સુરત ડાયમંડ બુર્સમાં સ્પેશ્યિલ નોટિફાઈડ ઝોન મળવાની શક્યતા પ્રબળ બની

આ SNZ ભારતમાં સૌથી મોટું છે, તેમાં 15 સંપૂર્ણ સજ્જ કેબિન, એક ઉચ્ચ સુરક્ષા મોનિટરિંગ રૂમ અને 24X7 સુરક્ષા સિસ્ટમ સહિત અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

Strong possibility of getting a Special Notified Zone in Surat Diamond Bourse
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં તા. 17મી ડિસેમ્બરના રોજ સુરતમાં સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે સ્પેશ્યિલ નોટિફાઈડ ઝોનની મંજૂરી આપવાની જૂની યાદને વાગોળતા હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર ફરી વળી છે. બુર્સના પ્રિમાઈસીસમાં જ સ્પેશ્યિલ નોટિફાઈડ ઝોનને મંજૂરી મળે તેવી શક્યતાઓ ઉજળી બની છે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના પ્રાદેશિક અધ્યક્ષ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, જીજેઈપીસીએ વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, તેઓએ 2014ની વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સમાં વિશેષ એસએનઝેડની સ્થાપનાની કલ્પના કરી હતી. સ્પેશિયલ નોટિફાઇડ ઝોન્સ, જે તેમને સુરત ડાયમંડ બુર્સની અનુભૂતિ માટે શ્રેય આપે છે. અમે તેમના શબ્દોથી સન્માનિત છીએ અને તેમના પ્રોત્સાહન માટે આભાર વ્યક્ત કરીએ છીએ.

2015માં એસએનઝેડની મુંબઈ, સુરતમાં શરૂઆત થઈ હતી. જેમાં અલરોસા, ડિબિયર્સ, રિયોટિન્ટો, ડોમિનિયન ડાયમંડ અને ઓકવાંગો ડાયમંડ જેવી મોટી માઇનિંગ કંપનીઓ દ્વારા વ્યુઇંગ (પ્રદર્શન) યોજવામાં આવ્યું હતું. આ કંપનીઓ વૈશ્વિક સ્તરે કુલ રફ હીરાના ઉત્પાદનમાં 85% હિસ્સો ધરાવે છે અને એસએનઝેડ એ 25,000થી વધુ મુલાકાતીઓ જોયા છે જેમાં 3 બિલિયન USDથી વધુ મૂલ્યના 15 મિલિયન કેરેટથી વધુ રફ હીરાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ભવિષ્યનાં વિસ્તરણમાં સુરત ડાયમંડ બુંર્સમાં નવું એસએનઝેડ કાર્યરત થઈ જશે.  જીજેઈપીસી એ સુરત ડાયમંડ બુર્સમાં નવા એસએનઝેડ માટેની યોજનાની જાહેરાત કરી છે. આ SNZ જે ભારતમાં સૌથી મોટું છે, તેમાં 15 સંપૂર્ણ સજ્જ કેબિન, એક ઉચ્ચ સુરક્ષા મોનિટરિંગ રૂમ અને 24/7 સુરક્ષા સિસ્ટમ સહિત અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તે 4,500 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જે હીરાના વ્યવહારો માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપશે.

દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે “સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ના અધ્યક્ષ તરીકે, મને હીરા ઉદ્યોગ પર ‘સ્પેશિયલ નોટિફાઈડ ઝોન્સ’  ની પરિવર્તનકારી અસર જોઈને ગર્વ થાય છે. એસએનઝેડની સફળતા, મુંબઈ અને સુરત બંનેમાં રહી છે. વૈશ્વિક હીરાના વેપારના હબ તરીકે ભારતની પ્રગતિમાં એસએનઝેડનું મોટું યોગદાન રહ્યું છે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે આગામી નવા એસએનઝેડ સાથે, અમે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપીને, ભારતીય ડાયમંડ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જાવા કટિબદ્ધ છીએ. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એ ભારતમાં બે SNZની સ્થાપનાનું નેતૃત્વ કર્યું – એક મુંબઈ ભારત ડાયમંડ બુર્સ (BDB) ખાતે અને બીજું ઈચ્છાપોર, સુરત ખાતે. આ એસએનઝેડએ ભારતીય હીરા ઉદ્યોગના વિકાસમાં જબરદસ્ત યોગદાન આપ્યું છે.”

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant