Marriage Registration Act and Women-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ભારતની ઉચ્ચ ન્યાયાલયે એક હુકમમાં એવો અભિપ્રાય આપ્યો કે લગ્નની તારીખો અને લગ્નના પક્ષકારોને લગતા રેકોર્ડના અભાવથી ઘણી દૂરોગામી અસરો અને સમસ્યાઓ ઊભી થાય છે, તેથી યોગ્ય કાયદો બનાવવામાં આવે અને લગ્નોની ફરજિયાત નોંધણી થવી જોઈએ. ત્યારબાદ, દરેક રાજ્યે આ અંગે કાયદો બનાવ્યો.

Marriage Registration Act and Women-Kishor Sojitra

“ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬”ના કાયદાની કલમ-૩ પ્રમાણે રાજ્ય સરકારે લગ્ન રજિસ્ટ્રારની નિમણૂંક કરવાની હોય છે અને રાજ્યમાં કરવામાં આવેલ લગ્નોની નોંધણી કરવાની હોય છે.

કલમ-૫ પ્રમાણે લગ્નના પક્ષકારોને નોંધણીની યાદી તૈયાર કરવા અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર રજિસ્ટ્રારને પહોંચાડવાનું હોય છે. આ યાદી/ફોર્મમાં મહિલા જાણી શકે છે કે લગ્ન સમયે વરનો દરજ્જો અપરિણીત, વિધુર, છૂટાછેડા થયેલ, પરિણીત અથવા કોઈ પત્નીઓ હયાત છે. તેવી જ રીતે મહિલાએ પોતાની વિગત જેમ કે, અપરિણીત, વિધવા, છૂટાછેડા થયા છે કે નહીં વિગત આપવાની હોય છે.

લગ્ન નોંધણીની યાદી લગ્નની તારીખથી ત્રીસ દિવસનું મુદત પૂરી થયા પછી પણ રજિસ્ટ્રારને સાદર કરી શકાશે, પણ સદરહુ નોંધણીની યાદી મોકલવામાં ચૂક કરવા બદલ અથવા તેમાં બેદરકારી દાખવવા બદલ કલમ-૧૫ હેઠળ શિક્ષા થઈ શકે છે.

લગ્નની નોંધણી કરવા માટે લગ્નના પક્ષકારોએ નિર્દિષ્ટ કરેલા નમૂનામાં નોંધણીની યાદી તૈયાર કરવાની રહેશે અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની અંદર જ્યાં લગ્નનો કરાર કરવામાં આવ્યો હોય તે વિસ્તારના રજિસ્ટ્રારને સદરહુ નોંધણીની યાદી બે નકલમાં રજિસ્ટર્ડ ટપાલથી પહોંચાડવાની અથવા મોકલવાની રહે છે અને યાદી ઉપર લગ્નના પક્ષકારોએ વિધિ કરાવનારે અને સાક્ષીઓએ સહી કરવી જોઈશે અને તેની સાથે ઠરાવેલી ફી પણ જોડવી જોઈશે.

અરજદારને રજિસ્ટ્રારમાંથી પ્રમાણિત ઉતારા મેળવવા માટેની પણ જોગવાઈ છે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે લગ્ન નોંધણીની યાદીમાં ખોટું નિવેદન કરવા માટે અને નોંધણીની યાદી ફાઇલ કરવામાં જાણી બૂઝીને ચૂક કરનાર રજિસ્ટ્રાર માટે શિક્ષાની જોગવાઈ કરેલી છે.

મહિલા જ્યારે કોર્ટમાં તેના પતિ સામે ખાધાખોરાકી માંગવા જાય છે અથવા છૂટાછેડા માંગે છે અથવા ઘણીવાર બાળકને લગતા કેસો કોર્ટમાં કરતી હોય છે ત્યારે પુરાવાના સ્ટેજે દસ્તાવેજી પુરાવો રજૂ કરવો બહુ જરૂરી થઈ જાય છે.

એ વાત ખરી છે કે લગ્નના ફોટા પુરાવા તરીકે મુકાતા હોય છે. ગોર મહારાજનું એફિડેવિટ પણ રજૂ કરવામાં આવે છે, પરંતુ લગ્નની નોંધણી અંગેના દસ્તાવેજી પુરાવાના અભાવને લીધે ઘણી વખત ન્યાયની પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ થઈ જતી હોય છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant