DIAMOND CITY NEWS, SURAT
અમેરિકાએ રશિયાથી આવતા હીરાની આયાત માટેની સમયમર્યાદા એક વર્ષ વધારીને 1 સપ્ટેમ્બર, 2026 સુધી કરી છે. આ પહેલાં માર્ચ 2024માં અમેરિકાએ રશિયન હીરા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ, અમેરિકાના ટ્રેઝરી વિભાગની ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC)એ એક ખાસ લાઇસન્સ (General License No. 104) જાહેર કરીને કેટલીક છૂટ આપી હતી.
આ લાઇસન્સ મુજબ, જે હીરા પ્રતિબંધ પહેલાં ખરીદાયા હતા અને હજુ અમેરિકા પહોંચ્યા ન હતા, તેમને આયાત કરવાની મંજૂરી છે. આમાં એવા રશિયન હીરા પણ સામેલ છે, જે કાપકામ માટે ભારત મોકલાયા હતા અને રશિયાની બહાર હતા. શરત એ છે કે 1 કેરેટ કે તેથી મોટા હીરા 1 માર્ચ, 2024 પહેલાં અને 0.50 થી 1 કેરેટના હીરા 1 સપ્ટેમ્બર, 2024 પહેલાં રશિયાની બહાર હોવા જોઈએ.
હવે OFACએ નવું લાઇસન્સ (General License No. 104A) બહાર પાડીને આયાતની મુદત 1 સપ્ટેમ્બર, 2025થી વધારીને 1 સપ્ટેમ્બર, 2026 કરી છે. જોકે, હીરાની જ્વેલરી માટેના લાઇસન્સ (General License No. 103)માં કોઈ ફેરફાર થયો નથી.
આ નિર્ણયથી અમેરિકન આયાતકારોને વધુ સમય મળશે, જેથી તેઓ પહેલાં ખરીદેલા હીરાને કાયદેસર રીતે અમેરિકામાં લાવી શકે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















