GJEPC દ્વારા પૂણેમાં વિવિધ જ્વેલરી એસોસિએશનના પ્રમુખોનું યુજીજેઆઈસી શોનું આયોજન કરાયું

પૂણે ખાતે B2B જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન યુજીજેઆઈસી યોજાયું, જેમાં GJEPC દ્વારા વિવિધ જ્વેલરી એસોસિએશનના પ્રમુખોનું સ્વાગત કરાયું

GJEPC Organized UGJIC Show of Presidents of Various Jewellery Associations in Pune
SOURCE : GJEPC
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તા. 2 થી 4 માર્ચ 2024 દરમિયાન પૂણે ખાતે B2B જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન યુજીજેઆઈસી યોજાયું હતું, જેમાં જીજેઈપીસી દ્વારા વિવિધ જ્વેલરી એસોસિએશનના પ્રમુખોનું સ્વાગત કરાયું હતું.

જીજેઈપીસીના બુથની શોભા પૂણે શરાફ એસોસિએશનના પ્રમુખ ફતેચંદ રાંકાએ વધારી હતી. બુથમાં નાંદેડ શરાફા એસોસિએશનના પ્રમુખ સુધાકર ટાંક, ગોવા જ્વેલર્સ એસોસિએશનના સમીર કુડતરકર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિધિ શર્મા, ઇન્ડિયન એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રી એસોસિએશનના સેક્રેટરી જગદીશ પાટણકર, જીજેઈપીસીના આસિસ્ટન્ટ ડિરેક્ટર નાહિદ સુનકે દ્વારા પૂણે શરાફ એસોસિએશનના પ્રમુખ ફતેચંદ રાંકાને સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું.

જીજેઈપીસીના બુથમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ માર્કેટમાં ઇન્ડિયન જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે કાઉન્સિલની પહેલની પ્રશંસા કરાઈ હતી. મુખ્યત્વે આઈઆઈજેએસ શોની પ્રશંસા કરાઈ હતી

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant