DIAMOND CITY NEWS, SURAT
સુરત, GJEPC (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) કેન્દ્ર સરકારના સહયોગથી ભારતીય હીરાઉદ્યોગના હિત માટે રચાયેલી સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળ સન 1966માં કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય હેતુ જેમ્સ અને જ્વેલ્સ ઉદ્યોગના નિકાસને પ્રોત્સાહન આપવું અને દિનપ્રતિદિન આ ઉદ્યોગનો વિકાસ થાય તે માટે સહાયતા કરવી. તાજેતરમાં આ સંસ્થાની મેનેજિંગ કમિટી તેમજ દેશના વિવિધ રાજ્યોના રિજિયન ચેરમેનની ચુંટણી પ્રકિયા માટે જાહેરાત થઈ ચૂકી છે. આગામી તા. 10 થી 16 સપ્ટેમ્બર દરમિયાન જીજેઈપીસીના દરેક સભ્યો ઓનલાઈન વોટ આપી શકે છે અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરીને જીજેઈપીસીના સન્માનનિય હોદ્દાઓ પર બિરાજમાન કરી શકે છે.
આ ચૂંટણી પ્રકિયામાં ડાયમંડ પેનલની MSME કેટેગરીમાં મિતલ દોશીનું નામ પણ સામે આવ્યું છે. મિતલભાઈ સ્પાર્કલ ડાયમંડ્સ કંપનીના પાર્ટનર છે અને છેલ્લા 20થી વધુ વર્ષોથી હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમણે MBAની ડીગ્રી IIMA માંથી હાસિલ કરી છે. તેઓ શિક્ષીત હોવાની સાથે દિર્ઘદ્રષ્ટા પણ છે. વર્ષોથી હીરાઉદ્યોગમાં ચોક્સાઈપૂર્વક કામ કરીને સમગ્ર ઉદ્યોગમાં ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કાર્યો કરીને વિશ્વસનિયતા હાસલ કરી છે. માત્ર વ્યક્તિગત રીતે જ નહીં, સંપૂર્ણ ઉદ્યોગની પ્રગતિ અને ઉન્નતિ માટે હંમેશા ચિંતીત રહ્યા છે અને જરૂર જણાય ત્યારે તેમણે પોતાના વિચાર રજૂ કરીને વેપારને સાચી દિશા પણ દેખાડી છે.
આવા સશક્ત અને યોગ્ય ઉમેદવાર જીજેઈપીસીની પેનલમાં હોય ને સમગ્ર ઉદ્યોગ માટે ગૌરવની વાત કહી શકાય. તેથી ઓનલાઈન મતદાનમાં તમામ સભ્યો એક શ્રેષ્ઠ અને પારદર્શી નેતૃત્વ માટે શ્રી મિતલભાઈ દોશીની પસંદગી કરશે તો ઉદ્યોગને ચોક્કસ લાભ થશે.
શ્રી મિતલભાઈ કહે છે કે, વર્તમાન સમયની સાથે ચાલવું એ દરેક ક્ષેત્રની જરૂરિયાત બની ગઈ છે. આજે દિવસે ને દિવસે નવી ટેક્નોલોજી આવતી જાય છે. તો એ મુજબ નવી ટેક્નોલોજીનો આવકાર, સ્વીકાર અને પ્રોત્સાહન આપવું અને પરિવર્તનોને સ્વીકારવા એ મારી પ્રાયોરીટી રહેશે. આ ઉપરાંત ઉદ્યોગ માટે નવા માર્કેટોની તકો, કૌશલ્ય વિકાસ તેમજ નાણાકિય સહાયના ક્ષેત્રે પણ યોગ્ય નિર્ણયો લઈશું. આપણી બજારમાં વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે અને દરેક વેપારી પોતાની જવાબદારી નિભાવીને કાર્ય કરે તે માટેની યોજનાઓ પણ જરૂરી છે. હીરાઉદ્યોગ મોટે ભાગે આંતરરાષ્ટ્રીય બજારો પર નિર્ભર છે. ભારત દેશ આજે વિશ્વનો સૌથી મોટો કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ નિકાસકાર છે. ભારતનો જેમ્સ એન્ડ જ્વેલ્સ ઉદ્યોગ દેશની GDP માં 7% થી વધુ યોગદાન આપે છે. કરોડો લોકોને રોજગારી પૂરી પાડે છે. ત્યારે શ્રી મિતલભાઈ કહે છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું સ્થાન વધુને વધુ મજબુત બને તે માટે હંમેશા મારા પ્રયાસો રહેશે. તે માટે કારીગરોથી માંડીને નિકાસકાર સુધીની સાંકળમાં દરેકને સશક્ત બનાવવા પડશે. ઉદ્યોગના પાયારૂપ કારિગરોને વધુમાં વધુ પ્રોત્સાહન આપીને તેમનો ઉત્સાહ વધારવો પડશે. તે માટે બનતા પ્રયત્નો કરવા એ GJEPCની ફરજ બને છે એ તે અમે ખૂબ જ કાળજીપૂર્વક નિભાવવા તૈયાર છીએ.
મિતલભાઈને જ્યારે અમે પૂછ્યું કે, તમને મત શા માટે આપવો જોઈએ? તે વિશે કંઈક કહેશો ત્યારે મિતલભાઈએ જણાવ્યું કે એક પ્રતિષ્ઠિત સંસ્થાના પ્રતિષ્ઠિત સ્થાન પર બિરાજમાન થવા માટે યોગ્યતા જરૂરી છે અને હું એવું માનું છું કે તે સ્થાન માટે હું લાયક છું. કારણ કે જે ઉદ્યોગની સંસ્થા હોય તે વેપાર-ઉદ્યોગનો બહોળો અનુભવ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોને બારીકાઈથી જોઈને આપણે ઉદ્યોગ માટે યોગ્ય અને શ્રેષ્ઠ દ્રષ્ટિકોણ પણ અપનાવવો જોઈએ અને છેલ્લે નેતૃત્વની ક્ષમતા. આ સ્થાન પર રહીને સરળતાથી, સહજતાથી અને સૌને સાથે લઈને જે કુશળતાપૂર્વક નેતૃત્વ કરી શકે તે ઉમેદવારની જ પસંદગી કરાય તેવું હું માનું છું. ખરેખર મિતલભાઈના આ જવાબમાં, શબ્દોમાં, અભિપ્રાયોમાં તેમના નેતૃત્વના ગુણો છલકી રહ્યા છે. આપણે સૌ આશા સાથે શુભેચ્છા વ્યક્ત કરીએ કે શ્રી મિતલભાઈ દોશી ખૂબ જ સારા મતોની સરસાઈથી જીત મેળવે અને સમગ્ર ઉદ્યોગને તેની પ્રતિભાનો લાભ પ્રાપ્ત થાય.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















