Things to know about NRI marriage-2
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

રાષ્ટ્રીય મહિલા આયોગે ૨૦૦૯માં NRI સેલની રચના કરી, જેથી આજરોજ વધતાં એન. આર. આઈ. લગ્નોને લીધે ઉપસ્થિત થતા કેસો અંગે શું પગલાં લઈ શકાય અને આવાં લગ્નોથી થતી મુશ્કેલીઓ નિવારી શકાય. આ સેલ આવાં લગ્નોથી થતી સમસ્યાઓ અથવા તો કેસોની ફરિયાદ લે છે અને પક્ષકારોને માર્ગદર્શન આપે છે.

Things to know about NRI marriage-2

ફરિયાદ લીધા પછી આ સેલ જે તે દેશમાં એટલે કે અમેરિકા હોય, ઈંગ્લેન્ડ હોય, કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય ત્યાંની સ્થાનિક સંસ્થા જોડે સંપર્ક કરી આપે છે અને એક હેલ્પલાઈન તરીકે કામ કરે છે.

NRI લગ્નોમાં ઘણીવાર લગ્ન કરી અને દહેજ લઈને પરિણીતાને તરછોડી દેવામાં આવે છે કાં તો લગ્ન પછી પરિણીતાને મૂકીને પાછો પરદેશ ચાલ્યો જાય છે અથવા પરદેશ જઈને ત્યાં પરિણીતાને તરછોડી દે છે.

ઘણાં કેસોમાં બાળકોને પરદેશ રાખવા કે વતનમાં રાખવા, કોની પાસે રાખવા અને કાયદો શું કહે છે તેની આંટીઘૂંટીમાં લગ્ન તો ક્યાંય ખોવાય જાય છે.

NRI લગ્નોને લગતા થોડાં અગત્યના મુદ્દા યાદ રાખવા જેવા છે.

જ્યારે કોઈપણ વ્યક્તિ પરદેશથી ભણવા આવે તો તેની અંગત માહિતી વિશે જાણવું બહુ જરૂરી છે. કેમ કે તે વ્યક્તિ પરિણીત છે કે અપરિણીત.

જો વ્યક્તિ કહે કે, તે અપરિણીત છે તો તેણે પહેલાં છૂટાછેડા લીધેલ છે કે હાલમાં તે પ્રથમ લગ્ન કરેલ હોવા છતા પત્નીથી જુદા રહે છે તે જાણવું જરૂરી છે.

નોકરી ધંધા વિશે પણ જાણવું જરૂરી છે. જેમ કે, શું ભણેલ છે, ઓફિસનું નામ સરનામું અને રહેઠાણનું પણ સરનામું પૂછી લેવું જરૂરી છે.

જો વ્યક્તિ પરદેશથી આવી હોય તો તે કયા સ્ટેટસથી પરદેશમાં રહે છે, તે પણ પૂછવું બહુ જરૂરી છે.

કોઈપણ વ્યક્તિનો પાસપોર્ટ જોવાથી ખબર પડે કે તે વ્યક્તિ કયા દેશનો નાગરિક છે કે પરદેશમાં વિદ્યાર્થી તરીકે રહે છે કે કોઈના ઉ૫૨ નિર્ભર છે અથવા કામચલાઉ વિઝા ઉપર ત્યાં નોકરી માટે ગયેલ છે.

ઘણાં કેસોમાં પાસપોર્ટનું નામ અને લગ્ન કરતી વખતે કહેવામાં આવેલું નામ બંને જુદા હોય છે અને તેના લીધે પાછળથી જ્યારે પ્રશ્ન ઊભો થાય છે ત્યારે તે વ્યક્તિને આટલા મોટા પરદેશમાં શોધવી તકલીફ થઈ જાય છે.

જ્યારે કોઈ વ્યક્તિ પરદેશથી લગ્ન કરવા આવે તો ક્યાંક ને કયાં તો એ પહેલા ભારતમાં રહેતી હતી, તેથી તમે એના કુટુંબ વિશે કે એમના સગાંસંબંધી વિશે માહિતી મેળવી શકો છો.

ઘણાં NRIઓ એટલે કે પરદેશમાં વસતા ભારતીયો એમ કહેતા હોય છે કે તેમની પાસે પરદેશનું અને ભારતનું બંને દેશનું નાગરિત્વ છે એટલે કે ડયૂઅલ સિટિઝનશીપ આવું કહેનાર વ્યક્તિ પાસેથી એનો આધાર મેળવવો જરૂરી છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant