સરીન અને સિનોવાએ દુબઇ ડાયમંડ કોન્ફરન્સમાં ટેકનિકલ સહકાર પર MoU પર હસ્તાક્ષર

સરીન એડવાઈઝર પ્લાનિંગ ડેટાના સીનોવાની દા-વીન્સી ડાયમંડ ફેક્ટરી સિસ્ટમમાં ઉપયોગમાં લઇ શકાશે

Sarine-and-Synova-sign-MoU-on-technical-cooperation-at-Dubai-Diamond-Conference
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES
David Block CEO Sarine Technologies
David Block CEO Sarine Technologies

ઇઝરાયેલ સ્થિત સરીન ટેક્નોલોજીસ લિમિટેડ અને સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત સિનોવાએ તાજેતરમાં દુબઇ ડાયમંડ કોન્ફરન્સમાં સરીન એડવાઈઝર પ્લાનિંગ સોફ્ટવેરના ડેટાના સીનોવાની દા-વીન્સી ડાયમંડ ફેક્ટરી ડાયમંડ ફેસેટિંગ સિસ્ટમ માં ઉપયોગમાં લઇ શકાય માટે એમઓયુ સાઈન કાર્ય છે. કોન્ફરન્સમાં ડાયમંડ સપ્લાય ચેઈન પેનલના પુનઃવિચારણામાં તેમની સંયુક્ત સહભાગિતાની સાથે, ડેવિડ બ્લોક, સરીનના સીઈઓ અને સિનોવાના સ્થાપક અને સીઈઓ બર્નોલ્ડ રિચરઝેગેન, સરીનના એડવાઈઝર પ્લાનિંગ ડેટા આઉટપુટને એકીકૃત રીતે લિંક કરવા પર સહયોગ માટે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે.

Bernold Richerzagen, Synova Founder and CEO
Bernold Richerzagen, Synova Founder and CEO

Synova’s DaVinci Diamond Factory (DDF) સિસ્ટમ સાથે સંકલન થવાથી ઇમેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા કાર્યક્ષમ બનશે અને સમય બચાવશે. DDF માટે જટિલ ચોકસાઇ પોલિશિંગ સૂચનાઓના સેટઅપમાં માનવીય ભૂલોને પણ દૂર કરશે, પોલિશિંગ વર્કફ્લોના તમામ કટિંગ, આકાર અને ફેસિંગ તબક્કાઓને એક સિસ્ટમમાં સમાવિષ્ટ કરે છે (સરીનના કવેઝર 3 સિસ્ટમથી વિપરીત). સરિનના ગ્રાહકો જે સિનોવાની DDF સિસ્ટમ ઉપયોગમાં લાવશે તેમને આ લિંક-અપને એડવાઈઝર પેકેજમાં વૈકલ્પિક એડ-ઓન તરીકે અંકિત કરવામાં આવશે, જે માટે સરીનના લાગુ નિયમો અને શરતો અનુસાર ચૂકવણી કરવામાં આવશે.
બંને કંપનીઓ તેમના ક્ષેત્રોમાં અગ્રણી હોવાને કારણે સંમત થઈ છે કે બંને કંપનીઓની બૌદ્ધિક સંપત્તિ (IP)નું પરસ્પર સંરક્ષણ અને સન્માન કરવામાં આવશે. શ્રી બ્લોકે કહ્યું, “હું માનું છું કે સરીન અને સિનોવાની સંમત ટીમ સપ્લાય ચેઇનને વધુ સુવ્યવસ્થિત કરીને ખર્ચ અને ખર્ચાળ ભૂલોને ઘટાડીને અમારા ગ્રાહકોને પરસ્પર લાભ કરશે. આ સહકાર સરીન દ્વારા સ્વાભાવિક રીતે જનરેટ થયેલા ડેટા દ્વારા બનાવેલા લાભોનું બીજું ઉદાહરણ છે. સમગ્ર ડાયમંડ પ્રોસેસિંગ વેલ્યુ ચેઇનમાં ટેક્નોલોજીઓ અને વધારાના પ્રાસંગિક મૂલ્ય-વર્ધિત સોલ્યુશન્સ, જેમકે અમારા ડિજિટલ ટેન્ડર પેરાડાઈમ, સરીન ડાયમંડ જર્ની™, સરીન પ્રોફાઇલ™, વગેરેની વિશાળ શ્રેણી સામેલ છે. અમારા સીમલેસલી ક્લાઉડ દ્વારા જનરેટ થયેલો નોંધપાત્ર ડેટા -લિંક્ડ સિસ્ટમ્સે ફરી એકવાર અમારા ગ્રાહકો અને સમગ્ર ઉદ્યોગ માટે તેમની યોગ્યતા સાબિત કરી છે.”

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant