De Beers VP Shaun Lin visits GJEPC Mumbai office
(સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના મુંબઈ સ્થિત હેડ ઓફિસમાં ગઈ ૨૭ નવેમ્બરે ડી બિયર્સ ગ્રૂપના વાઇસ પ્રેસિડન્ટ (સેલ્સ) શોન લિનની મુલાકાત થઈ હતી. તેમનું સ્વાગત GJEPC ચેરમેન કિરીટ ભણસાલી, વાઇસ ચેરમેન શૌનક પરીખ, ડાયમંડ પેનલ કન્વીનર અનૂપ મહેતા, PMBD કન્વીનર આશિષ બોર્ડા તથા પૂર્વ ડાયમંડ પેનલ કન્વીનર અજેશ મહેતાએ કર્યું હતું.

બેઠકમાં ચીનમાં નેચરલ હીરાના દાગીનાને પ્રોત્સાહન આપવા બંને વચ્ચેના સહયોગને વધુ મજબૂત કરવા પર પર વિગતવાર ચર્ચા થઈ. આ દિશામાં ચાઉ તાઇ ફૂક જ્વેલરી સાથે ચાલી રહેલા સંયુક્ત પ્રયાસોની પણ સમીક્ષા કરવામાં આવી.

શોન લિને જણાવ્યું કે, ચીનમાં નેચરલ હીરા પ્રત્યે ગ્રાહકોની રુચિ ધીમે ધીમે સુધરી રહી છે અને બજારમાં પુનર્જીવનનનાં સંકેતો દેખાઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ચીનમાં લેબ-ગ્રોન હીરા હજુ મોટે ભાગે સસ્તા (૧૫૦ ડોલરથી નીચેના) અને એક્સેસરી-સ્ટાઇલ સેગમેન્ટમાં જ છે, જે માસ રિટેલ ફોર્મેટ દ્વારા વેચાય છે. આ પરિબળ ચીની ગ્રાહકોમાં નેચરલ હીરાની મૂલ્ય-ધારણાને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે.

બંને પક્ષોએ નેચરલ હીરાના દાગીના વર્ગની વૃદ્ધિ માટે લક્ષિત પ્રમોશનલ પહેલો તથા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમો દ્વારા સહયોગને વધુ ઊંડો કરવાની રીતો પર વાત કરી. GJEPCએ આ મુલાકાતને ચીનમાં નેચરલ હીરાની માંગ મજબૂત કરવાના સંયુક્ત પ્રયાસો માટે મહત્વનું પગલું ગણાવ્યું છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant