 મિલિયન ડોલરના મપ્રીસેલ અંદાજના ઉપલા અંદાજને હિટ કરી ગઇ હતી આ હરાજીના “lively bidding” વચ્ચે તે ટોપ 10માં ઘણા રંગીન હીરામાંથી એક હતો.

હરાજીમાં રજૂ કરવામાં આવેલી 152 આઇટમોમાંથી 90 ટકા આઇટમો વેચાઈ ગઇ હતી. જેમાંથી ઘણી વસ્તુઓના અંદાજ કરતા વધારે ભાવ મળ્યા હતા. એકંદરે, મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સના ડિસેમ્બર 6ના વેચાણમાં 38.1 મિલિયન ડોલરની રકમ આવી હતી.

જાણીતા ડિઝાઇન હાઉસના ઘરેણાં લોકપ્રિય સાબિત થયા, ખાસ કરીને ટિફની એન્ડ કંપનીના નીલમ અને હીરાની બુટ્ટીઓની જોડી, જે 4,53,600 ડોલરમાં વેચાઈ, જે 60,000 ડોલરની ઉપલી પ્રી-સેલ કિંમત કરતાં લગભગ આઠ ગણી વધારે છે. બીજા વિશ્વયુદ્ધના કમાન્ડર એડોલ્ફસ એન્ડ્રુઝ, જુનિયર અને તેમની પત્ની તેમજ ફિલિનથ્રોપિસ્ટ મેરી લોઈડ રોબના ખાનગી કલેકશને પણ સારું પ્રદર્શન કર્યું હતું.

ક્રિસ્ટીની હરાજીમાં રજૂ થયેલા અણમોલ ઝવેરાત જુઓ

કાર્ટિયરની એક રિંગ જેમાં પન્ના કટ, 23 કેરેટ, કાશ્મીર નીલમણી સેન્ટર સ્ટોનની સાથે પતલો બેગ્યુએટ ડાયમંડવાળા બ્રેકેટમાં સામેલ છે. જેને 3 મિલિયન ડોલરની કિંમત મળી હતી. જેના માટે 1.2 મિલિયન ડોલરનો ઉપલો અંદાજ રાખવામાં આવ્યો હતો.

આ Tiffany & Co.ની રિંગ 1950ની આસપાસ બનાવવામાં આવી હતી, જેમાં કુશન મિક્સ્ડ-કટ, 8.91-કેરેટ કાશ્મીર નીલમ અને બુલેટ આકારના હીરા સાથે સેટ કરવામાં આવી હતી, જેને 1.9 મિલિયન ડોલરની કિંમત મળી હતી. આ પહેલા 1 મિલિયન ડોલરનો ઊંચો અંદાજ રાખવામાં આવ્યો હતો.

પિઅર મિક્સ્ડ-કટ, 5.16-કેરેટ, ફેન્સી-વિવિડ-પીળો-નારંગી, VS2-ક્લૅરિટી ડાયમંડ ધરાવતી વીંટીને અંદાજ મુજબ 1.7 મિલિયનની કિંમત મળી હતી.

ક્રિસ્ટીઝે આ અનમાઉન્ટેડ કટ-કોર્નર્ડ લંબચોરસ મોડિફાઇડ બ્રિલિયન્ટ-કટ, 61.47-કેરેટ, ફેન્સી-ગ્રીનિશ-યલો, VS2-ક્લૅરિટી ડાયમંડ 1.6 મિલિયન ડોલરમાં વેચ્યો હતો. જેની અંદાજીત કિંમત 1 મિલિયન ડોલર હતી.

એક પિઅર મોડિફાઇડ બ્રિલિયન્ટ-કટ, 2.06-કેરેટ, ફૅન્સી-ડીપ-બ્લુ, VS1-ક્લૅરિટી ડાયમંડ રિંગે 1.2 મિલિયન ડોલરની કિંમત મેળવી હતી., જે તેના 6,00,000 મિલયન ડોલરના પૂર્વ અંદાજ કરતા બમણી હતી.

અપેક્ષાઓને પાર કરીને, ગ્રાફ દ્વારા આ નીલમણિ-કટ, 42.97-કેરેટ, J-કલર, SI1-ક્લૅરિટી ડાયમંડ રિંગ 8,00,000 ડોલરનીની ઉપલી પ્રીસેલ કિંમત સામે 1.2 મિલિયન ડોલર મેળવ્યા હતા.

આ નીલમણિ-કટ, 17.58-કેરેટ, ડી-કલર, VS1-ક્લૅરિટી હીરાની વીંટી 1.2 મિલિયન ડોલરમાં વેચાઈ, જે તેના 1 મિલિયન ડોલરના ઉચ્ચ પ્રીસેલ અંદાજ કરતાં વધુ છે.

ઓવલ અને ગોળાકાર હીરાથી ઘેરાયેલી 7.31-કેરેટ બર્મીઝ રુબી, કુશન મિક્સ્ડ-કટ ધરાવતી રિંગને 1.1 મિલિયન ડોલરની કિંમત મળી હતી. જે તેના નીચા અંદાજથી ઉપર હતી.

નીલમણિ-કટ, 20.63-કેરેટ, ડી-કલર, VS2-ક્લૅરિટી ડાયમંડ રિંગ 1.1 મિલિયન ડોલરમાં વેચાઈ હતી. તેની ધારણા મુજબની જ કિંમત મળી હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant