DIAMOND CITY NEWS, SURAT
આજના ઝડપી દોડ અને ર્સ્પધાત્મક યુગમાં જ્યારે બે સગાં ભાઈઓ વચ્ચે બનતું હોતું નથી, એક છત નીચે રહેવા છતા પતિ-પત્ની વચ્ચે મન મેળ રહેતો નથી, બાપ દીકરાને બનતું નથી એવા યુગમાં બે સગાં ભાઈઓમાં મનમેળ હોય, એક સાથે બિઝનેસ કરતા હોય, એક સાથે રહેતા હોય, એક સાથે સફળતાની સીડીઓ ચઢતા હોય અને છતાં ક્યાંયે કોઇ કડવાશ નહીં, કોઇ ઘ્રૃણા નહીં, આવું જોવા મળે ત્યારે આશ્ચર્ય સાથે આનંદ પણ થાય.
બે ભાઈઓ સાથે મળીને વ્યવસાયમાં કામ કરતા હોવાની ઘણી પ્રેરણાદાયી વાર્તાઓ છે. આવી જ એક સ્ટોરી સુરતના બે યુવાન ભાઈઓની છે. એકની ઉંમર ૩૫ વર્ષ અને બીજાની ૩૩ વર્ષ.
આ ઉંમરે યુવાનો કારકિર્દી બનાવવા માટે મથતાં હોય તેવી ઉંમરે આ બે ભાઈઓ સાથે મળીને કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યાં છે. એમ કહી શકાય કે આજના જમાનામાં બે ભાઈઓ પ્રેમથી સાથે કેમ રહી શકે અને બિઝનેસ કરી શકે તે જાણવું હોય તો એમને મળવું પડે.
બાળપણમાં પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી તો પરિવારને આર્થિક સહયોગ આપવા બંને ભાઈઓએ ભણતાની સાથે સાથે કામ પણ કર્યા.
મોટા ભાઈએ તો પૈસાના અભાવે ૯ ધોરણ પછી ભણવાનું પણ છોડી દેવું પડ્યું હતું. બંને ભાઈઓનું મૂળ ગામ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા આંબાવડ ગામ છે, પરંતુ તેમનો ઉછેર સુરતમાં જ થયો છે…
અમે જ્યારે બંને ભાઈઓને મળવા ગયા તો યુવાન અને તેજસ્વી ચહેરા, આંખોમાં ઊંચા સપના, ભાષામાં સૌમ્યતા, બિઝનેસનું ઊંડુ જ્ઞાન, સકારાત્મક વિચારધારા અને ઊંચા શિખરે પહોંચવાની તમન્ના ધરાવતા બે ભાઈઓને મળ્યા.
આ બંને ભાઈઓ સફળતાની સીડી તો ચડી રહ્યા છે, પરંતુ એકદમ ડાઉન ટુ અર્થ છે. આજે જે ઊંચાઈએ તેઓ પહોંચ્યા છે તેની પાછળ તેમનો અથાગ સંઘર્ષ, મહેનત, કન્સીસ્ટન્સી અને કામ પ્રત્યેની પ્રમાણિકતા છે.
બાળપણમાં પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી તો પરિવારને આર્થિક સહયોગ આપવા બંને ભાઈઓએ ભણતાની સાથે સાથે કામ પણ કર્યા. મોટા ભાઈએ તો પૈસાના અભાવે ૯ ધોરણ પછી ભણવાનું પણ છોડી દેવું પડ્યું હતું. બંને ભાઈઓનું મૂળ ગામ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા આંબાવડ ગામ છે, પરંતુ તેમનો ઉછેર સુરતમાં જ થયો છે.
સૌથી પહેલા વાત કરીએ મોટાભાઈ ગૌરાંગ વસોયાની. પિતા રત્નકલાકાર હતા અને ગામથી સુરત આવીને વસેલાં હતા, પરંતુ એ સમયે પિતાની આર્થિક સ્થિતિ સાવ નબળી હતી. ગૌરાંગ ધોરણ ૧ થી ૯ ગુજરાતી માધ્યમમાં ભણ્યા, પરંતુ એટલા રૂપિયા નહોતા કે, આગળ ભણી શકે.
ગૌરાંગ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા, છતાં મજબૂરીએ તેમને શિક્ષણ છોડાવી દીધું. ભણતા હતા ત્યારે પણ બપોરે પછી ડાયમંડ ઉદ્યોગમાં કામ આવે તેવા બ્રુટરીંગ વ્હીલ, સિન્થેટીક પાવડર કારખાને કારખાને જઇને વેચતા.
ભણવાનું છોડી દીધા પછી ડાયમંડ સ્ટીકીંગનું શિખ્યા અને એ પછી ૪ વર્ષ નોકરી પણ કરી
આ દરમિયાન તેમને ભણતર છોડવાનો વસવસો સતાવતો હતો એટલે તેમણે કામની સાથે ૧૦માં ધોરણની પણ પરીક્ષા આપી અને ૧૨મું ધોરણ અંગ્રેજી માધ્યમમાં CBSE બોર્ડમાંથી પાસ કર્યું.
૨૦૧૦માં તેમણે બ્રુટરીંગ વ્હીલની પોતાની કંપની શરૂ કરી અને ૨૦૧૫માં લેબગ્રોન ડાયમંડ મેન્યુ. લેબગ્રોન ડાયમંડ જ્વેલરી કંપની શરૂ કરી અને આજે આ કંપની ગૌરાંગ અને સાગર સાથે મળીને સંભાળી રહ્યા છે.
ગૌરાંગે કહ્યું કે, પહેલા અમને એમ હતું કે, આપણી પાસે તો પૈસા છે નહીં કોઇ સપોર્ટ આપે તો કઇંક કરીએ, પરંતુ કોઈનો સપોર્ટ ન મળ્યો, પરંતુ વિપશ્યના દરમિયાન ભગવાન બુદ્ધનું એક વાક્ય સાંભળવા મળ્યું. अत्ता हि अत्तनो नाथो अत्ता हि अत्तनो गति। અર્થાત્ બુદ્ધ કહે છે કે માણસ પોતે જ પોતાનો માલિક છે. તે પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે. તેથી, તમારે પોતાને નિયંત્રિત કરવું જોઈએ જેમ કોઈ વેપારી પોતાના તાલીમ પામેલા ઘોડાને નિયંત્રિત કરે છે. તમે જ તમારા ભવિષ્યના નિર્માતા છો.
આપણે જ્યારે ખુદનો પરિવાર બનાવીએ અને સંતાનો મોટાં કરીએ ત્યારે ખ્યાલ આવે કે જીવનમાં આવતા ઉતારચઢાવમાં એકજૂથ રહેવું કેટલું અગત્યનું હોય છે. વાસ્તવમાં, અસલી સફળતા એ છે જ્યાં તમે વ્યવસાયિક અને પારિવારિક જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવી શકો.
હવે થોડું સાગર વસોયા વિશે પણ જાણી લઇએ. સાગર પણ સુરતમાં જ ભણ્યા અને તેમણે પણ મોટા ભાઈ ગૌરાંગ જેટલો જ સંઘર્ષ કર્યો. સાગર ૧ થી ૯ ધોરણ ભણ્યા અને પછી ૪ વર્ષ ડાયમંડ ઉદ્યોગમાં મથાળા મારવાનું કામ કર્યું અને એ દરમિયાન National Institute of Open Schoolingમાંથી ૧૦ થી ૧૨ ધોરણ ભણ્યા.
સાગરને ભણવા કરતા ધંધામાં વધુ રસ હતો, ઇનોવેશનમાં તેમને જબરદસ્ત રસ હતો સફળ બિઝનેસમેન બનવાની અંદર આગ હતી. ૨૦૧૫માં જ્યારે ગૌરાંગ ભાઈએ કંપની શરૂ કરી તો સાગર એમની સાથે જોડાઈ ગયા અને આજ સુધી બંને ભાઈઓ કંપનીને ઊંચાઈએ લઇ જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.
બંને ભાઈઓ વચ્ચે ક્યારેય મતભેદ કે ઝગડા નથી થતા કારણ કે, તેમણે સમજદારી કેળવીને સીસ્ટમ બનાવી છે અને કામની વહેંચણી કરેલી છે. ગૌરાંગ સેલ્સ, માર્કેટીંગ, ફાઇનાન્સ સંભાળે છે તો સાગર મેન્યુફેક્ચરીંગ, રિસર્ચ અને ઇનોવેશનનું કામ સંભાળે છે.
લેબગ્રોન ડાયમંડનો અનુભવ નહોતો છતા કંપની શરૂ કરવાની હિંમત કરી
ગૌરાંગે કહ્યું કે, ૨૦૧૫ના વર્ષમાં જ્યારે લેબગ્રોન ડાયમંડ વિશે એટલી અવેરનેસ નહોતી એ સમયે એક સંબંધીએ કહ્યું કે, તું કારખાને કારખાને ફર્યો છે તો આ સિન્થેટીક ગોળી (પહેલા લેબગ્રોન ડાયમંડને સિન્થેટીક કહેતા) તું વેંચી જો.
એ સમયે કઇંક મોટું કરવાનું વિચાર્યું અને એ સંબંધીની સાથે ચીન જવાની યોજના બનાવી, ટિકિટ બધું કન્ફર્મ થઇ ગયું હતું, પરંતુ છેલ્લી ઘડીએ એ સંબંધી ફસકી ગયા.
પરંતુ એ વખતે મને મારા પર પુરો આત્મવિશ્વાસ હતો એટલે પહેલીવાર પ્લેનમાં બેઠો અને પહેલીવાર ચીન ગયો. એ વખતે ભાષાનો પણ મોટો ઇશ્યુ હતો. એ વખતે CVDનું માર્કેટ લગભગ એક ટકા જેટલું જ હતું.
૨૦૧૫માં હિંમત કરીને EXCELLENT JEWELS PRIVATE LIMITED કંપની શરૂ કરી ત્યારે હું એક માત્ર હતો પછી સાગરને જોડ્યો અને આજે અમારી કંપનીમાં ૨૫ કર્મચારી કામ કરે છે અને સુરત ઉપરાંત હોંગકોંગમાં પણ ઓફિસ છે. છેલ્લાં ૧૦ વર્ષમાં અમે ઘણો ગ્રોથ કર્યો છે.
ઊંચા સપના, વર્કશૉપ અને વિપશ્યનાની સાધનાને કારણે સફળતા મળી
ગૌરાંગે કહ્યું કે, વિપશ્યાનાની સાધના અને ઊંચા સપનાઓને કારણે સફળતા મળી. જિતેન્દ્ર અઢીયાના વર્કશોપમાંથી શીખવા મળ્યું કે, જેવું વિચારો એ તમારી જિંદગી સાથે થાય છે. જે વિઝ્યુલાઇઝ કરો તે મળે જ છે. સારું વિચારો તો સારું મળે અને ખરાબ વિચારો તો ખરાબ. આ યુનિવર્સનો સિધ્ધાંત છે. એટલે સારું અને પોઝિટિવ વિચારવાનું જ શરૂ કર્યું.
વિપશ્યનાની સાધનાને કારણે મન વધારે મજબુત અને તંદુરસ્ત બન્યું. મુંબઇમાં ૨૦૧૭માં એક જ્વેલરી બિઝનેસમાં ભાગ લીધો અને થોડું રિસ્ક લીધું તે ફળ્યું પછી આત્મવિશ્વાસ વધારે મજબુત બન્યો. ગૌરાંગે કહ્યું કે, વિપશ્યાનાના સ્થાપક એસ. એન. ગોએન્કા મારા પ્રેરણામૂર્તિ છે.
૨૦૧૦-૧૧માં ગૌરાંગે વિઝ્યુલાઇડ કરેલું અને ડાયરીમાં લખી પણ રાખેલું કે, મારે વિદેશમાં ઓફિસ હોય, ૧ લક્ઝરી કાર હોય, અને એક્સપોર્ટનો બિઝનેસ હોય, આ બધુ જ અચીવ કર્યું. લેન્ડમાર્ક ફોરમ જેવા કાર્યક્રમોને કારણે લીડરશીપના ગુણ કેળવાયા.
આવતા વર્ષે કંપનીનો IPO લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે
અમે જ્યારે ગૌરાંગ અને સાગરને તેમની ભવિષ્યની યોજનાઓ વિશે પૂછ્યું તો તેમણે જે જવાબ આપ્યો તેના પરથી લાગે છે કે હજુ તેમણે લાંબી ઉડાન ભરવી છે.
તેમણે કહ્યું કે, વર્ષ 2026માં અમારી કંપનીનો IPO લાવવાની અમારી યોજના છે. ઉપરાંત અમેરિકા અને દુબઇમાં ઓફિસ શરૂ કરવાની પણ અમારી યોજના છે.
2045 સુધીમાં અમારી કંપનીને ભારતની ટોપ-10 જ્વેલરી બ્રાન્ડ બનાવવાનું પણ અમારું સપનું છે. બંને ભાઈઓએ કહ્યું કે, અમે જિંદગીભર સાથે જ રહીશું. બિઝનેસ કેટેગરી ભલે અલગ કરીશું.
ધીરુ અંબાણી જેવા બનવા માટે સાગરે અનેક વખત ગુરુ ફિલ્મ જોઇ હતી…
મોટા ભાઈ ગૌરાંગની જેમ સાગરના પણ સપના પહેલેથી જ ખૂબ ઊંચા હતા. ધીરુભાઈએ જાત મહેનતથી આખું રિલાયન્સ એમ્પાયર ઊભું કર્યું.
જ્યારે ધીરુભાઈની લાઈફ પર અભિષેક બચ્ચન અભિનીત ગુરૂ ફિલ્મ આવી તો સાગરે ૪૫ વખત જોઇ હતી. સાગર હંમેશા મિત્રોને કહેતા રહેતા કે એક દિવસ મારે કરોડપતિ બનવું છે.
એવા સમયે એક મિત્રે ધ સિક્રેટ દસ્તાવેજી ફિલ્મની સીડી આપી. ૨૦૦૬માં, અમેરિકન દિગ્દર્શક ડ્રુ હેરિયેટ “ધ સિક્રેટ“ દ્વારા એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી, જે તરત જ દર્શકોમાં વ્યાપક ચર્ચાનો વિષય બની ગઈ હતી.
ફિલ્મનો પ્લોટ માનસિક આકર્ષણના નિયમ વિશે જણાવે છે અને ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે એક સરળ પદ્ધતિનું વર્ણન કરે છે. આ નિયમોનું પાલન કરીને, તમે જે ઇચ્છો તે પ્રાપ્ત કરી શકો છો. આ ફિલ્મને કારણે મારું આખું માઇન્ડ સેટ બદલાઈ ગયું. અંદરથી કરોડપતિ બનવાની જે આગ હતી તે વધારે પ્રજ્વલિત થઇ. સાગરે કહ્યું, આ ફિલ્મ પછી જે રૂમમાં હું સુતો હતો તેની છત પર ૧૦ની નોટ પર મિંડા વધારીને એ નોટ ચોંટાડી દીધી હતી.
૩૦ દિવસ સુધી દરરોજ સુતી વખતે આ નોટ જોતો રહેતો. 30 દિવસ થયા છતા કોઇ પરિણામ ન આવ્યું ત્યારે થોડી નિરાશા થઇ, પરંતુ ૩૧માં દિવસે પરિણામ દેખાયું. એક સંબંધીએ સીરામીક વ્હીલ વેચવાની દરખાસ્ત મુકી અને મેં માની લીધું કે આ કદાચ ભગવાનનો સંકેત હશે. એટલે સીરામીક વ્હીલ વેચવાનું શરૂ કર્યું હતું.
ઘરમાં દરરોજ ગૃહ સભા અને હેપિનેસ સ્ટ્રક્ચર બનાવેલું છે…
ગૌરાંગ અને સાગર સાથે જે વાતચીત થઈ તેમાં સૌથી મહત્ત્વની વાત આ છે જે દરેક લોકોએ તેમના જીવનમાં ઉતારવા જેવી છે. બંને ભાઈઓએ કહ્યું કે, તેમની જિંદગીની સૌથી પહેલી પ્રાયોરીટી હેલ્થ છે. આરોગ્ય સારું હશે તો પૈસો આવશે, જીવન જીવવા માટે છે કાપવા માટે નથી. પહેલું સુખ તે જાતે નર્યા.
બીજી પ્રાયોરીટી પરિવાર અને ત્રીજી પ્રાયોરિટી પૈસો છે. તેમનું માનવું છે કે અનુભવો પરથી શીખ્યા છે કે, જીવન અનિશ્ચિત છે એટલે અમે દરરોજ ભરપૂર જીવન જીવીએ છીએ. ક્યારેય દુઃખી થતા નથી. પરિવારના લોકો પણ વિપશ્યના અને વર્કશોપથી ઘણું શિખ્યા છે.
વસોયા બંધુઓએ કહ્યું કે, અમે બંને ભાઈના પરિવાર એક સાથે જ રહીએ છીએ અને અઠવાડિયે રાતે જમ્યા પછી ઘરે ગૃહ સભા કરવામાં આવે. જેમાં એક બીજાની પસંદ-નાપસંદ, ઘરમાં કોઈ એક બીજા પ્રત્યે કોઈ પણ પ્રકારની લાગણીને ઠેસ પહોંચે એવી કઈ વાત થઈ હોય તો મોકળા મને ચર્ચા થઈ છે, જેની ભૂલ હોય એ સ્વીકારે છે, અને ફરીવાર ન થઈ તેનું વચન આપે છે, સાથે – સાથે રોજ-બરોજ, સમયાંતરે કઈ પણ વાતની ફરિયાદ રહેતી હોય જેનાથી તણાવની પરિસ્થિતિ સર્જાતી હોય અને પ્રેમની અનુભૂતિ શૂન્ય થઈ જાય ત્યાં સ્ટ્રક્ચર ઓફ હેપીનેસ અમલ કરેલું છે, જેનાથી ઘર માં હંમેશા સુખ- શાં
નવી પેઢીના યુવાનો માટે ગૌરાંગ અને સાગરનો આ મેસેજ મહત્ત્વનો છે…
ગૌરાંગ અને સાગરે નવી પેઢીને મેસેજ આપતા કહ્યું હતું કે, અમારી ઓફિસમાં અમે એક સૂત્ર લખ્યું છે કે, જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી જાઓ, ત્યાં પહોંચશો એટલે આગળનું પણ દેખાશે. આ વાત અમે નવી પેઢીને પણ કહેવા માંગીએ છીએ કે, જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી જાઓ.
નવી પેઢીએ એક વાત સમજી લેવાની જરૂર છે કે, રાતો રાત કશું મળતું નથી. રાતોરાત બોડી પણ બનતી નથી એના માટે મહેનત કર્યા વગર છુટકો નથી.
બીજું કે હંમેશા જીવનમાં સાચી નીતિ રાખજો તો તેનું સારું ફળ મળશે અને જે રીતે ભગવદ્ ગીતમાં ભગવાન કૃષ્ણએ કહેલું છે કે, તારું કામ કર્મ કરવાનું છે, ફળની આશા રાખવાની નથી એટલે તમારે કર્મ પર ફોકસ કરવું નહીં કે ફળ પર.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel























