સોથેબીઝના હોંગકોંગ વોચ સેલે બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

પેટેક ફિલિપ રેફ 2526, કલેક્ટર જેબી ચૅમ્પિયનની પ્રથમ સેલ્ફ વાઈન્ડિંગ કાંડા ઘડિયાળ તેની અંદાજીત રેન્જમાં 7,29,977માં વેચાઈ હતી.

Sothebys Hong Kong watch sale sets two world records
ફોટો : રેકોર્ડ સેટ કરતી પેટેક ફિલિપ ઘડિયાળ. (સોથેબીઝ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં હોંગકોંગ ખાતે સોથેબીઝ દ્વારા યોજાયેલી લક્ઝરી વોચીસની હરાજીમાં બે નવા રેકોર્ડ બન્યા છે. અહીં લગભગ અડધા લોટ તેમના ઊંચા અંદાજથી વધુ કિંમતે વેચાયા હતા.

પેટેક ફિલિપ રેફ 2526, કલેક્ટર જેબી ચૅમ્પિયનની પ્રથમ સેલ્ફ વાઈન્ડિંગ કાંડા ઘડિયાળ તેની અંદાજીત રેન્જમાં 7,29,977માં વેચાઈ હતી. દરમિયાન કાર્ટિયર પેરિસ ક્લોઝ નં. 1/1 2,10,882 ડોલરમાં વેચાઈ હતી જે તેના ઊંચા અંદાજ કરતા ચાર ગણી વધારે કિંમત હતી. બંનેએ ચોક્કસ મોડેલ માટે સૌથી વધુ કિંમત મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

7 એપ્રિલના રોજ હોંગકોંગ ખાતે યોજાયેલી આ હરાજીમાં કુલ મળીને સોથેબીઝને 16.1 મિલિયન ડોલરની આવક થઈ હતી. ખરીદદારો પૈકી બે તૃતીયાંશથી વધુ બાયર્સ ચીન અને યુએસના હતા.

હરાજીની ટોચમાં એક પેટેક ફિલિપ રેફ. 2499 1960માં બનાવેલો હતો. રૂમમાં અને ફોન પર સહભાગીઓ વચ્ચે તેની ખરીદી માટે ઉગ્ર બોલી થતી જોવા મળી હતી. તે તેની અંદાજીત કિંમતે વેચાઈ હતી. લગભગ 20 બિડ પછી તે 1 મિલિયન ડોલરમાં વેચાઈ હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant