TAGS sold 20 specials gems for USD 17 million
ફોટો સૌજન્ય : સોડિયમ
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ટ્રાંસ એટલાન્ટિક જેમ સેલ્સ (TAGS) એટલે કે ટેગ્સે તેના સ્પેશ્યિલ 10.8 કેરેટથી વધુ વજન ધરાવતા જેમને અંદાજે 17 મિલિયન ડોલરમાં વેચ્યા છે.

અંગોલાની સરકારી માલિકીની ડાયમંડ કંપની સોડિયમની મદદથી આયોજિત ત્રીજા ટેન્ડરમાં તમામ લોચ વેચ્યા છે. આ સ્પેશ્યિલ જેમ તેની અંદાજીત કિંમત કરતા 17 ટકા વધુ કિંમતમાં વેચાયા છે.

અંગોલાના લુઆંડામાં આયોજિત ટેન્ડર પ્રક્રિયામાં કુલ 636.2 કેરેટનું વેચાણ થયું છે. જેની કિંમત 16.94 મિલિયન ડોલર હતી. અર્થાત્ પ્રતિ કેરેટ સરેરાશ 26.627 ડોલર કિંમત હતી.

ટેગ્સે કહ્યું કે વેચાણ દ્વારા જે આવક થઈ છે તેનાથી કંપની ખૂબ જ ખુશ છે. આ અગાઉ ગયા ડિસેમ્બરમાં સોડિયમ સાથેના તેના બીજા ટેન્ડરમાં

ટેગ્સે 6 સ્પેશિયલ 18.19 મિલિયન ડોલરમાં કુલ 646 કેરેટ વજન સાથે બે પિંક હીરાનું વેચાણ કર્યું હતું. પહેલાં સંયુક્ત ટેન્ડરમાં ગયા ઓક્ટોબરમાં, 1,329.89 કેરેટથી 22.3 મિલિયન ડોલર એકત્ર કરવામાં આવ્યા હતાં.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant