DIAMOND CITY NEWS, SURAT
ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ (TAGS) દ્વારા તાજેતરમાં દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને અંગોલામાં યોજાયેલા ત્રણ રફ ડાયમંડ ટેન્ડરમાં ખરીદદારો તરફથી મજબૂત માંગ જોવા મળી છે.
TAGSએ તાજેતરમાં જણાવ્યું હતું કે, સોડિયમ (Sodiam)ના સહયોગથી અંગોલાના લુઆન્ડા ખાતે 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન તેનું 12મું ટેન્ડર યોજાયું હતું. ખાસ પ્રકારના હીરા ધરાવતા 53 લોટના આ ટેન્ડરમાં 97% માલનું વેચાણ નોંધાયું હતું. કંપની ડિસેમ્બર મહિનામાં અંગોલામાં વધુ એક વેચાણ યોજવાની અપેક્ષા રાખે છે, જે આ વર્ષનું દેશમાં તેનું અંતિમ ટેન્ડર હશે.
બીજી તરફ, ઝિમ્બાબ્વે કોન્સોલિડેટેડ ડાયમંડ કંપની (ZCDC) વતી 26 થી 30 ઓક્ટોબર દરમિયાન દુબઈમાં ટેન્ડરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હીરાના નિરીક્ષણ માટે 60 કંપનીઓએ એપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી. એકંદરે બજારમાં સામાન્ય નરમાઈ હોવા છતાં, આ વેચાણમાં તમામ કેટેગરીમાં મજબૂત પરિણામો મળ્યા હતા અને રિઝર્વ પ્રાઇસ કરતાં ઊંચા ભાવ પ્રાપ્ત થયા હતા. આ ટેન્ડરમાં લગભગ 40 ખરીદદારોએ માલ ખરીદ્યો હતો અને સમગ્ર ઉત્પાદનનું વેચાણ થઇ ગયું હતું.
આ ઉપરાંત, 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન જોહાનિસબર્ગમાં યોજાયેલા ટેન્ડરમાં TAGSના વર્તમાન ભાગીદારો ઉપરાંત આઠ નવા માઇનિંગ સપ્લાયર્સના રફ હીરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કંપનીએ વિવિધ સાઇઝના ઉચ્ચ ગુણવત્તાવાળા દક્ષિણ આફ્રિકન રફ હીરાના 195 લોટ રજૂ કર્યા હતા, જેમાંથી 86% થી વધુ માલનું વેચાણ થયું હતું. TAGS દ્વારા જોહાનિસબર્ગમાં તેની કામગીરી શરૂ કર્યા બાદ અત્યાર સુધીના સૌથી મોટા ટેન્ડરો પૈકીનું આ એક રહ્યું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















