DIAMOND CITY NEWS, SURAT
કેનેડાની પ્રખ્યાત લક્ઝરી જ્વેલરી કંપની બર્ક્સ ગ્રૂપના પ્રેસિડેન્ટ અને સીઈઓ જીન-ક્રિસ્ટોફ બેડોસ આ મહિનાના અંતે તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. બર્ક્સે મંગળવારે આ જાહેરાત કરી હતી, તેઓએ 13 વર્ષ સુધી કંપનીનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેઓ નવા નેતૃત્વની પસંદગીની પ્રક્રિયા દરમિયાન સલાહકાર તરીકે કંપની સાથે જોડાયેલા રહેશે.
આ નિર્ણય કંપનીની એકંદર વ્યૂહરચનાનો ભાગ છે, જેનો હેતુ બર્ક્સની સ્થિરતા અને લાંબા ગાળાની વૃદ્ધિને મજબૂત કરવાનો છે. નવા સીઈઓની શોધ ચાલુ હોય ત્યાં સુધી બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન નિકોલો રોસી ડી મોન્ટેલેરા વચગાળાના સીઈઓ તરીકેની જવાબદારી સંભાળશે, જ્યારે બોર્ડ સભ્ય ડેવિડ બાર્બેરિસ કેનોનિકો વચગાળાના પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ કરશે.
રોસી ડી મોન્ટેલેરાએ બેડોસના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું, “બેડોસના નેતૃત્વમાં બર્ક્સે પોતાની બ્રાન્ડને વિકસાવી, વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બ્રાન્ડ્સ સાથે સહયોગ સ્થાપ્યો અને કોવિડ-19 જેવા પડકારજનક સમયમાં પણ કંપનીને સફળતાપૂર્વક આગળ લઈ ગયા.” તેમણે ઉમેર્યું કે આ નેતૃત્વ પરિવર્તન કંપનીની નવી પ્રાથમિકતાઓને અનુરૂપ એક મહત્વપૂર્ણ પગલું છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















