DIAMOND CITY NEWS, SURAT
રેપાપોર્ટના સપ્તાહિક માર્કેટ બુલેટિન (૨૭ ઓગસ્ટ ૨૦૨૬) અનુસાર, વૈશ્વિક પોલિશ્ડ હીરાના માર્કેટમાં સાવચેતીભર્યો સુધારો આગળ વધી રહ્યો છે. ઉનાળાની રજાઓની આખરી સિઝન વચ્ચે ૦.૩૦ થી ૧.૪૯ કેરેટના હીરાનું વેચાણ બજારને ટેકો આપી રહ્યું છે.
ખાસ કરીને ૦.૫૦ કેરેટના હીરાના ભાવોનો વૃદ્ધિદર હવે ૦.૩૦ કેરેટ કરતાં પણ ઝડપી બન્યો છે, જ્યારે હાલના ઘટાડા બાદ ૧ કેરેટની અમુક કેટેગરીમાં ભાવ રિકવર થઈ રહ્યા છે. ફેન્સી શેપ્સ (અન્ય આકારો) કરતાં રાઉન્ડ કટ હીરાનો દેખાવ વધુ મજબૂત છે અને મોટા કદના હીરાની માંગ સ્થિર રહી છે.
વૈશ્વિક સ્તરે વેપારી પ્રવૃત્તિઓની વાત કરીએ તો, યુએસ (અમેરિકા) ના હોલસેલરો હવે આગામી તહેવારોની સિઝન માટે માલ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
બીજી તરફ, ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા હોંગકોંગ જ્વેલરી શો પહેલા ચીનમાં માંગ ધીમી છે, પરંતુ પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય બાયર્સની મોટી હાજરીની આશા છે. માઇનિંગ કંપનીઓ દ્વારા ઉત્પાદનમાં મૂકાયેલા કાપના કારણે રફ હીરાનો પુરવઠો તંગ થયો છે.
આ સિવાય વૈશ્વિક બજારના બે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે :
- અલરોસા (Alrosa) : રશિયન ગવર્નમેન્ટ અને માઇનિંગ જાયન્ટ અલરોસા દ્વારા સ્મોલેન્સ્ક (Smolensk) અને યાકુતિયા (Yakutia) ખાતે નવું ડાયમંડ-કટિંગ ક્લસ્ટર સ્થાપવાની યોજના આકાર લઈ રહી છે.
- કતાર ડાયમંડ એક્સચેન્જ (QDE) : કતારે એશિયા સાથે વેપાર વધારવા માટે સિંગાપોર, શાંઘાઈ અને ટોક્યો ડાયમંડ બોર્સ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
ફેન્સી શેપ્સ હીરાનો બજાર ટ્રેન્ડ (Fancies Trend) :
- લાંબા આકારોની ધૂમ : ૨ કેરેટ અને તેથી મોટા કદના ઓવલ (Oval), માર્કિસ (Marquise) અને એમરેલ્ડ (Emerald) શેપની માંગ ખૂબ સારી છે.
- શોર્ટ સપ્લાય અને પ્રીમિયમ : ઉચ્ચ ગુણવત્તાવાળા માર્કિસ, લોંગ રેડિયન્ટ અને લોંગ કુશન હીરાની ભારે અછત છે. હાલમાં માર્કિસ સૌથી મોંઘો ફેન્સી શેપ છે, જ્યારે લોંગ કુશન હીરા સ્ક્વેર (ચોરસ) કુશન કરતાં ૨૦% થી ૨૫% પ્રીમિયમ પર વેચાઈ રહ્યા છે.
- પ્રિન્સેસ અને એન્ટીક કટ્સ : લાંબા સમયની મંદી બાદ પ્રિન્સેસ કટ હીરામાં માંગના સંકેતો છે, પણ ભાવો હજુ નીચા છે. એન્ટીક કટ્સ અને ક્લાસિક સ્ટાઈલના હીરા ટ્રેન્ડમાં છે.
- અમેરિકી બજાર : D થી I કલર અને VS થી SI ક્લેરિટી ધરાવતા યોગ્ય આકારના લોંગ ઓવલ્સની અમેરિકામાં મજબૂત માંગ છે. ખરાબ પ્રોપોર્શન (માપ) ધરાવતા હીરાનું વેચાણ અટકેલું છે.
દેશ વાઇઝ માર્કેટ રિપોર્ટ
- યુનાઇટેડ સ્ટેટ્સ (US) : ઉનાળાની રજાઓ પૂરી થવા આવી છે. બજારમાં સેન્ટિમેન્ટ સુધરી રહ્યું છે અને ૧ કેરેટથી નાના હીરાના ઓર્ડર્સ વધી રહ્યા છે. મોટા નેચરલ (કુદરતી) હીરાની માંગ મજબૂત છે. સિન્થેટિક (લેબ-ગ્રોન) હીરાના નીચા ભાવોના કારણે હવે ગ્રાહકો નેચરલ હીરાની ઓળખ કરી અલગ ખરીદી કરી રહ્યા છે.
- બેલ્જિયમ અને ઇઝરાયેલ : બેલ્જિયમ બજાર રજાઓને કારણે શાંત છે. ઇઝરાયેલમાં પણ કેટલાક વેપારીઓ રજાઓ પરથી પરત ફર્યા છે અને આગામી અઠવાડિયામાં વેપાર વેગ પકડશે તેવી અપેક્ષા છે.
- ભારત (India) : રફ હીરાના તંગ પુરવઠાને કારણે પોલિશ્ડ હીરાના ભાવ સ્થિર પરંતુ મજબૂત બનેલા છે. ૦.૩૦ કેરેટના રાઉન્ડ હીરાની સૌથી વધુ માંગ છે, જ્યારે મોટા ડોસિયર્સ અને ૧ કેરેટના હીરામાં સ્થિરતા આવી રહી છે. ભારતીય નિકાસકારો માટે અમેરિકા મુખ્ય માર્કેટ ડ્રાઇવર રહ્યું છે, પરંતુ હોંગકોંગથી અપેક્ષિત માંગ નથી અને વિયેતનામ ડાયમંડ ક્રાઇસિસના કારણે ચીની બજાર મધ્યમ છે.
- હોંગકોંગ (Hong Kong) : ફાઇન જ્વેલરીનું વેચાણ સરસ છે, પરંતુ લૂઝ ડાયમંડ્સમાં સુસ્તી છે. રોકાણના હેતુથી ૫ થી ૨૦ કેરેટના D-F, IF-VVS ક્વોલિટી ધરાવતા રાઉન્ડ, પિઅર (Pear) અને ઓવલ હીરાની જોરદાર માંગ છે. ગ્રાહકો ‘આઈ-ક્લીન’ (નિર્દોષ) હીરાનો આગ્રહ રાખી રહ્યા છે. નાના કોમર્શિયલ હીરા લેબ-ગ્રોન સામે હરીફાઈમાં પાછળ પડી રહ્યા છે. સ્થાનિક ચીની રિટેલરો ઓછો સ્ટોક રાખી રહ્યા છે અને G-H કલર તથા VS ક્વોલિટીના હીરા પસંદ કરી રહ્યા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















