હોંગકોંગના જેમ એન્ડ જ્વેલરી શોને સારો પ્રતિસાદ મળ્યો

આ શોમાં લેબગ્રોન ડાયમંડનું વેચાણ સારું રહ્યું, નેચરલ ડાયમંડની માંગ થોડી નબળી જોવા મળી. જોકે, લાઈટ વેઇટ ડાયમંડ ગોલ્ડ જ્વેલરીની માંગ સારી રહી

Hong Kong Gem and Jewellery Show had great success-1
ફોટો સૌજન્ય : HKTDC
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં હોંગકોંગ ખાતે વિશ્વનો સૌથી મોટો જેમ એન્ડ જ્વેલરી શો યોજાયો હતો, જેને બાયર્સ તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો હોવાની વિગતો સાંપડી છે. આ શોમાં લેબગ્રોન ડાયમંડનું વેચાણ સારું રહ્યું છે. નેચરલ ડાયમંડની માંગ થોડી નબળી જોવા મળી છે. જોકે, લાઈટ વેઇટ ડાયમંડ ગોલ્ડ જ્વેલરીની માંગ સારી રહી હતી.

હોંગકોંગ જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં મધ્ય પૂર્વ અને અમેરિકાના બાયરોએ લેબગ્રોન ડાયમંડ અને જ્વેલરીની ધૂમ ખરીદી કરી હતી. કેટલાક બાયરોએ ઓર્ડર પણ આપ્યા હતા. ડાયમંડ ગોલ્ડ જ્વેલરીની માંગ સારી રહેતા ઓવર ઓલ ભારત પેવેલિયનને સારો લાભ થયો છે.

HKTDC હોંગકોંગ જ્વેલરી શોમાં વિશ્વભરમાંથી 44 દેશોના લગભગ 81,000 બાયરો અને મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. હોંગકોંગ કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે જ્વેલરી શોનું સફળતાપૂર્વક સમાપન થયું, એની ફળશ્રુતિ એ રહી છે કે, 60%થી વધુ ઉદ્યોગના પ્લેયરોએ ઓર્ડર અને ઇન્ક્વાયરી જોતાં આગામી એક થી બે વર્ષમાં વેચાણ વધવાની અપેક્ષા રાખી છે.

એકસાથે બે શો માટે, મેઇનલેન્ડ ચાઇના, ભારત, જાપાન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સના ખરીદદારોએ સારા ઓર્ડર બુક કર્યા હતાં. શો નાં આયોજકોએ 1,435 બાયરોનાં કરેલા ઑન-સાઇટ સર્વેમાં આગામી એકથી બે વર્ષમાં એકંદરે 62.3% વેચાણમાં અપેક્ષિત વૃદ્ધિ જોવા મળશે. જ્યારે 31.3%એ સ્થિર વેચાણની અપેક્ષા રાખી હતી અને માત્ર 6.4% એ ઘટાડાની આગાહી કરી હતી.

HKTDCના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સોફિયા ચોંગે જણાવ્યું હતું કે, ટ્વિન જ્વેલરી શોએ વિશ્વભરના ખરીદદારોને હોંગકોંગ પાછા ફરવા માટે સફળતાપૂર્વક આકર્ષ્યા તે ખૂબ જ પ્રોત્સાહક છે. પ્રદર્શકોએ જણાવ્યું હતું કે ખરીદદારોએ ખરીદી પર સકારાત્મક લાગણી દર્શાવી હતી અને નવા ગ્રાહકો સાથે જોડાણ કર્યું હતું, જેમાં ઊભરતાં બજારોના ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે, જે બિઝનેસ વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ છે.

બજાર અને ઉદ્યોગનો દૃષ્ટિકોણ

મધ્ય પૂર્વમાં (70.6%), ઓસ્ટ્રેલિયા અને પેસિફિક ટાપુઓ (68.6%), ભારત (65.3%), ઉત્તર અમેરિકા (59.2%) અને ASEAN (56.3%)ને આગામી બે વર્ષમાં આશાસ્પદ વેપાર મળશે. વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય સંભવિત બજારોમાં મેઇનલેન્ડ ચાઇના (21.2%), ઉત્તર અમેરિકા (17.3%), ઉત્તર અને પશ્ચિમ યુરોપ (16.2%), આસિયાન (15.5%), જાપાન (12.4%), હોંગકોંગ (10.9%) અને મધ્ય પૂર્વ (10.7%) સાથે ઊભરી આવ્યાં છે.

પ્રોડક્ટ ટ્રેન્ડ્સ

ટ્રેન્ડી ફેશન જ્વેલરી (59.5%), કિંમતી જ્વેલરી (41%) અને ડિઝાઇનર્સની જ્વેલરી (31.1%) ની ડિમાન્ડ સાથે સૌથી નવીન માર્કેટ તરીકે ઊભરી આવી છે. કેરેટ વ્હાઇટ ગોલ્ડ (47.3%), કેરેટ યલો ગોલ્ડ (44.5%) અને કેરેટ રોઝ ગોલ્ડ (24%) આ વર્ષે સૌથી વધુ લોકપ્રિય ઉત્પાદનો તરીકે બહાર આવ્યા છે. હીરા (53.3%), રૂબી (28.6%) અને મોતી (21.5%) લેખે ઓર્ડર મળ્યાં છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant