
DIAMOND CITY NEWS, SURAT
વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની LVMH (Moët Hennessy Louis Vuitton) માટે વર્ષ ૨૦૨૫ મિશ્ર પ્રતિસાદ વાળું રહ્યું છે. એક તરફ ભૌગોલિક રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે ગ્રુપની કુલ આવકમાં ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ કંપનીના ‘વોચીસ અને જ્વેલરી’ વિભાગે શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર ગ્રુપની લાજ રાખી છે. રિપોર્ટ અનુસાર, LVMH ની કુલ વાર્ષિક આવક €80.8 અબજ રહી છે, જે ગત વર્ષની સરખામણીએ ૫% નો ઘટાડો દર્શાવે છે.
જ્વેલરી સેક્ટરમાં તેજીનો ચમકાટ
જ્યાં અન્ય બિઝનેસ સેગમેન્ટ સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં જ્વેલરી અને ઘડિયાળના વિભાગે €10.5 અબજની આવક મેળવી છે. આ વિભાગે ૩% નો ઓર્ગેનિક ગ્રોથ નોંધાવ્યો છે. નિષ્ણાતોના મતે, ગ્રાહકો અત્યારે ફેબ્રિક કે દારૂ કરતા ‘હાર્ડ લક્ઝરી’ એટલે કે સોના-હીરાના દાગીનામાં રોકાણ કરવાનું વધુ સુરક્ષિત માની રહ્યા છે. આ સફળતામાં Tiffany & Co. અને Bvlgari જેવી દિગ્ગજ બ્રાન્ડ્સનો સિંહફાળો રહ્યો છે.
ટિફની એન્ડ કંપની: ‘બર્ડ ઓન અ રોક’ નો જાદુ
ટિફની એન્ડ કંપનીએ તેની આઇકોનિક કલેક્શન જેવી કે HardWear, Knot અને ખાસ કરીને Bird on a Rock દ્વારા ગ્રાહકોને આકર્ષ્યા છે. હાઈ-જ્વેલરી સેગમેન્ટમાં કંપનીના ‘બ્લુ બુક સી ઓફ વન્ડર’ કલેક્શને ઇતિહાસનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ન્યૂયોર્કના પ્રખ્યાત ‘ધ લેન્ડમાર્ક’ સ્ટોર જેવી નવી થીમ પર આધારિત મિલાન અને ટોક્યોના નવા ફ્લેગશિપ સ્ટોર્સે પણ અપેક્ષા કરતા વધુ કમાણી કરી આપી છે.
બલગારી અને ચોમેટ: કલા અને લક્ઝરીનો સંગમ
ઇટાલિયન બ્રાન્ડ Bvlgari માટે પણ આ વર્ષ રેકોર્ડબ્રેક રહ્યું છે. તેની પ્રખ્યાત ‘સર્પેન્ટી’ (Serpenti) ડિઝાઇનના પ્રદર્શનો શાંઘાઈ, સિઓલ અને મુંબઈમાં યોજાયા હતા, જેને ભારે પ્રતિસાદ મળ્યો હતો. બલગારીના કરોડો ડોલરની કિંમતના ‘મલ્ટી-મિલિયન ડોલર પીસ’ નું પણ વિક્રમી વેચાણ નોંધાયું છે. આ ઉપરાંત, Chaumet બ્રાન્ડની ‘બી ડી ચોમેટ’ (Bee de Chaumet) લાઇન અને Repossi તથા Fred જેવી બ્રાન્ડ્સના નવા કલેક્શન્સે બજારમાં મજબૂત પકડ જાળવી રાખી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















