DIAMOND CITY NEWS, SURAT
વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ સ્પેસ ધરાવતા ‘સુરત ડાયમંડ બુર્સ’ (SDB) ખાતે ગિની ગણરાજ્ય (Republic of Guinea) ના ભારત સ્થિત રાજદૂત એચ.ઈ. શ્રી કોન્ટે અલાસાને (H.E. Mr. Conte Alassane)એ ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સુરતના જગવિખ્યાત હીરા ઉદ્યોગ અને સુરત ડાયમંડ બુર્સના અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સમગ્ર ઈકોસિસ્ટમને નજીકથી નિહાળીને ભારે પ્રભાવિત થયા હતા.
મુલાકાત દરમિયાન રાજદૂતશ્રીએ SDBના વિઝિટર બુકમાં પોતાના પ્રતિભાવો નોંધાવતા જણાવ્યું હતું કે, “હીરા જેવા વિશિષ્ટ ક્ષેત્રમાં શાનદાર કામગીરી કરી રહેલા આ મહાન પ્રોજેક્ટની મુલાકાત લેવી એ મારા માટે અત્યંત આનંદ અને નૈતિક સંતોષની વાત છે. ભારત ખાતે ગિનીના રાજદૂત તરીકે, હું સુરતના વહીવટીતંત્ર અને એસડીબી મેનેજમેન્ટનો આભાર માનુ છું કે તેમણે મને અને મારા પ્રતિનિધિમંડળને આ સુંદર શહેર અને ડાયમંડ બુર્સની મુલાકાત લેવાની તક આપી. આ ઐતિહાસિક મુલાકાત મારા માટે અવિસ્મરણીય બની રહેશે.”
સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારોએ એચ.ઈ. શ્રી કોન્ટે અલાસાનેના આગમન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ મુલાકાતને વૈશ્વિક સ્તરે સુરતના હીરા ઉદ્યોગના સંબંધો વધુ મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ કદમ ગણાવ્યું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube
























