america has reduced duty on cut and polished diamonds to zero what will be impact-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2025માં ભારત પર કુલ 50 ટકા ડ્યુટી લાદી હતી, જેમાં 25 ટકા ‘રેસિપ્રોકલ ડ્યુટી’ હતી અને 25 ટકા રશિયા સાથે ભારતના તેલના વેપારના દંડ સ્વરૂપે હતી. આ 50 ટકા ડ્યુટીની ગંભીર અસર જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર પડી હતી, કારણ કે ડાયમંડ અને જ્વેલરી માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે.

છેલ્લા સાડા ત્રણ વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, કારણ કે એક પછી એક એવા કારણો સામે આવ્યા જેના લીધે ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો હતો. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટના બીજા જ દિવસે ભારત માટે સારા સમાચાર આપ્યા.

સૌથી પહેલા તો ભારત પર જે 25 ટકા દંડ પેટે ડ્યુટી હતી તે હટાવી લેવામાં આવી અને બાકીની 25 ટકા ડ્યુટી ઘટાડીને 18 ટકા કરવામાં આવી છે. તેમાં સૌથી મોટો ફાયદો ડાયમંડ ઉદ્યોગને થયો છે, કારણ કે ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ પર ડ્યુટી ઝીરો ટકા કરી દેવામાં આવી છે.

જ્યારે અમેરિકાએ 50 ટકા ડ્યુટી નાખી હતી ત્યારે ભારતીય ઉદ્યોગકારોએ અન્ય રસ્તાઓ શોધ્યા હતા, પરંતુ હવે સીધો અમેરિકા સાથે ફરી ઝીરો ટકા ડ્યુટીમાં બિઝનેસ થઈ શકશે.

આ બાબતે અમે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી

america has reduced duty on cut and polished diamonds to zero what will be impact-Kirit Bhansahali-2

ભારતીય જ્વેલરી અને ડાયમંડ ઉદ્યોગને મોટી રાહત મળી છે : કિરીટ ભણસાલી, ચૅરમૅન, GJEPC

અમેરિકાએ તાજેતરમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ અને કલર્ડ જેમસ્ટોન્સ પર ઝીરો ટકા ડ્યુટીની જોગવાઈ કરી છે, જે ભારત-અમેરિકા વચ્ચેના ‘ઇન્ટરિમ ટ્રેડ એગ્રીમેન્ટ’ના ફ્રેમવર્ક હેઠળ આવે છે. આનાથી ભારતીય ઉદ્યોગને મોટી રાહત મળી છે.

તેમણે ઉમેર્યું કે, “આ એક ટર્નિંગ પોઇન્ટ છે જે ઉદ્યોગને નવું જીવન આપશે. છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં ભારતીય કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સના એક્સપોર્ટમાં 60 ટકાથી વધુ ઘટાડો થયો હતો (એપ્રિલ-ડિસેમ્બર 2024માં $3.64 બિલિયનથી ઘટીને 2025માં $1.45 બિલિયન થયો હતો), કારણ કે અમેરિકાએ ડ્યુટી 0% થી વધારીને સીધી 50% સુધી કરી દીધી હતી, જેનાથી સ્પર્ધાત્મકતા ખતમ થઈ ગઈ હતી.”

હવે ડ્યુટી ઝીરો થવાને કારણે અમેરિકન આયાતકારો માટે ખર્ચ ઘટશે, ભારતીય ઉત્પાદકોને રાહત મળશે અને માંગમાં ફરી વધારો થતાં ઉદ્યોગમાં સ્થિરતા આવશે.

america has reduced duty on cut and polished diamonds to zero what will be impact-jayanti savaliya-3

ગુજરાત ડાયમંડ ઉદ્યોગ માટે મોટી તક ઊભી કરશે : જયંતિ સાવલીયા, રિજિયોનલ ચૅરમૅન, ગુજરાત, GJEPC

ગુજરાતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે હું માનું છું કે યુએસ તરફથી આવેલો તાજેતરનો ડ્યુટી સ્ટ્રક્ચર અપડેટ અમારા એક્સપોર્ટર્સ માટે હકારાત્મક સાબિત થયો છે.

રશિયા સાથે જોડાયેલી વધારાની 25% ડ્યુટી હટવાથી તાત્કાલિક ખર્ચનું ભારણ (Cost Burden) ઘટ્યું છે અને અમારા શિપમેન્ટ વધુ સ્પર્ધાત્મક બન્યા છે. હવે પ્રસ્તાવિત 18 ટકા રેસિપ્રોકલ ટૅરિફ અને Annex III હેઠળ નેચરલ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ માટે ડ્યુટી ફ્રી વ્યવસ્થા ગુજરાતના ડાયમંડ ક્લસ્ટર માટે મોટી તક છે.

america has reduced duty on cut and polished diamonds to zero what will be impact-ashesh doshi-4

આની ડાયમંડ ઉદ્યોગ પર પોઝિટિવ અસર દેખાશે : અશેષ દોશી, વાઈસ પ્રેસિડન્ટ, સુરત ડાયમંડ બુર્સ

સુરત ડાયમંડ બુર્સના વાઇસ પ્રેસિડન્ટ અશેષ દોશીએ જણાવ્યું કે, “અમેરિકાએ ઝીરો ટકા ડ્યુટી કરવાને કારણે ઉદ્યોગ પર હકારાત્મક અસર જોવા મળશે. અગાઉ અમેરિકાના ગ્રાહકોને ડાયમંડ જ્વેલરી ખૂબ મોંઘી પડતી હતી, પરંતુ હવે ફરી આશા જાગી છે અને ઉદ્યોગમાં નવો સંચાર થશે તેવું લાગી રહ્યું છે.

america has reduced duty on cut and polished diamonds to zero what will be impact-kisti shah-5

હજુ બજારમાં અસમંજસની સ્થિતિ છે : રાકેશ શાહ, ડાયમંડ વેપારી, મુંબઈ

મુંબઈના ડાયમંડ વેપારી રાકેશ શાહે કહ્યું કે, “હજુ પણ માર્કેટમાં થોડી અસમંજસ છે. હજુ સુધી કોઈ સત્તાવાર નોટિફિકેશન સામે આવ્યું નથી. અત્યારે માર્કેટમાં 50 ટકા ટૅરિફ વખતે જેવો માહોલ હતો તેવો જ છે, જોકે બધાને આશા છે કે માર્ચ મહિના પછી હીરા બજારમાં સારી મૂવમેન્ટ આવી શકે છે.”

ડ્યુટી ઝીરો થવાથી હવે નિકાસ સરળ બનશે : કિર્તી શાહ, ડાયમંડ વેપારી, સુરત

સુરતના વેપારી કિર્તી શાહે જણાવ્યું કે, “ડ્યુટી ફરી ઝીરો ટકા થવાથી ઉદ્યોગને ચોક્કસ ફાયદો થશે અને અમેરિકા સાથેની નિકાસ પહેલાની જેમ સરળ બનશે. હાલમાં વૈશ્વિક સ્તરે પોલિશ્ડ ડાયમંડની નિકાસ ઓછી છે કારણ કે સોનાના ભાવ આસમાને હોવાથી જ્વેલરી મોંઘી થઈ છે, પરંતુ આવનારા દિવસોમાં માર્કેટ વેગ પકડશે.”

america has reduced duty on cut and polished diamonds to zero what will be impact-mitesh jasani-6

લાંબા ગાળે ચોક્કસ અસર દેખાશે : મિતેશ જસાણી (સુરકા), Prisha Exports

મિતેશ જસાણીએ જણાવ્યું કે, “નેચરલ ડાયમંડ માટે આ ખરેખર પોઝિટિવ સમાચાર છે, પરંતુ તેની અસર તરત જોવા નહીં મળે. આ લાંબા ગાળાની પ્રક્રિયા છે, તેથી પરિણામો આવતા થોડો સમય લાગશે, પણ અમેરિકામાં નિકાસ ચોક્કસ વધશે.

ડોનાલ્ડ ટ્રમ્પે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટના બીજા જ દિવસે ભારત માટે સારા સમાચાર આપ્યા. સૌથી પહેલા તો ભારત પર જે 25 ટકા દંડ પેટે ડ્યુટી હતી તે હટાવી લેવામાં આવી અને બાકીની 25 ટકા ડ્યુટી ઘટાડીને 18 ટકા કરવામાં આવી છે. તેમાં સૌથી મોટો ફાયદો ડાયમંડ ઉદ્યોગને થયો છે…


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant