Well-known American company will open lab grown diamond factory in Spain
ફોટો : ફેક્ટરીમાં પ્લાઝ્મા રિએક્ટર બતાવે છે. (સૌજન્ય: ડાયમંડ ફાઉન્ડ્રી)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

સિલિકોન વેલી સ્ટાર્ટઅપ, ડાયમંડ ફાઉન્ડ્રીએ કહ્યું કે, તે Trujillo, સ્પેનમાં તેની નવી ફેક્ટરીમાં લેબગ્રોન ડાયમંડનું ટેસ્ટ પ્રોડક્શન આ પાનખરમાં શરૂ કરશે. ડાયમંડ ફાઉન્ડ્રીએ સાનફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, અમેરિકામાં આવેલી મોટી લેબગ્રોન ડાયમંડ કંપની છે.

કંપનીએ કહ્યું કે, તેની પોતાની પેટન્ટ CVD (Chemical Vapor Deposition) પદ્ધતિનો ઉપયોગ કરીને 168 પ્લાઝ્મા રિએક્ટર સાથે દર વર્ષે 2 મિલિયન કેરેટથી વધુ ઉત્પાદન કરવાનો અંદાજ છે.

નવી ફેક્ટરીમાં ઉત્પાદિત મોટાભાગના હીરા ઓટોમોટિવ સેક્ટર અથવા 5G કોમ્યુનિકેશન નેટવર્ક માટે હશે, પરંતુ કેટલાક જ્વેલરી સેક્ટર માટે Gem ક્વોલીટીના હશે.

6,000m2 સુવિધા 5 કિમી દૂર ફોટોવોલ્ટેઇક પ્લાન્ટમાંથી સૌર ઉર્જા દ્વારા સંચાલિત કરવામાં આવશે.

હોલીવૂડ અભિનેતા લિયોનાર્ડો ડીકેપ્રિયો, જેમણે 2006ની મૂવી ‘બ્લડ ડાયમંડ’માં અભિનય કર્યો હતો, તે ડાયમંડ ફાઉન્ડ્રીના રોકાણકારોમાં સામેલ છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant