DIAMOND CITY NEWS, SURAT
ઓસ્ટ્રેલિયાના સોનાના ખાણકામ ક્ષેત્રે 2024/25 નાણાકીય વર્ષમાં કુલ 300 ટન સોનાનું ઉત્પાદન કર્યું છે. આ આંકડો 2022/23 પછીનો સૌથી વધુ છે, જોકે 1999/2000નો 328 ટનનો રેકોર્ડ હજી તૂટ્યો નથી.
જૂન 2025 ક્વાર્ટરમાં ઉત્પાદન 76 ટન રહ્યું, જે માર્ચ ક્વાર્ટર કરતાં 4% વધારે છે. આ વર્ષે સરેરાશ સોના ભાવ A$5 200 પ્રતિ ટ્રોય ઔંસ રહ્યો હતો. કુલ ઉત્પાદનનું મૂલ્ય A$50 અબજથી વધુ છે, જેના કારણે સોનું ઓસ્ટ્રેલિયાનો ચોથો સૌથી મોટો નિકાસ ઉત્પાદન બન્યું છે – આયર્ન ઓર, કોલસો અને LNG પછી.
સર્બિટન એસોસિયેટ્સના ડિરેક્ટર ડૉ. સાન્ડ્રા ક્લોઝે જણાવ્યું કે સોનાનો ઉદ્યોગ કાર્યક્ષમ, ઉત્પાદક અને અત્યંત મહત્વનો છે. તેમ છતાં ઘણા રાજકારણીઓ અને જનતા આ સત્યથી અજાણ છે.
વૈશ્વિક અનિશ્ચિતતા – મધ્ય પૂર્વના તણાવ, રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અસ્થિર નીતિઓ – સોના ના ભાવમાં વધારો લાવતી રહી.
સોનાના ઉત્પાદન પર હજી મર્યાદા છે, કારણ કે ખાણોમાંથી ઓછી ક્વોલિટીનો જથ્થો ઓર સાથે મિશ્રિત થાય છે, જે 15% જેટલો છે. આ પ્રેક્ટિસ ખાણનો આયુષ્યકાળ વધારવા અને સ્રોતનો સદુપયોગ કરવા માટે છે.
વિદેશી માલિકીનો હિસ્સો હાલમાં 45% છે, અને સપ્ટેમ્બર અંતે દક્ષિણ આફ્રિકાની ગોલ્ડ ફીલ્ડ્સ કંપની ઓસ્ટ્રેલિયાની ગોલ્ડ રોડ રિસોર્સીસને A$3.7 અબજમાં ટેકઓવર કરશે ત્યારબાદ એમાં વધારો થવાની આશા છે.
ગ્રુયરે ખાણ – જે 2013માં શોધાઈ હતી – 2019થી કાર્યરત છે અને 2024/25માં 305 000 ઔંસ સોનું ઉત્પન્ન કર્યું હતું. ઓપનપિટ ખાણ 500 મીટર સુધી ઊંડી થવાની છે, જે ઓસ્ટ્રેલિયાની સૌથી ઊંડી ખાણોમાંની એક ગણાશે.
2024/25માં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ખાણોમાં બોડિંગ્ટન (574 000 ઔંસ), ટ્રોપિકાના (466 072 ઔંસ), કેડિયા (432 000 ઔંસ), સુપર પિટ (405 415 ઔંસ) અને તાનામી (387 000 ઔંસ) સામેલ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















