ઇઝરાયલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખપદે ફરી નિસિમ ઝુઆરેટ્ઝની વરણી

સામાન્ય સભામાં નિસિમને સર્વાનુમતે ચૂંટી લેવામાં આવ્યા હતા. આગામી ત્રણ વર્ષની મુદ્દત માટે નિસિમ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવશે.

Nissim Zuaretz re-elected president of Israel Diamond Manufacturers Association
Nissim Zuaretz
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ઇઝરાયલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે નિસિમ ઝુઆરેટ્ઝની સર્વસંમતિથી ફરી વરણી કરાઈ છે. આગામી ત્રણ વર્ષની મુદ્દત માટે નિસિમ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવશે.

ઇઝરાયલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સની સામાન્ય સભા ગઈ તા. 6 સપ્ટેમ્બરના રોજ મળી હતી, જેમાં નવા પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે મતદાન થયું હતું. જેમાં નિસિમને સર્વાનુમતે ચૂંટી લેવામાં આવ્યા હતા.

ઝુઆરેટ્ઝ 3 કેરેટ અને તેથી વધુના પોલિશ્ડ સ્ટોન્સમાં વિશેષતા ધરાવતી ઇઝરાયલ સ્થિત કંપની ડીએન ડાયમંડના સ્થાપક અને સીઈઓ છે. તેઓ કોબી કોર્નના સ્થાને 2020માં ઇઝરાયલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ બન્યા હતા.

આ સભામાં સંસ્થાએ બોર્ડના અન્ય 27 સભ્યોના નામ પણ જાહેર કર્યા હતા, જેમાં માન પ્રમુખ કોર્ન, મોતી ગંઝ, યિગલ હૌસમેન અને અબ્રહામ ટ્રૌબનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ઓડિટ કમિટીમાં બે જણાનો સમાવેશ કરાયો છે.

ઈઝરાયેલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન લગભગ 2000 હીરા કટિંગ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. જે ઇઝરાયલના હીરા ઉદ્યોગના કુલ ઉત્પાદનના આશરે 95 ટકા હિસ્સો ધરાવે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant