Members who do not pay maintenance are considered defaulters kishor sojitra kayadani kalame
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

૧. હાઉસિંગ સોસાયટીઓના નિયમો અનુસાર :

  • દરેક સભ્યે સમયસર મેન્ટેનન્સ ફી ભરવી ફરજિયાત છે.
  • જો સભ્ય મેન્ટેનન્સ ભરતું નથી તો તેને “ડિફોલ્ટર” (Defaulting Member) ગણવામાં આવે છે.

૨. ડિફોલ્ટર તરીકેના પરિણામો :

  • ડિફોલ્ટરની ફરિયાદ સાંભળવી નહીં : આવા સભ્ય દ્વારા કરવામાં આવેલી ફરિયાદ કે રજૂઆત પર સોસાયટી ધ્યાન આપવાની ફરજ રાખતી નથી.
  • ડિફોલ્ટર ને મિટિંગમાં હક નહીં : સભ્યને જનરલ બોડી મિટીંગ (AGM/SGM)માં ભાગ લેવા કે મત આપવાનો અધિકાર રહતો નથી.
  • બોર્ડ ઉપર ચૂંટાઈ શકતા નથી : તેઓ મેનેજમેન્ટ કમિટી માટે ઉમેદવાર બનવા અયોગ્ય બને છે.

૩. ગુજરાત કો-ઓપ હાઉ., સોસાયટીના નિયમો અનુસાર (Gujarat Cooperative Societies Act) :

  • જો સભ્ય મેન્ટેનન્સ ભરવામાં નિષ્ફળ જાય છે તો તેની સામે સોસાયટી, અપીલ કરીને ડિફોલ્ટ રિકવરી માટે જીષ્ઠ. ૧૦૧ હેઠળ રિકવરી પ્રક્રિયા શરૂ કરી શકે છે.
  • રિકવરી માટે કોર્ટના બદલે સોસાયટી રજીસ્ટ્રાર કચેરીમાં અરજી કરી શકાય છે }જે ઝડપી પ્રક્રિયા છે.

મહત્વપૂર્ણ નોંધ :

  • માત્ર મેન્ટેન્સના ઝઘડા કે મુદ્દા હોય તો પણ, પહેલું ફરજિયાત છે કે સભ્ય તમામ બાકી રકમ ચૂકવે, પછી જ તે ફરિયાદ કરી શકે.
  • કોઈ કારણસર મેન્ટેન્સ નહિ ભરવાનું નક્કી કર્યું હોય, તો પણ પહેલા ભરવું પડશે અને પછી દાવો કે રજૂઆત કરી શકાય.

(Society Committee) માટે :

  1. બાકીદાર સભ્યોની યાદી છપ્સ પહેલા જાહેર કરો.
  2. ડિફોલ્ટર સભ્યોને નોટિસ આપો કે તેઓ મિટિંગમાં ભાગ લઈ શકશે નહીં.
  3. મિટિંગની કાર્યવાહી/મિનિટ્સમાં સ્પષ્ટ ઉલ્લેખ કરો કે કોણ સભ્ય હકદાર છે અને કોણ નથી.
  4. ખાસ જરૂર પડે તો વકીલની મદદથી રિકવરી દાખલ કરો.

4. વધારાના કાનૂની અને વ્યવહારિક મુદ્દા :

કોમન સુવિધાઓનો ઉપયોગ પ્રતિબંધિત : સોસાયટીના નિયમો મુજબ, ડિફોલ્ટર સભ્યને ક્લબહાઉસ, જિમ, સ્વિમિંગ પૂલ, બગીચા જેવી કોમન સુવિધાઓનો ઉપયોગ મર્યાદિત અથવા બંધ કરી શકાય છે.

નોટિસ અને સમય મર્યાદા : મેન્ટેન્સ બાકી હોય તો પ્રથમ લેખિત નોટીસ આપવી, ત્યારબાદ 15-30 દિવસનો સમય આપવો. પછી જ કાનૂની કાર્યવાહી શરૂ કરવી.

દંડ/વ્યાજ વસૂલાત :

સિક્યોરીટી ડિપોઝીટ એડજસ્ટમેન્ટ :

ભાડૂતના કિસ્સામાં, માલિક દ્વારા ભરેલ સિક્યોરીટી ડિપોઝિટમાંથી બાકી મેન્ટેન્સ કપાઈ શકે-જો એગ્રીમેન્ટમાં ઉલ્લેખ હોય.

દસ્તાવેજી પુરાવા જાળવવા

રિકવરી માટેની અરજીમાં ઉપયોગી થાય તે માટે બધી નોટિસ, રસીદ, મીટિંગ મિનિટ્સ અને ચુકવણી રેકોર્ડસ સાચવવા.

5. સંબંધિત કાનૂની કલમો :

Gujarat Co-Operative Societies Act, 1961 :

કલમ 101 : સોસાયટીની બાકી રકમોની ઝડપી વસૂલાત માટેની પ્રક્રિયા.

Model Bye-Laws (Registrar દ્વારા મંજૂર) :

કલમ 69-70 : મેન્ટેન્સ ભરવાની ફરજ અને ડિફોલ્ટરના અધિકારો માર્યાદિત કરવાની જોગવાઈ.

6. કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓ :

  • Kalpavruksh Co-Op. Housing Society V/s. State of Gujarat 2025 Gujarat High Court એ સ્પષ્ટ કર્યું કે, મેન્ટેન્સ ન ભરનાર સભ્યને છય્સમાં મતાધિકાર નથી.
  • Sunita Manohar Kale V/s. Cosmos Co-Op. Housing Society 2015 Bombay High Court એ ચુકાદો આપ્યો કે, સભ્ય પોતાના મુદ્દાઓ પર રજૂઆત કરવા માંગે તો પહેલાથી બાકી રકમ ચૂકવવી ફરજિયાત છે.
  • Rajedra Tiwari V/s. State of Gujarat 2018કોર્ટએ માન્યતા આપી કે જીષ્ઠ 101 હેઠળ રજિસ્ટ્રાર કચેરી દ્વારા વસુલાત ઝડપી અને અસરકારક ઉપાય છે.

7. જાહેર હિત માટે સૂચનો :

  • સમયસર મેન્ટેન્સ ભરવાથી સોસાયટીના કોમન ફંડ પર ભાર ઘટે છે સુવિધાઓ જાળવી રાખવી સરળ બને છે.
  • મેન્ટેન્સ વસૂલાત કડક કરવા માટે છય્સમાં સ્પષ્ટ ઠરાવ પસાર કરવો.
  • ડિફોલ્ટર્સની યાદી પારદર્શક રીતે બુલેટિન બોર્ડ અથવા નોટિસબોર્ડ પર મુકવી-પરંતુ માનહાનિ ટાળવા માટે ફક્ત જરૂરી માહિતી જ મૂકવી.

8. GST લાગુ પડવાનો મુદ્દો :

  • જો મેન્ટેન્સ ફી પ્રતિ મહિનો? 7500થી વધુ હોય અને સોસાયટી પર વ્યાજ સાથે ટેક્સની જવાબદારી પણ વધી શકે છે.
  • કાનૂની ખર્ચની વસૂલાત : Sec. 101 હેઠળ અથવા કોર્ટમાં કાર્યવાહી દરમ્યાન થયેલો વકીલ ફી અને ખર્ચ પણ ડિફોલ્ટર પાસેથી વસૂલ કરી શકાય છે.

ઈમર્જન્સી ફંડ અસર :

મેન્ટેનન્સ ન ભરવાને કારણે ઈમર્જન્સી મરામત, લિફ્ટ મેન્ટેનન્સ, પાણીની પાઈપલાઈન, ઇલેક્ટ્રિકલ રિપેર જેવા કામ અટકી શકે છે. જે સમગ્ર સોસાયટીના સભ્યોને નુકસાન કરે છે.

9. પોલીસ અથવા સત્તાધિકારીઓ સમક્ષ ફરિયાદનો પ્રતિબંધ :

ડિફોલ્ટર સભ્ય, જે મેન્ટેનન્સ અથવા અન્ય બાકી રકમ ભરવામાં નિષ્ફળ છે, તે સોસાયટી વિરુદ્ધ પોલીસ, રજીસ્ટ્રાર કે કોઈપણ સરકારી કચેરીમાં ફરિયાદ/અરજી કરી શકશે નહીં, જ્યાં સુધી તે પોતાની બધી બાકી રકમ તથા લાગુ વ્યાજ/દંડ ચૂકવી ન દે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant